• રવિવાર, 13 ઑક્ટોબર, 2024

રાજ્યમાં ચાઇનીઝ દોરી-તુક્કલ વેચનારા સામે કડક પગલા લેવા પોલીસને આદેશ લો એન્ડ ઓર્ડર વિભાગના DGએ સમયાંતરે દરોડા સહિત તપાસની સૂચના આપી

અમદાવાદ, તા.2 :  ઉત્તરાયણનો પર્વ ગુજરાતમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવતો હોય છે. ઉત્તરાયણ માટે પતંગ અને દોરી બનાવવાની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઇ ગઇ છે અને નજીકના દિવસોમાં જ આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળશે ત્યારે ઉતરાયણ પર્વમાં પ્રતિબંધિત વસ્તુ ન વેચાય તે માટે તંત્રએ પહેલાથી જ તૈયારીઓ ચાલુ કરી દીધી છે. રાજ્યના લો એન્ડ ઓર્ડર વિભાગના ઉઋએ મહત્ત્વના આદેશ કર્યા છે તેમજ ચાઇનીઝ દોરી અને તુક્કલ સહિતની વસ્તુના વેચાણ પર કડક પ્રતિબંધ લગાવાયો છે.

ગઋઝના આદેશ મુજબ વેપારીઓ આવી કોઇ પણ પ્રતિબંધિત વસ્તુ નહીં વેચી શકે. જેને લઇ ઉઋએ રાજ્યના તમામ કમિશનર તેમજ એસ.પી.ને પરિપત્ર જાહેર કર્યો છે અને સમયાંતરે દરોડા સહિત તપાસની સૂચના આપી છે. ઉત્તરાયણ પર્વને લઇ બજારમાં પ્રતિબંધિત વસ્તુ ન પહોંચે તે માટે તકેદારી રાખવા આદેશ કર્યા છે. મહત્ત્વનું છે કે વર્ષ 2022ની જાહેર હીતની અરજીના નિકાલ સમયે હાઇકોર્ટે નવેમ્બરના અંત સુધી કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક