• રવિવાર, 27 એપ્રિલ, 2025

જંત્રીના અમલ અગાઉ સ્ટેમ્પ ડયુટીના સુધારા કાયદામાં 28 સુધારા સૂચવાયા

રાજ્ય વિધાનસભાનો અંતિમ પડાવ : 3 સુધારા, 3 નવા વિધેયકો પસાર કરીને નવા કાયદા અમલમાં મૂકાશે

અમદાવાદ, તા.25: ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, 1958 સુધારા વિધેયકમાં લગભગ 28 જેટલી વિવિધ કલમોમાં સુધારા સૂચવાયા છે. એમ કહેવાય છે કે, રાજ્ય સરકાર ધરખમ ભાવ વધારા સાથેની નવી જંત્રી અમલમાં મૂકવાની તૈયારીમાં છે. જોકે, હજુ નવી જંત્રીની તારીખમાં દ્વિધા જરુર પ્રવર્તી રહી છે પરંતુ સરકાર આ સુધારા વિધેયકમાં સામાન્ય નાગરિકોથી માંડી કોર્પોરેટ ક્ષેત્રને લગતા 1958ના સ્ટેમ્પ કાયદામાં થનારા આ ફેરફારો અનુસાર (1) વડીલોપાર્જિત મિલકતમાં અવસાન પામેલી પુત્રીના વારસદારોના હક કમી inheritance rights પર કુલ રકમના 4.90 ટકા સ્ટેમ્પ ડ્યુટીને બદલે પુત્રોના વારસદારો માટે હાલ જે જોગવાઈ છે, તેમ પુત્રીના વારસદારો માટે પણ માત્ર રૂપિયા 200ના સ્ટેમ્પ ઉપર એફિડેવિટ લેવાની જોગવાઈ કરી છે.

આ ઉપરાંત અગાઉ 2014માં વડીલોપાર્જિત મિલકતમાં પુત્ર (ભાઈ)ના વારસદારોના હક કમી માટે રૂ. 200ના સ્ટેમ્પ પેપર ઉપર એફિડેવિટને માન્યતા આપવા કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો. જોકે, આ સુધારો કરતી વખતે બહેનના વારસદારો અર્થાત વડીલોપાર્જિત મિલકતમાં અવસાન પામેલી પુત્રી અર્થાત બહેનના વારસદારો અંગે કોઈ સ્પષ્ટતા થઈ ન હતી, પરિણામે આ મામલે લાંબા સમયથી અદાલતોમાં કાનૂની લડાઈ ચાલી રહી છે.

હવે રાજ્ય સરકારે, કાયદામાં રહેલી આ ખામીને સુધારા વિધેયક મારફત સુધારવાનો પ્રયત્ન કર્યો છે. જે મુજબ સ્ટેમ્પ ડ્યુટીના કાયદામાં કલમો અને પેટા કલમોમાં સુધારા થશે. ગીરોખત, ગીરોમુક્તિ લેખ, ભાડાપટ્ટા લેખ વગેરે માટે સબ રજિસ્ટ્રાર કચેરીએ ધક્કા ખાવાને બદલે ઘરે બેઠા ઈ-રજિસ્ટ્રેશન દ્વારા આ કામો કરી શકશે તેવી પણ જોગવાઈ કરવામાં આવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક