• રવિવાર, 19 મે, 2024

વડોદરામાં આતંકી સંગઠન સાથે સંકળાયેલ 1ર શખસની શોધખોળ ફરાર શખસોના ઘેર નોટિસ લગાવવામાં આવી

વડોદરા, તા.4 : વડોદરામાં આતકી સંગઠન સાથે સંકળાયેલા તબીબ-કોલેજીયન સહિતના 1ર શખસોને ઝડપી લેવા માટેથી પોલીસે દોડધામ શરૂ કરી હતી તેમજ કલેકટર તંત્ર દ્વારા આ 1ર શખસોના મકાનો પર નોટીસ ચોટાડવામાં આવી હતી અને પોલીસે આ શખસોના નજીકના વ્યકિતઓની પણ પુછતાછ શરૂ કરી સગડ મેળવવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે, આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સંદર્ભે પોલીસ તંત્ર દ્વારા કમર કસવામાં આવી રહી છે અને રીઢા ગુનેગારો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને વાહન ચેકીગ સહિતની કામગીરી પણ કડક કરવામાં આવી છે.

દરમિયાન તંત્રદ્વારા આતંકી સંગઠન સાથે સંકળાયેલા સ્ટુડન્ટર્સ ઈસ્લામીક મુવમેન્ટ ઓફ ઈન્ડિયાના 1ર વોન્ટેડ શકમંદોને લઈ ગેઝેટમાં નોટીફીકેશન પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જે 1ર શકમંદો  વડોદરામાં રહેતા હોવાથી દિલ્હી હાઈકોર્ટ બિલ્ડીગ ખાતે આવેલા અનલોફુલ એકિટવિટિસ ટ્રીબ્યુનલ દ્વારા વડોદરા કલેકટર કચેરી ખાતે નોટીસ બોર્ડ પર ફોટા-નામ સાથેની યાદી લગાવવામાં

આવી છે.

કલેકટર કચેરીના નિવાસી અધિક કલેકટર ડો.બી. એસ.પ્રજાપતિની ઓફિસના નોટીસ બોર્ડ પર 1ર સીમીના શકમંદોની યાદી લગાવવામાં આવી છે. જેમાં સૌપ્રથમ વાડીનો ડો.સદાબ પાનવાલા છે તેમજ નાની છીપવાડનો કોલેજીયન મહમદ હનીફ ગુલામ મોયુદીન શેખ તેમજ યાકુતપુરાનો કોલેજીયન અલતાફ હુશેન મહમદહુશેન શેખ તેની સામે અમદાવાદમાં એષ્પ્લોઝીવ સબટન્સ એકટ હેઠળ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયેલ છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક