• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

avsan nondh

ગઢડા(સ્વામીના): હાજી યુસુફભાઈ કાદરભાઈ તૈબાણી (ઉં.68) તે નિશારભાઈ, ઈમ્તિયાઝભાઈના વાલીદનું અવસાન થયું છે. જીયારત તા.2ને શનિવારે સવારે 10થી 11 પુરુષો માટે જુમ્મા મસ્જિદે તથા બહેનો માટે તેમના નિવાસ સ્થાને વીંછિયા પરા ખાતે છે.

રાજકોટ : મૂળ જામનગર નિવાસી, હાલ રાજકોટ, વિનોદબાળા મનહરલાલ ત્રિવેદી, તે નરેન્દ્રભાઈ (અમદાવાદ), તુષારભાઈ (રાજકોટ) રીટાબેન, રક્ષાબેન, સુચીત્રાબેનના માતુશ્રીનું તા.29નાં અવસાન થયું છે. બેસણું તા.30નાં સાંજે 4 થી 5 ‘આશુતોષ’ 3-જ્ઞાનજીવન સોસાયટી, રૈયા રોડ, રાજકોટ ખાતે છે.

રાજકોટ : કલ્પેશ ભગવતીપ્રસાદ ભટ્ટ (ઉ.47) તે સ્વ.ભગવતીપ્રસાદ મગનલાલ ભટ્ટના પુત્ર, મીતના પિતાશ્રી, કાશ્મીરાબેન વિનોદરાય જોષી, ભાવનાબેન મનોજકુમાર જાની તથા અલ્કાબેન જનકકુમાર વ્યાસના ભાઈ, બાબુભાઈ શિવશંકર રાજ્યગુરૂના જમાઈનું તા.30નાં અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું તા.2ના સાંજે 4 થી 6 અવધેશ્વર મહાદેવ મંદિર, નેત્રદીપ હોસ્પિટલની પાછળ, અયોધ્યા ચોક, રાજકોટ છે.

રાજકોટ : મોહનલાલ મેઘજીભાઈ પાબારીના મોટા પુત્ર હસમુખલાલ પાબારી તે નાથાલાલ દેવજીભાઈ રાજવીરના જમાઈ, રજનીભાઈ, રમણીકભાઈ, જયોત્સનાબેન અનિલકુમાર સાગલાંણી, સ્વ.ઈલાબેન કૃષ્ણકાંત કોટકના મોટાભાઈ, યોગેશભાઈ, મયુરભાઈ, કિરણબેન હિરેનકુમાર રૂપારેલીયાના પિતાશ્રી અને જયદીપ, વિશાલ, ધવલના ભાઈજીનું તા.29નાં અવસાન થયું છે. ઉઠમણુ, પિયરપક્ષની સાદડી તા.1ને શુક્રવારે સાંજે 4 થી 5 અવંતિકા પાર્ક-1 શિતલ પાર્ક મેઈન રોડ, ઉગતાપોરના મેલડીમાં મંદિર સામે, રાજકોટ છે. મો. 93741 06149

જૂનાગઢ: વંથલી નિવાસી હાલ જૂનાગઢ સ્વ.અનિલભાઈ શામળદાસ વસાનાં પત્ની મંજુલાબેન (ઉં.78) તે હિરેનભાઈ વસા, ફોરમબેનનાં માતુશ્રી, તે જિજ્ઞાબેન, જતીનભાઈનાં સાસુ, તે અર્પિત, કશિશનાં દાદીનું તા.30ના અવસાન થયું છે. ઉઠમણું તા.1ના સવારના 10 કલાકે હેમાભાઈના વંડામાં, ઉપરકોટ રોડ, જૂનાગઢ ખાતે છે.

જૂનાગઢ: ઉકાભાઈ રામજીભાઈ ચાંદેગરાનાં પત્ની દમયંતીબેન (ઉં.63) તે સ્વ.કિરીટભાઈનાં માતુશ્રી, તે હર્ષનાં દાદીનું તા.29ના અવસાન થયું છે. બેસણું તા.1ના સાંજે 4થી 6, તેમનાં નિવાસસ્થાન, અંબિકા એપાર્ટમેન્ટ, નહેરૂપાર્ક સોસાયટી, ગરબી ચોક સામે જૂનાગઢ છે.

વાંકાનેર: ગીરધરલાલ લાલજીભાઈ ભલસોડના પુત્ર અશોકભાઈ (ઉં.45) તે વૈદભાઈ, રેન્સી, હેન્સીકા, હીરવાના પિતાશ્રી, તે નારણભાઈ લાલજીભાઈના ભત્રીજાનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.1ના સાંજે 4થી 6, તેમનાં નિવાસ સ્થાને, કુંભારપરા-2, વાંકાનેર છે.

મોરબી: હર્ષદરાય બચુભાઈ ભટ્ટ (ઉં.78)(નિવૃત્ત ડ્રાઈવર પીજીવીસીએલ) તે સ્વ.નવનીતભાઈ, કિરણભાઈ, ભરતભાઈ, સરોજબેન, સ્વ.મહેશ્વરીબેન, રેખાબેનના ભાઈ, તે આનંદભાઈ ભટ્ટ (જુ.એન્જિ.પીજીવીસીએલ), રાજુભાઈ, અરૂણાબેન પ્રણવકુમાર વૈદ્ય (ભાવનગર) અને રશ્મીબેન સંદીપકુમાર ત્રિવેદી (રાજકોટ)ના પિતાશ્રી, તે સ્વ.શાંતિલાલ કાનજીભાઈ રાવલ (બગથળા-મોરબી)ના જમાઈનું તા.30ના અવસાન થયું છે. બેસણું, શ્વસુર પક્ષની સાદડી તા.2ના સાંજે 4થી 6, 70-રોટરીનગર, લાલબાગ સેવાસદન પાછળ, વેજિટેબલ રોડ, સામાકાંઠે મોરબી-2 છે.

ભાવનગર: ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ મૂળ અમરેલી નિવાસી મંજુલાબેન બાપુલાલ પંડિત (ઉં.88) તે ભરતભાઈ પંડિત, જ્યોત્સનાબેન બાપુલાલ પંડિત (અમરેલી), બિન્દુબેન સંજયકુમાર જોષી (ભાવનગર) તથા ગીતાબેન સુરેશકુમાર ભટ્ટ (કેશોદ)નાં માતુશ્રી, તે કિંજલબેન, હાર્દિકભાઈ પંડીતનાં દાદીનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.2ના સાંજે 4થી 6, શ્રી “ગણેશ’’ વિદ્યાનગર-3, લાઠી રોડ, અમરેલી છે.

રાજકોટ: મૂળ વાસાવડ નિવાસી હાલ રાજકોટ લાભશંકર પોપટલાલ જોષી (ઉં.91) તે નિર્મલભાઈ, ભાસ્કરભાઈ, મનીષભાઈ, રાકેશભાઈ તેમજ સચિનભાઈ જોષીના પિતાશ્રીનું તા.30ના અવસાન થયું છે. બેસણું શનિવારે તા.2ના 4થી 6, રાજકોટ તેમનાં નિવાસસ્થાને છે. મો.નં.99041 82368.

ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના માતુશ્રીનું અવસાન

મોરબી: લીલાપર ગામના વતની અને હાલ મોરબી જયાબેન હરખજીભાઈ દેથરિયા (ઉં.97) તે વશરામભાઈ દેથરિયા, દુર્લભજીભાઈ દેથરિયા (ધારાસભ્ય-ટંકારા પડધરી)ના માતુશ્રી, તે નિલેશભાઈ અને રવિભાઈના દાદીનું તા.30ના અવસાન થયું છે. બેસણું તા.2ના સવારે 8થી 10, તેઓના નિવાસ સ્થાન, એન્ટીલા હિલ્સ, લીલાપર-કેનાલ રોડ, મોરબી છે.

Budget 2024 LIVE