• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

અગ્નિકાંડમાં ATPO અને આસિસ્ટન્ટ એન્જિનિયર 6 દિવસના રિમાન્ડ પર

ટીપી શાખાના અન્ય અધિકારીઓ કે પદાધિકારીઓની સંડોવણી અંગે કરાશે પૂછપરછ

રાજકોટ તા.16:  (ફૂલછાબ ન્યુઝ) રાજકોટ શહેરના ઝછઙ ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં ગેમ ઝોનની ઇમ્પેક્ટવાળી ફાઇલમાં ચેડાં કરનાર ટીપી શાખાના વધુ બે એટીપીઓ અને આસિસ્ટન્ટ એન્જિનિયરની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ  કરી રિમાન્ડ માંગણી સાથે અદાલતમાં રજૂ કરતા કોર્ટે બંને આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

 પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં  અગ્નિકાંડ કેસમાં ભાગીદાર સંચાલકો તેમજ મનપાના જવાબદાર અધિકારીઓ સામે ગુના નોંધી તમામને જેલમાં ધકેલી દીધા બાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં વધુ એક ચોંકાવનારી હકીકતો સામે આવી હતી.

જેમાં ઘટનાના બીજા દિવસે તા. 26ના રોજ એટીપીઓ રાજેશ ટી. મકવાણા અને આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરી બંને વેસ્ટ ઝોન કચેરીમાં જઈ ગેમ ઝોનની ઇમ્પેક્ટવાળી ફાઈલમાં જૂની તારીખમાં ઇન્વર્ડ અને ક્વેરી કાઢી રજીસ્ટરમાં પુરાવા સાથે ચેડા કર્યાનું ધ્યાને આવ્યું હતું.

આ અંગે બંને અધિકારીઓને ઝડપી ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરતા અદાલતે તા. 21/6 સુધી છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

 ક્રાઈમ બ્રાન્ચના તપાસનીશ અધિકારી દ્વારા મહાનગર પાલિકાના એટીપીઓ રાજેશ ટી. મકવાણા અને આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરીના રિમાન્ડ દરમિયાન અન્ય ટીપી શાખાના અધિકારીઓ કે પદાધિકારીઓની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક