• શનિવાર, 13 એપ્રિલ, 2024

avsan nondh

ચક્ષુદાન

ધોરાજી : ધોરાજીનાં અવેડા ચોક વિસ્તારમાં રહેતા મણીબેન ધરમશીભાઈ માવાણીનું અવસાન થતાં પરિવારજનોનાં પ્રેરણારૂપ નિર્ણય સાથે સરકારી હોસ્પિટલને ચક્ષુદાન અર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં માનવ સેવા યુવક મંડળનાં ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકીનાં પ્રયાસોથી આ 231મું ચક્ષુદાન થયું હતું.

રાજકોટ: આર.પી.જોષી (કલા-સાહિત્ય મર્મજ્ઞ) તથા કિરીટ પી.જોષી (સ્ટેજ કલાકાર)ના માતા નિર્મળાબેન પ્રભાશંકર જોષી (ઉ.85)નું તા.21ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.23ના શુક્રવારે સાંજે 4થી 6, રાષ્ટ્રીય શાળા, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

જામનગર: ગો.વા.પ.ભ.કંચનબેન (ઉં.78) તે ગો.વા.વલ્લભદાસ મૂળજી લાલજી પંચમતિયા (સલાયાવાળા)ના પત્ની, તે બિપીનભાઈ, રાકેશભાઈ, ડો.ભાવનાબેન આશિષકુમાર ગણાત્રાના માતા તેમજ સ્વ.સુંદરજી રૂગનાથ દત્તાણી (જામકલ્યાણપુર)ના પુત્રીનું તા.21ના અવસાન થયું છે. ઉઠમણું તા.23ના સાંજે 4થી 4-30, પાબારી હોલ (સેલર)માં જામનગર ખાતે છે. પિયર પક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: જાગૃતિબેન જગદીશભાઈ કક્કડ (ઉં.57) તે જગદીશ ટ્રેડિંગ કંપની બેડી માર્કેટિંગ યાર્ડવાળા જગદીશભાઈના પત્ની, તે અરુણભાઈ, મુકેશભાઈ, કેતનભાઈના ભાભી તથા સ્વ.મોહનલાલ અમરશીભાઈ કારિયાના પુત્રીનું તા.22ના અવસાન થયું છે. બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.24ને શનિવારે સાંજે 4થી 6, આર્યનગરની વાડી, પેડક રોડ, રાજકોટ ખાતે છે.

મોરબી: ચા.મ.મો.બ્રાહ્મણ કિરણભાઈ પંડયા (ઉં.33) તે સ્વ.દલસુખરાય અમૃતલાલ પંડયાના પુત્ર, તે નયનાબેન પી.દવે (હરબટીયાળી)ના ભાઈ, તે સ્વ.ડાયાલાલ મહાશંકર દવે, સ્વ.િકશોરભાઈ ડાયાલાલ દવે (વાંકાનેર)ના ભાણેજનું તા.22ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું તા.24ને શનિવારે સાંજે 4થી 6, તેમના નિવાસ સ્થાન, અરૂનોદય નગર બ્લોક નં.128, મોરબી-2 ખાતે છે.

રાજકોટ: મહેશભાઈ અરજણભાઈ પિત્રોડા (ઉં.65) તે આતિષભાઈ, રવિનભાઈના પિતા, તે ઓધવજીભાઈ નારણભાઈ મારૂના જમાઈનું તા.18ને રવિવારે અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું તા.23ને શુક્રવારે 4થી 6, અમરનાથ મહાદેવ મંદિર, અમરનાથ ચોક, પીપળિયા હોલ મેઈન રોડ, રાજકોટ ખાતે છે.

રાજકોટ: રજનીકાંત જેન્તીલાલ પારેખ (ઉં.92)(િનવૃત્ત વેસ્ટર્ન રેલવે કર્મચારી) તે યોગેશભાઈ, મધુસુદનભાઈ, મૃદુલાબેન પ્રદીપભાઈ ભીંડે, ભાવનાબેન ભરતભાઈ આડતીયાના પિતાશ્રીનું તા.19ના અવસાન થયું છે. સ્વ.રજનીકાંતભાઈનાં પત્ની પ્રભાબેન પારેખનું તા.6 નવેમ્બરના અવસાન થયું હતું. બન્નેની સંયુક્ત પ્રાર્થનાસભા તા.23ને શુક્રવારે સાંજે 4-15થી 5-15 અમરનાથ મહાદેવ મંદિર, 3-જગન્નાથ પ્લોટ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક