ભાવેણાનું 5199મું ચક્ષુદાન
ભાવનગર: કનકસિંહ બળવંતસિંહ ગોહિલ (ઉં.68)નું તા.15ના અવસાન થતા સદગતની ઈચ્છા અનુસાર તેમના કુટુંબીજનોએ ચક્ષુદાનનું પુણ્ય કાર્ય કર્યું હતું. રેડક્રોસ દ્વારા ડો.પ્રકાશભાઈ ભટ્ટ અને મેડિકલ ટીમ દ્વારા ચક્ષુદાન સ્વીકારવામાં આવેલ. જે રેડક્રોસ ભાવનગર દ્વારા 5199મું ચક્ષુદાન થયું છે. રેડક્રોસ દ્વારા ચક્ષુદાતા પરિવારનો આભાર વ્યક્ત કરાયો હતો.
અમરેલી: દિનકરરાય છોટાલાલ જાનીના પત્ની પુષ્પાબેન તે સતિષભાઈ, મનોજભાઈ, હેમલતાબેન, મનીષાબેનના માતુશ્રી, તે નીરવ, દીપ, અંકિતા, દિશા, તપન, કૌશલના દાદીનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.30ના સાંજે 4 થી 6, ચક્કરગઢ રોડ, આનંદનગર, શેરી નં.7-એ, રામજી મંદિરે છે.
પોરબંદર: મહેન્દ્રભાઈ લક્ષ્મીદાસ કોટેચા (ઉ.83) તે કમલેશભાઈ, બીજલબેન, ફેનાલીબેનના પિતાશ્રી, તે કોમલબેન, આનંદભાઈ અશોકભાઈ રાયચુરા (હોંગકોંગ), કૃણાલભાઈ મહેશભાઈ ચંદારાણા (યુગાન્ડા)ના સસરા, તે સ્વ.મધુભાઈ, સ્વ.રમેશભાઈ, કિશોરભાઈ, જગદીશભાઈ, દક્ષાબેન, ઈલાબેન, નીમુબેનના મોટાભાઈ, તે સ્વ.મણિલાલ ભીમજી કારીયાના જમાઈનું તા.26ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, શ્વસુર પક્ષની સાદડી તા.30ના 4-15 થી 4-45, લોહાણા મહાજન વાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત છે.
સાવરકુંડલા: કૃષ્ણલાલ મગનલાલ વ્યાસ (ઉ.78) તે જીતેન્દ્રભાઈ, ગોપાલભાઈના પિતાશ્રીનું તા.23ના અવસાન થયું છે.
રાજકોટ: બિપિનભાઈ ઈશ્વરલાલ (મનુભાઈ) મકવાણાનું તા.27ના અવસાન થયું છે. બેસણું તા.30ના 4 થી 6, રામવાડી મંદિર, કરણપરા શેરી નં.3, રાજકોટ છે.
રાજકોટ: ખાંટ સરવૈયા બાબુભાઈ નારણભાઈ (ઉ.61) વડિયા નિવાસી હાલ રાજકોટ તે ઉકાભાઈ તેમજ કનુભાઈના ભાઈનું તા.27ના અવસાન થયું છે. બેસણું તા.30ના સાંજે 4 થી 6, ખોડિયારનગર-1 બંધ શેરી, એસ.કુમાર ટેઈલર સામે, ગોંડલ રોડ, એસ.ટી.વર્કશોપ પાછળ, રાજકોટ છે. વડિયા મુકામે તા.29ના બુધવારે રાત્રે 9 કલાકે રાખેલ છે.
જૂનાગઢ: રીતેશ ટીંબલીયા (ઉ.42) તે મનસુખભાઈ વશરામભાઈ પુત્ર, તે પ્રેમના પિતાનું તા.27ના અવસાન થયું છે. બેસણું તા.1ના સાંજે 4 થી 6, વરિયા વંશ પ્રજાપતિ જ્ઞાતિની વાડી, ગિરનાર રોડ, જૂનાગઢ છે.
જસદણ : દશા મોઢ માંડલીયા વણિક મહેશકુમાર મનસુખલાલ વડોદરિયા (ઉ.67) તે તેજસભાઈ વડોદરિયા (ઓફિસર એસબીઆઈ), ભૂમિકાબેન ગાંગડીયા (ઢસા)ના પિતાશ્રી, ભરતભાઈ વડોદરિયાના મોટાભાઈનું તા.28ના અવસાન થયું છે. ઉઠમણું, પ્રાર્થનાસભા તા.30ના સાંજે 4 થી 5, ગાયત્રી મંદિર જસદણ છે.
કોડીનાર : મુંબઈ નિવાસી સ્વ.સુર્યકાંત મોહનલાલ રાજપોપટના ધર્મપત્ની સરલાબેન (ઉ.71) તે સ્વ.છગનલાલ કાલીદાસ વિઠલાણીની પુત્રી, કાંતિલાલ (સોનગઢ), સ્વ.કુમનલાલ (વેળવા)ના ઈન્દુબેન રૂપાભીંડા (તળાજા)ના બેનનું તા.26ના અવસાન થયું છે. પિયરપક્ષની સાદડી તા.30નાં 4 થી 6 જંગલેશ્વર મંદિર હોલ, કોડીનાર ખાતે છે.
રાજકોટ : જલગાંવ નિવાસી સુશીલાબેન ભોગીલાલ લાઠીગરા તે રાજકોટ નિવાસી કપુરચંદભાઈ લક્ષ્મીચંદભાઈ ઝીંઝુવાડીયાનાં પુત્રી, સ્વ.ચીમનલાલ, સ્વ. દિલીપભાઈ, સ્વ.રમેશભાઈ, શ્રી કિરીટભાઈ, સરોજબેન કિશોરકુમાર ચોકસી, હસુમતીબેન જગદીશકુમાર રાજપરાના બહેનનું તા.27નાં અવસાન થયું છે. સાદડી તા.30ના સાંજે 4 થી 6 ત્રિલોક મહાદેવનું મંદિર, 3-ચંપકનગર, સંતકબીર રોડ, રાજકોટ છે.
ભાવનગર : સગાળીયા (તા.ધ્રોલ) નિવાસી હાલ ભાવનગર મનહરબા ચંદ્રસિંહ જાડેજા (ઉ.91) તે હરવદનસિંહ (ભાવ.ડી.બેંક)ના માતુશ્રી, ઘનશ્યામસિંહ મેરૂભા જાડેજા (રીટા.એકઝી.એન્જી), હાલુભા એસ.જાડેજા (રીટા.એકઝી.એન્જી), બહાદુરસિંહ એમ.જાડેજા (રીટા.ડે.એકઝી.એન્જી), ઈન્દ્રસિંહ કે.જાડેજા (જીઈબી) તથા અનિલસિંહ યુ.જાડેજા (રીટા.ડી.વાય.એસ.પી.)ના ભાભી, વિક્રમસિંહ બી.જાડેજા (આશાપુરા ફાઈનાન્સ, અમદાવાદ)ના કાકી, દિવ્યરાજસિંહ એમ.જાડેજા (ઈન્કમટેક્ષ ઓફિસર) અને રત્નદિપસિંહ એમ.જાડેજા (સુમો ઈન્ડેન ગેસ એજેન્સી તથા મહામંત્રી, વોર્ડ નં.10, ભાજપ, રાજકોટ)ના ભાભુ તથા ગીરીરાજસિંહ એચ.જાડેજાના દાદીનું તા.26નાં અવસાન થયું છે. બેસણું તા.30ના શક્તિમાનું મંદિર, કાળીયાબીડ, ભાવનગર ખાતે છે.
રાજકોટ : દિલીપસિંહ ગંભીરસિંહ પરમાર તે ચંદ્રસિંહ, ભગવતીસિંહ, રણજીતસિંહ, શિવરાજસિંહના ભાઈ તથા સંગીતા, મીરા, હેતલ વત્સલના પિતાશ્રીનું તા.27નાં અવસાન થયું છે. બેસણું તા.30ના સાંજે 4 થી 6 રંગીલેશ્વર મહાદેવ મંદિર, હસનવાડી શેરી નં.2, રાજકોટ છે.