• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

મોરબી નાણાની લેતી દેતી પ્રશ્ને યુવક પર હુમલો-ધમકી

મોરબી, તા.16: મોરબીના રામચોક નજીક આવેલ ફેમિલી શોપ પાસે જઈને ચાર ઈસમોએ અઢી લાખ રૂપિયાની લેતી દેતી મામલે વેપારીને લાકડાના ધોકા વડે માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

મોરબીના સતનામ એપાર્ટમેન્ટ આલાપ રોડના રહેવાસી રામજીભાઈ અમરશીભાઈ ભીમાણીએ આરોપી હાર્દિક જીતુભાઈ કૈલા, હરેશ ગઢવી તેમજ બે અજાણ્યા ઈસમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ગત તા.15 જુનના રોજ ફરિયાદી પોતાની રામ ચોક નજીક આવેલ બોસ ઈન્ડીયા ફેમીલી શોપ નામની દુકાને હોય ત્યારે દુકાનના પાછળના દરવાજે હાર્દિક જીતુભાઈ કૈલા આવી રામજીભાઈને બહાર આવો કહેતા બહાર ગયા હતા અને હાર્દિક કહેવા લાગ્યો મારે તમારા દીકરા મિલન પાસેથી અઢી લાખ રૂપિયા લેવાના છે જે મને આપો જેથી ફરિયાદીએ મિલનને રૂપિયા આપવાના હોય તો તેને ખબર હોય જેથી રૂપિયા આપવાની ના પાડી હતી. જેથી હાર્દિક અને તેની સાથે આવેલ હરેશ ગઢવી બંને ઢીકાપાટુ માર મારવા લાગ્યા હતા અને કારમાંથી ધોકો કાઢી મારવા લાગ્યા હતા.

દરમિયાન બે અજાણ્યા ઈસમે પણ હાથમાં લાકડાના ધોકા સાથે આવી શરીરે જેમ ફાવે તેમ માર મારવા લાગ્યા હતા અને જતા જતા હાર્દિકે આજ તો તું બચી ગયો છો. બીજી વખત મળીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ચારેય ઈસમો જતા રહ્યા હતા બાદમાં ફરિયાદી શોરૂમ અંદર જતા રહ્યા હતા અને ઝપાઝપીમાં ફોન અને ગળામાં ચેન પહેર્યે હોય જે ક્યાંક પડી ગયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક