• મંગળવાર, 18 જૂન, 2024

અંધશ્રદ્ધાનાં અતિરેકમાં ભૂવાના ડામથી દાઝેલી બાળકીનું મૃત્યુ ભૂવા સામે ગુનો નોંધવા તજવીજ : શોધખોળ

રાજકોટ, તા.19 : જોરાવરનગર ગામે શ્રમિક પરિવારની બીમાર બાળકીને સારવાર કરાવવાના બદલે માતાએ ભૂવા પાસે અગરબત્તીના ડામ દેવડાવ્યા બાદ તબીયત લથડતા રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું. પોલીસે ભૂવા સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી શોધખોળ શરૂ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, જોરાવરનગર ગામે ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા મજુર પરિવારની ત્રણ વર્ષની બાળકી બીમાર પડતા માતાએ સારવાર કરાવવાના બદલે ઝુંપડપટ્ટી વિસ્તારમા રહેતા એક ટ્ટૂવા પાસે લઈ ગઈ હતી અને ભૂવાએ માસુમ બાળકીને શરીરે ડામ દીધા હતા. બાદમાં બાળકીની તબીયત વધુ લથડતા રાજકોટ ઝનાના હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાં તબીબની સારવાર દરમિયાન સમગ્ર ઘટના બહાર આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ મામલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતા જોરાવરનગર પોલીસ રાજકોટ આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. દરમિયાન સારવારમાં રહેલી બાળકીનુ મૃત્યુ નિપજયું હતું. આ બનાવ અંગે પોલીસે માસુમ બાળકીને અગરબત્તીના ડામ આપનાર ભૂવા સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી શોધખોળ શરૂ કરી હતી.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક