• શનિવાર, 27 જુલાઈ, 2024

ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ

1થી 5 માર્ચ દરમિયાન ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા

 

અમદાવાદ, તા.26: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ક્યારેક ગરમી તો ક્યારેક ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે હવે રાજ્યમાં કમોસમી વરસાદની પણ આગાહી કરવામા આવી છે. ગુજરાત હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં ઉત્તર ભારતમાં કેટલાક વિસ્તારમાં પડેલા વરસાદ અને હિમવર્ષાની

અસર જોવા મળી રહી છે. હાલમાં કેટલાક

જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ અને ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે.

વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઘઉં, બટાકા, વરિયાળી જેવા પાકને માવઠાની અસરથી નુકશાન થવાની ભીતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે રાજ્યના હવામાનમાં ફરી એક વાર પલટો જોવા મળી શકે છે. આજથી એટલે કે 26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. આ સંજોગોમાં રાજ્યમાં 1થી 5 માર્ચે દરમિયાન ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે. આ દરમિયાન રાજ્યના કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ તથા બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે અને કેટલાક વિસ્તારોમાં માવઠાના છાંટા પડવાની પણ સંભાવના છે. આ દિવસોમાં પવનનું

જોર પણ રહેશે. 10 માર્ચ થી 12 માર્ચમાં મોટા ફેરફાર થશે. 

 

ઇ-પેપરના નવા શુલ્ક