• શનિવાર, 27 જુલાઈ, 2024

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં જામીન અરજી પર સુનાવણીનો ઈનકાર, કહ્યું- જામીન માટે નીચલી કોર્ટ કે હાઇકોર્ટમાં જાઓ

હાઇકોર્ટ 12 ડિસેમ્બરે હાથ ધરી શકે છે સુનાવણી

અમદાવાદ, તા.30: મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં 135 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. આ કેસના આરોપી જયસુખ પટેલ દ્વારા હાઇકોર્ટમાં જામીન અરજી કરવામાં આવ્યા બાદ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જોકે સુપ્રીમ કોર્ટ દ્વારા આ અરજી સાંભળવાનો ઇનકાર કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે, હાઈકોર્ટમાં જામીન અરજી પેન્ડિંગ છે.

તેથી નીચલી કોર્ટ કે હાઇકોર્ટ પાસે જઇને જામીન મેળવવાનો પ્રયાસ કરો. હવે આ પેન્ડિંગ અરજી અંગે 12 ડિસેમ્બરના રોજ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરી નિર્ણય લેવામાં આવી શકે છે.

નોંધનીય છે કે જયસુખ પટેલ જયસુખ પટેલ પુલનું સમારકામ કરતી કંપની ઓરેવાના એમડી છે. ગત વર્ષે 30 ઓક્ટોબરે બનેલી દૂર્ઘટનામાં 135 લોકોના મૃત્યુ થયા હતા. મોરબીના પુલ તૂટી પડવાની ઘટનામાં 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ઓરેવા કંપનીના મેનાજિંગ ડિરેક્ટર, બે મેનેજર, બ્રિજનું રિપેરિંગ કરનાર દેવપ્રકાશ સોલ્યુશનના બે કોન્ટ્રાક્ટર, ટિકિટ વેચનારા બે ક્લાર્ક અને ત્રણ સિક્યુરિટી ગાર્ડનો સમાવેશ થાય છે. 

જેમાંથી ટિકીટ આપનારા બે ક્લાર્ક અને ત્રણ સિક્યુટિરીટ ગાર્ડ અને એક મેનેજર દિનેશ દવે એમ કુલ છ આરોપીઓને હાઇકોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે. જ્યારે એમડી જયસુખ પટેલ, મેનેજર દીપક પારેખ અને કોન્ટ્રેક્ટર પ્રકાશ પરમારની જામીન અરજી હજુ હાઇકોર્ટમાં પેન્ડિગ છે.  આ દરમિયાન 21 નવેમ્બરે જયસુખ પટે વચગાળાના જામી મેળવવા સુપ્રીમમાં અરજી કરતા 120 મૃતકોના પરિવારોએ તેનો વિરોધ કર્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક