• રવિવાર, 21 જુલાઈ, 2024

લોન કોટડા ગામે પત્નીના આપઘાતથી ઉદાસ રહેતા પતિએ આત્મહત્યા કરી અમરેલીમાં વૃધ્ધાને હાર્ટ એટેક આવતા મૃત્યુ

અમરેલી, તા.9: બાબરા પંથકના લોન કોટડા ગામે પત્નીના વિરહમાં પતિએ આપઘાત કર્યો હતો. જ્યારે અમરેલીમાં હાર્ટ એઁટેકના કારણે વૃધ્ધાનો જીવ ગયો હતો.

અમરેલી શહેરમાં જેસીંગપરા વિસ્તારમાં આવેલ સીતારામનગર વિસ્તારમાં રહેતા હંસાબેન હિંમતભાઇ ગંગેરા (ઉ.વ.57) છેલ્લા સાતેક વર્ષથી લો બ્લડપ્રેસરની બીમારી હોવાથી નિત્યક્રમ પ્રમાણે નાહી ધોઇને પૂજાપાઠ કરી ઘરના ટેરેસ પર એકલા હતા ત્યારે અચાનક જ હાર્ટ એટેક આવી જવાથી મૃત્યુ થયું હતું.

અન્ય બનાવ બાબરા પંથકમાંથી સામે આવ્યો હતો. લોન કોટડા ગામે રહેતો મયુર અરજણભાઇ વડોદરીયા (ઉ.વ.21)ના પત્નીએ એક વર્ષ પહેલા દવા પીને આપઘાત કર્યો હતો. જે બાબતે તે ઉદાસ રહેતો હોય જેથી તેણે ગામની વાડીએ જંતુનાશક દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવને લઇને મુકેશભાઇ અરજણભાઇ વડોદરીયાએ બાબરા પોલીસ મથક ખાતે જાણ કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક