ચક્ષુદાન
રાજકોટ: સૂર્યબાળાબેન હીરાલાલ ખજુરિયાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 413મું ચક્ષુદાન થયેલ છે.
પોરબંદર: જયેશભાઈ રમણીકભાઈ દોશી (પોરબંદર સ્થાનકવાસી જૈનસંઘના પૂર્વ મંત્રી)(ઉં.67) તે જીમીતભાઈ, રુમીતભાઈના પિતાશ્રી, તે ચાંદનીબેનના સસરા, તે રાજકોટ નિવાસી સ્વ.રમેશચંદ્ર છગનલાલ દોશીના જમાઈ, તે સ્વ.જયસુખભાઈ, અનિલભાઈ, સ્વ.કુંદનબેનના નાનાભાઈનું તા.1ના અવસાન થયું છે. ઉઠમણું શનિવાર તા.2ના 3-30થી 4, નાગરવાડામાં આવેલા સ્થાનકવાસી જૈન ઉપાશ્રય ખાતે ભાઈ-બહેનોનું સંયુક્ત છે.
રાજકોટ : રેખાબેન મોદી (ઉ.67) તે વિજયભાઈ અરવિંદભાઈ મોદીના પત્ની, જીતેનભાઈ, ઝુલેશભાઈ, કાજલબેન જીજ્ઞેશભાઈ ભાયાણીના માતુશ્રીનું તા.1નાં અવસાન થયું છે. ઉઠમણું તા.2નાં સવારે 10.30 થી 11.30 ગીત ગુર્જરી ઉપાશ્રય એરપોર્ટ રોડ રાજકોટ છે.
પોરબંદર : મુળ માંડવા હાલ પોરબંદરના જગજીવનભાઈ (જગુભાઈ) લાલજીભાઈ મોઢા (ઉ.93) તે સ્વ.રામશંકરભાઈ, ભગવાનજીભાઈ, નરભેશંકરભાઈ, સ્વ.રમેશભાઈના ભાઈ તથા પ્રવિણભાઈ, કિશોરભાઈ, રાજેન્દ્રભાઈ અને મુકેશભાઈના પિતાશ્રીનું તા.1ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.4નાં 4 થી 6 દરમિયાન ઝુંડાળામાં આવેલા શ્રી બરડાઈ બ્રાહ્મણ વિદ્યોતેજક યુવક મંડળ ખાતે છે.
રાજકોટ : સ્વ.કેશવલાલ લાભુભાઈ સુચકના પત્ની મંજુલાબેન (ઉ.87) તે સ્વ.જયંતિભાઈ, સ્વ.જગદીશભાઈ, કુસુમબેન હસમુખરાય ચંદારાણા, ઈન્દુબેન મુકુંદભાઈ કાછેલા, ભારતીબેન રાજેન્દ્રભાઈ ગણાત્રાનાં માતુશ્રી, સ્વ.અમિત, અભિષેક, અપૂર્વ, કૌશલ, શ્વેતા વિશાલ કક્કડનાં દાદીમાં, કરશનભાઈ વાઘજીભાઈ અટારા (બગસરા)ના દિકરીનું તા.30નાં અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.2નાં 4 થી 5 જાગનાથ મંદિર, ડો.યાજ્ઞીક રોડ,
રાજકોટ છે.
ખંભાળીયા : દશા સોરઠીયા વણીક સ્વ.વાલજીભાઈ શામજીભાઈ ધ્રુવના પુત્ર હેમંતભાઈ (ઉ.69) (તે ખંભાળીયા મહાદેવના ટ્રસ્ટી) તે સ્વ.કુમુદચંદ્ર, જયંતિભાઈ, જશવંતભાઈ (એસબીઆઈ)ના નાનાભાઈ, રામચંદ્રભાઈ, સ્વ.જીતેન્દ્રભાઈ (સીબીઆઈ) તથા જયસુખભાઈ (કો.કો.બેંક)ના મોટાભાઈ, ભાવેશ અને માનસીના પિતાનું તા.30નાં અવસાન થયું છે.
જામખંભાળીયા : સારસ્વત બ્રાહ્મણ સ્વ.હીરાલાલ લાલજીભાઈ સાતાના પુત્ર મહેન્દ્રભાઈ (ઉ.81) (આરટીઓ) તે સ્વ.ગીતેશભાઈ (ભીખુભાઈ)ના મોટાભાઈ, હિતેનભાઈ, જિજ્ઞાબેન તથા છાયાબેનના પિતાનું તા.30નાં અવસાન થયું છે.
રાજકોટ : પ્રફુલ્લાબેન દેવચંદભાઈ લોઢીયા (ઉ.78) (રિટાયર્ડ પ્રિન્સીપાલ શ્રી કોટક કન્યા વિનય મંદિર) તે સ્વ.દેવચંદભાઈના પુત્રી, મધુકાંતભાઈ, સ્વ.ડો.ઈલાબેન, સ્વ.ડો.બકુલભાઈનાં બહેનનું તા.30નાં અવસાન થયું છે. ઉઠમણું તા.2નાં 4 થી 5 શેઠ ઉપાશ્રય કે.કે.વી. હોલ પાસે, કાલાવડ રોડ, રાજકોટ છે.
રાજકોટ : મૂળ ધ્રોલ નિવાસી, હાલ રાજકોટ પ્રવિણચંદ્ર છોટાલાલ મહેતા (ઉ.86) તે અશોકભાઈ (એલઆઈસી), બિપીનભાઈ (ફુડ એન્ડ ડ્રગ), નિલેશભાઈ (બરોડા), લીનાબેન તુષારભાઈ મહેતા (બહેરીન)નાં પિતાશ્રીનું તા.1નાં અવસાન થયું છે. તા.3નાં સવારે 10 કલાકે પ્રાર્થનાસભા સવારે 11 કલાકે રાણી રેસીડેન્સી સોસાયટી હોલ, આયુર્વેદિક હોસ્પિટલ પાછળ, યુનિવર્સિટી રોડ, રાજકોટ છે.
રાજકોટ : સ્વ.નવીનભાઈ બાબુભાઈ સોલંકીના પુત્ર કિરીટભાઈ (ઉ.38)નું તા.1નાં અવસાન થયું છે.
રાજકોટ : સરોજબેન કૃષ્ણલાલ મણીયાર (ઉ.81) તે દિપકભાઈ મણીયાર, અને અશ્વિનભાઈ મણિયારના માતુશ્રી, વોઈસ ઓફ ડેના એમ.ડી.કૃણાલભાઈ મણિયારનાં દાદીમાનું તા.30નાં અવસાન થયું છે. સ્વર્ગસ્થની પ્રાર્થનાસભા તા.2નાં સાંજે 4 થી 5 નિલકંઠ મહાદેવ મંદિર, જલારામ-2, યુનિવર્સિટી રોડ રાજકોટ ખાતે છે.
ભંડારીયા : ભાડલા (ભંડારીયા) નિવાસી હાલ રાજકોટ રાજગોર બ્રાહ્મણ મનોજભાઈ મંડીર (ઉ.55) તે સ્વ.નટવરલાલભાઈ પરસોતમભાઈ મંડીરના પુત્ર, અશોકભાઈ, સુરેશભાઈ, ગીતાબેન ભુપતભાઈ મહેતાના ભાઈ, ભાવિક તથા ધારાબેનના પિતાશ્રી, લાભશંકર ભાણજીભાઈ ધાંધિયા (આટકોટ)ના જમાઈનું તા.1નાં ભંડારીયા મુકામે અવસાન થયું છે.
રાજકોટ : સોની મનોજભાઈ જેઠાલાલ રાણપરા (ઉ.61) તે સ્વ.જેઠાલાલ નારણજી રાણપરાના પુત્ર, સ્વ.હસમુખલાલ, સ્વ.મનહરલાલ તથા વિનોદભાઈના નાનાભાઈ, સન્નીભાઈ, ચાંદનીબેન અલ્પેશકુમાર પાટડીયાના પિતાશ્રી, સૃષ્ટિ અને દેવના દાદા, સ્વ.ઝવેરી લાલજીભાઈ જમનાદાસ રાધનપરાના જમાઈ, જયેશભાઈ, સંજયભાઈના બનેવીનું તા.30નાં અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું તા.2નાં સવારે 10 થી 12 ઝાલાવાડી વિશાશ્રીમાળી સોની સમાજની વાડી યુનિટ નં.1 ખીજડા વાળી શેરી, કોઠારીયા નાકા ચોક રાજકોટ છે . લૌકીક વ્યવહાર બંધ છે.
તાલાલા : હડમતીયા ગિરના ખીમજીભાઈ મણીભાઈ મારકણાના પુત્રવધૂ પ્રતિક્ષાબેન (ઉ.28) તે યોગેશભાઈના પત્નીનું તા.30ના અવસાન
થયું છે.
પોરબંદર : પ્રવિણચંદ્ર માલજીભાઈ અટારા (સેન્ટ્રલ બેંકના રિટાયર્ડ મેનેજર) તે વિરલભાઈ (પ્રમેય મેડીકલવાળા)ના પિતાશ્રી, દર્શનના દાદાનું તા.1ના અવસાન થયું છે. ઉઠમણું તા.2નાં 4.15 થી 4.45 લોહાણા મહાજન વાડીના પ્રાર્થનાસભા હોલમાં, ભાઈ બહેનોનું
સંયુકત છે.
ઉના : છારિયા ઉનેવાળ બ્રાહ્મણ સ્વ.મહાશંકર લાભશંકર જાનીના પત્ની કાન્તાબેન (ઉ.79) તે રાજેશભાઈ, અજયભાઈ, વર્ષાબેનના પિતા, વિશ્વાબેન, ગાયત્રીબેન, સાંભવિબેનના દાદી, સ્વ.ચંદ્રશંકર જાની, સ્વ.લજ્જાશંકર જાનીના નાના ભાઈના પત્ની, ડો.ગીરજાશંકર, વિશ્વનાથભાઈ, પ્રતાપભાઈ, અનંતરાય, હરેશભાઈના ભાભીનું તા.1નાં અવસાન થયું છે. સાદડી તા.2નાં શનિવારે, સાંજે 4 થી 6 સદગુરૂ કૃપા પ્લોટ નં.18, ઉન્નતનગર સોસાયટી ઉના છે.