• મંગળવાર, 18 જૂન, 2024

avsan nondh

ચક્ષુદાન

રાજકોટ: ગિરીશભાઇ હરિલાલ ઉદાણી (ઉં.76)તે ભાવિનભાઇ, ડોલીબેનના પિતાશ્રી, કામિનીબેન તથા કૌશિક વસંતલાલ શાહના સસરાનું તા.19ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.20ના સવારે 10-30 કલાકે પારસ હોલ, પારસ સોસાયટી, નિર્મલા રોડ, રાજકોટ છે. સદ્ગતનાં ચક્ષુઓનું દાન

કરાયું છે.

ચક્ષુદાન

ધોરાજી: હિનાબેન પ્રફૂલચંદ્ર કોઠારીનું અવસાન થતા તેમના સ્વજનોએ ચક્ષુદાન કરવા અંગે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા, સાગર સોલંકીને જાણ કરાતા સરકારી હોસ્પિટલ ચક્ષુદાન સેન્ટરના અધિક્ષક ડો. જયેશ વેસેટીયન, ડો. અંટાળા અને મેડીકલ ટીમે ચક્ષુદાન સ્વિકાર્યુ હતું. આ તકે જૈન સમાજના અગ્રણીઓ વિપુલભાઇ તુરખીયા, આનંદભાઇ, દેવાંગભાઇ સંઘાણી, કમલભાઇ મોદી, મુકુંદભાઇ દામાણી, ભાવેશભાઇ મહેતા, પંકજભાઇ દોશી, ચિંતનભાઇ સંઘાણી વગેરેની ઉપસ્થિતિ હતી.

તાલાલા ગિર: બટુકલાલ નરશીદાસ વિઠલાણી (ઉ.68) તે કનુભાઇ (રાજકોટ)ના નાનાભાઇ, જીગ્નેશભાઇ, શ્રધ્ધાબેન મનીષકુમાર અમલાની (રાજકોટ), ભૂમિબેન ચેતનકુમાર કક્કડના પિતાશ્રી, કુરજીભાઇ નાનજીભાઇ દત્તાની (વેરાવળ)ના જમાઇનું તા.18ના અવસાન થયું છે. ઉઠમણું, સસરા પક્ષની સાદડી તા.20નાં સાંજે 5 થી 6 લોહાણા મહાજનવાડી, તાલાલા ગિર છે.

કેશોદ: ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ (મૂળ અગતરાય) સ્વ. મંજુલાબેન કાળીદાસ પંડયા (ઉ.83) તે સ્વ. કાળીદાસ ઉમિયાશંકર પંડયાના પત્ની, ભરતકુમાર (નિવૃત્ત મામલતદાર), કિશોરભાઇ (નિવૃત્ત ગોડાઉન મેનેજર), રસિકભાઇના માતુશ્રી, ગૌરીશંકર ઉમિયાશંકર પંડયા, વ્રજલાલ પંડયાના ભાભીનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.20ના સાંજે 5 થી 6 રામેશ્વર મંદિર છે.

રાજકોટ: લીલાવંતીબેન શિવલાલભાઇ પરમાર (ઉ.90)તે રાજેન્દ્રભાઇ, સ્વ. હિરેનભાઇ, ઉમેશભાઇ તેમજ દર્શનાબેનના માતુશ્રીનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.20નાં સાંજે 5 થી 6 મહાલક્ષ્મી મંદિર, કેવડાવાડી શેરી નં. 2, રાજકોટ છે.

વાંકાનેર: કારડીયા રાજપુત પ્રભાતસિંહ માનસંગભાઇ હેરમા (બાબાભાઇ) (ઉ.72) તે સ્વ. દિલીપભાઇ, સ્વ. હેમતસિંહ, રમેશભાઇ તથા ભુપેન્દ્રસિંહ એમ. હેરમાના ભાઇ, અમિતભાઇના પિતાશ્રીનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.20નાં સાંજે 4 થી 6 વિશ્વકર્મા મંદિર, જીનપરા ચોક, વાંકાનેર છે.

જૂનાગઢ: ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ વીણાબેન તે મનુભાઈ રાવલના પત્નીનું તા.18ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.ર0નાં સાંજે પ થી 6, સૂર્યમંદિર, સરદારપરા મેઈન રોડ, જુનાગઢ છે.

રાજકોટ: ઈન્દુબા તખુભા ડોડીયાનું તા.18ના અવસાન થયું છે. બેસણુ તા.ર0નાં સાંજે પ થી 7, રાજપૂત ક્ષત્રિય સમાજની વાડી, વિદ્યાનગર શેરી નં.ર, રાજકોટ છે.

રાજકોટ: કંચનબેન જોબનપુત્રા (ઉ.પપ) તે મુકેશકુમાર અમૃતલાલ જોબનપુત્રાના પત્ની, હિરેનના માતુશ્રી, અરવિંદભાઈ, દેવેન્દ્રભાઈના નાનાભાઈના પત્ની, રાજેશભાઈ, કંચનબેન પ્રભુલાલ ખખ્ખર, નિલમબેન કિરીટકુમાર સેંજપાલના ભાભી, વાંકાનેરવાળા વિનુભાઈ, દિલીપભાઈ, સુરેશભાઈ ભીંડોરાના બહેનનું તા.19ના અવસાન થયું છે. ઉઠમણુ તા.ર0નાં સાંજે પ થી 6, ભોમેશ્વર મહાદેવ મંદિર, જામનગર રોડ, રાજકોટ, પિયર પક્ષની સાદડી

સાથે છે.

મેંદરડા: હેદરઅલી ફીદાઅલી વણાંક (ઉ.6ર) તે મ.સમસુદીનભાઈ, શબ્બીરભાઈ તથા સુગરાબેન (જેતપુર), નફીસાબેન (રાજકોટ)નાં ભાઈ, ફાતેમાબેન જુજરભાઈ (સુરેન્દ્રનગર), મરિયમબેન હકીમભાઈ (ગારીયાધાર)ના બાવાજીનું તા.18નાં અવસાન થયું છે. જીયારત (સીયુમ)ના સીપારા તા.ર0નાં સવારે 11 કલાકે મેંદરડા મુકામે મસ્જીદમાં છે.

રાજકોટ: સ્વ.કરસનદાસ લખમસી કોટકની પુત્રી, સ્વ.જમનાદાસ ત્થા સ્વ.જયંતિલાલ કરસનભાઈ કોટકના બેન મનોરમાબેન નવીનચંદ્ર નથવાણીનું કલકતા ખાતે અવસાન થયું છે. સાદડી તા.ર0નાં સાંજે પ થી 6 સ્વ.જયંતિલાલ કરસનદાસ કોટકના નિવાસ સ્થાને 3/ટાગોર નગર, કાલાવડ રોડ, રાજકોટ છે.

 

સાવરકુંડલા: મગનભાઈ બાલાભાઈ જેઠવા (ઉ.67) તે હરેશભાઈ તથા પિયુષભાઈના પિતાશ્રીનું તા.18નાં અવસાન થયું છે. સાદડી તા.ર0ના સાંજે 4 થી 6, ધોબી શેરી, મણિનગર

સાવરકુંડલા છે.

સાવરકુંડલા: સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ જીતેન્દ્રભાઈ બી. વ્યાસના પત્ની જ્યોતિબેન (નિવૃત્ત શિક્ષિકા), મૂળ સાવરકુંડલા હાલ અમદાવાદ ભાઈશંકર અંબાશંકર ત્રિવેદીના દિકરી, ઉદય જે. વ્યાસ, પૂર્વી તૃષાલ ત્રિવેદી અને મેઘના જયદીપ મહેતાના માતુશ્રીનું તા.14ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.ર0ના સાંજે પ થી 7 શિવશક્તિ હોલ, શિવ શક્તિ સોસાયટી, હાથસણી રોડ, સાવરકુંડલા છે.

સાવરકુંડલા: રૂપાબેન રાજાભાઈ બાર (રબારી) (ઉ.108) તે રામભાઈ, જેઠાભાઈ, વિહાભાઈ તથા અરજણભાઈના માતુશ્રીનું તા.19નાં અવસાન થયુ છે. બેસણુ તા.ર0નાં સાંજે 4 થી 6 ઉતાવળા હનુમાન મંદિર પાસે, મહાકાળી રોડ, હાથસણી રોડ, સાવરકુંડલા છે.

ધોરાજી: બ્રહ્મક્ષત્રીય સ્વ.તુલસીદાસ પોપટલાલ સીનેજીના પુત્ર રાજેશ (ઉં.39)તે અમિતભાઈના ભાઈનું તા.18નાં અવસાન થયું છે. સાદડી, બેસણુ તા.ર0નાં સાંજે પ થી 6 બ્રહ્મક્ષત્રીય જ્ઞાતિની વાડી, જૂનાગઢ રોડ

ધોરાજી છે.

પોરબંદર: છાયાના પુષ્પાબેન નિરંજનભાઈ આચાર્ય તે સ્વ.નિરંજનભાઈ ભવાનીશંકર આચાર્યના પત્ની, કમલેશભાઈ, દિપકભાઈ, સોનલબેનના માતૃશ્રીનું તા.18ના અવસાન થયું છે. બેસણુ તા.ર0નાં સાંજે 4 થી પ પોલીસ લાઈન સામે આવેલ ખવાસ જ્ઞાતિની વંડીમાં છે.

પડધરી: સ્વ.વલ્લભદાસ મોરારજી લહેરુના જમાઈ સ્વ. અનિલકુમાર જે સેવકનું અમદાવાદ મુકામે અવસાન થયું છે. સાદડી તા.ર3નાં સાંજે પ થી 6 રામજી મંદિર, આશાપુરા ચોક પાસે છે.

રાજકોટ: મૂળ ધોરાજી હાલ રાજકોટ જયવંતભાઈ મનુભાઈ લીંબડ તે ધનંજયભાઈ, દેવાંગીબેન બિપીનભાઈ પરમારના પિતાશ્રી, રોહિતભાઈ, સતીષભાઈના મોટાભાઈ, ભોવાનભાઈ માધવજીભાઈ ગોહેલના જમાઈ, વિજયભાઈ, ભરતભાઈ, વિરેનભાઈના બનેવી, હાર્દિક, ધવલ, નેહાબેન, પુજાબેન, બંસીબેન, ધારાબેનના મોટાબાપુનું તા.19નાં અવસાન થયું છે. બેસણુ તા.ર0નાં સાંજે 4 થી પ મચ્છુ કઠિયા સઈ-સુતારની વાડી, રામનાથ પરા ખાતે છે. પિયરપક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: વાણંદ જામનગર નિવાસી હાલ રાજકોટ મગનભાઈ લાલજીભાઈ સુરાણી (ઉ.87) તે આનંદભાઈના પિતાશ્રી, ભાવીનના દાદા, સ્વ.નરભેરામભાઈ, સ્વ.બાબુભાઈ, સ્વ.ભુરાભાઈના નાનાભાઈ, રમેશકુમાર હરિભાઈ મજેઠીયાના મોટા બનેવીનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.ર0નાં સાંજે પ થી 7 સસરા પક્ષનું બેસણુ સાથે વાણંદ સમાજની વાડી, લક્ષ્મીનગર-ર, રાજકોટ છે.

રાજકોટ: કુસુમબેન ભદ્રેશભાઈ શેઠ (ઉં.68) તે સ્વ.પ્રભુલાલ ધારશી શેઠના પુત્રવધુ, ભદ્રેશ પ્રભુલાલ શેઠના પત્ની, તન્વીબેન શેઠ (એડવોકેટ)ના માતા, કેવલભાઈ પુરોહિત (એડવોકેટ)ના સાસુનું તા.18નાં અવસાન થયું છે. ઉઠમણુ તા.ર0નાં સાંજે પ વાગ્યે, રોયલ પાર્ક, સ્થાનકવાસી જૈન મોટા સંઘ (સી.એમ.શેઠ પૌષધશાળા), રોયલ પાર્ક, કાલાવડ રોડ, રાજકોટ છે.

માણાવદર: સ્વ.સોની મગનલાલ વાલજીભાઈ જીંજુવાડિયાના પુત્ર પિયુષભાઈ (ઉ.44) તે પંકજભાઈ, પરેશભાઈ, રશ્મિભાઈ તથા સંજયભાઈના ભાઈનું તા.17ના અવસાન થયું છે. બેસણુ તા.ર0નાં સાંજે 4 થી 6, ગિરનારા સમાજ, માવજી જીણા સોસાયટી, માણાવદર છે.

રાજકોટ: પરેશભાઈ ચંદુલાલ રાવરાણી (ઉ.પર)નું તા.19નાં અવસાન થયું છે. બેસણુ તા.ર3નાં સાંજે 4 થી 6 ગોકુલ એપાર્ટમેન્ટ, દ્વારકાધીશ સોસાયટી, શેરી નં.1, જલજીત મેઈન રોડ, રાજકોટ છે.

રાજકોટ: દેવેનભાઈ દિલીપકુમાર ઝીંઝુવાડિયા તે મિતેષભાઈના મોટા ભાઈ, પ્રિયાંશ તથા રિચા કરનકુમાર પારેખના પિતાશ્રી, દિલીપભાઈ વલ્લભદાસ પાટડિયાના જમાઈનું તા.19ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું તા.20ના બપોરે 3-30થી 5 સોની સમાજની વાડી, યુનિટ નં. 1, ખીજડા શેરી, કોઠારિયા નાકા, રાજકોટ છે.

વાંકાનેર: ઔદિચ્ય સહત્ર ઝાલાવાડી બ્રાહ્મણ રાજેશભાઈ વનમાળીદાસ ઉપાધ્યાય (નિવૃત્ત પેટા તિજોરી - વાંકાનેર)નાં પત્ની રેખાબેન (ઉં.60) તે વિવેકભાઈ, હાર્દિકભાઈનાં માતુશ્રીનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.21ના સાંજે 5થી 6 ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, રામ ચોક, વાંકાનેર છે.

ઇ-પેપરના નવા શુલ્ક