યાર્ડમાં
સુવિધાનાં અભાવે ખેડૂતોની મહેનત પાણીમાં મળી ગઈ
જૂનાગઢ,
તા.ર1: કેસર કેરીની સીઝન પુરબહારમાં ચાલી રહી છે. જૂનાગઢ યાર્ડમાં દરરોજ રપ થી 30 હજાર
કેસર કેરીના બોક્ષ હરરાજીમાં આવે છે, યાર્ડમાં સુવિધાના અભાવે આ બોક્ષ ખુલ્લામાં રખાય
છે ત્યાં આજે સવારે માવઠાનો વરસાદ પડતા હજારો બોક્ષ પલળી જતા કેરીઓ પાણીમાં સ્નાન કરવા
લાગી હતી.
જૂનાગઢ
શાકભાજી યાર્ડમાં એક શેડ છે. તેમાં શાકભાજી ગોઠવાઈ છે અને ત્યાંજ વેંચાણ થાય છે પરંતુ
ફ્રુટ વિભાગમાં શેડના અભાવે દુકાનોની આગળ ખુલ્લામાં રાખવા પડે છે. તેમાં કેરીની સીઝન
હોવાથી દરરોજ હજારો બોક્ષ આવે છે અને સવારે હરરાજી થાય છે. આજે હરરાજી શરૂ થતા જ માવઠાનો
વરસાદ ત્રાટકતા ખુલ્લામાં રહેલ કેરીના હજારો બોક્ષ પલળી ગયા હતા.
યાર્ડના
વેપારી કરણભાઈએ જણાવ્યું કે, યાર્ડમાં આજે રપ થી 30 હજાર કેરીના બોક્ષ હરરાજીમાં આવ્યા હતા. હરરાજી શરૂ થવાની સાથે
માવઠાનો વરસાદ શરૂ થતા આ તમામ બોક્ષ પલળી જતા કેરીઓ પાણીમાં તણાવા લાગી હતી. પરિણામે
બાગાયતકારો તથા ઈજારદારોને લાખો રૂપિયાનું નુકશાન થયું છે. તેમણે આક્ષેપ કર્યા કે,
યાર્ડના ફળ વિભાગમાં શેડની સુવિધા નથી.
જ્યારે
શાકભાજી યાર્ડના ઈન્સ્પેક્ટર હરેશ ગજેરાએ જણાવ્યું કે, આજે કેરીના 17 હજાર બોક્ષની
આવક નોંધાઈ છે. આ કેરીના બોક્ષ શેડ તથા ખુલ્લામાં રખાયા હતા ત્યાં એકાએક વરસાદ આવતા
ખુલ્લામાં રહેલા બોક્ષ પલળી જતા નુકશાન થયાનું સ્વીકાર્યુ હતું તેમજ યાર્ડમાં સફાઈ
કામદારો હડતાલ ઉપર હોવાથી ગંદકી વધી છે.
તેમણે
ઉમેર્યુ કે, અમુક શેડ તૂટી ગયા છે. આ અંગે ચેરમેનને જાણ કરવામાં આવી છે. ચોમાસા બાદ
રીપેર કરાશે. આમ જૂનાગઢ શાકભાજી યાર્ડમાં વરસાદે કેસર કેરીના હજારો બોક્ષને સ્નાન કરાવતા
કેરીઓ બોક્ષ બહાર નીકળી પાણીમાં તણાવા લાગતા બાગાયતકારો અને ઈજારદારોને મોટુ નુકસાન
વેઠવું પડયું છે.