જામનગર,
તા.6: જામનગર તાલુકાના જીવાપર ગામનો વતની અને હાલ જામનગરમાં સાંઢીયા પુલ પાસે માધવબાગમાં
રહેતો ભરત હીરાભાઈ પરમાર નામનો 33 વર્ષનો યુવાન ગત 4 તારીખે સવારે 7-45 વાગ્યાના અરસામાં
પોતાનું સ્કુટી લઈને જામનગર ખંભાળીયા ધોરી માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો. જે દરમિયાન
નાઘેડી ગામના પાટીયા પાસે એકાએક કૂતરુ આડું ઉતરતા સ્કૂટી સ્લીપ થઈ ગયું હતું. આ અકસ્માતમાં
ભરત પરમારને માથાના ભાગે હેમરેજ સહીતની ગંભીર ઈજા થઈ હતી અને તેને રાજકોટની હોસ્પિટલમાં
ખસેડવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે
મૃતકના મોટાભાઈ હીતેશ હીરાભાઈ પરમારે પોલીસને જાણ કરતા એએસઆઈ સી.ડી.ગાંભવા બનાવ સ્થળે
અને ત્યારબાદ હોસ્પિટલે દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહીતની
કાર્યવાહી હાથ ધરી છે.