• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

avsan nondh

સાવરકુંડલા: તેહમીનાબેન સુલતાનભાઈ (ઉ.61) તે અબ્દુલ્લાભાઈ મુ.ગુલામ હુસેન કાચવાલાના પત્ની તથા અલીફિયાબેન (કોઈમ્બતુર), સકીનાબેન (પાલીતાણા), ખદીજાબેન (જામનગર) અને અબીલફઝલભાઈના માતાનું તા.27ના અવસાન થયું છે. જીયારત તા.29ને બુધવારના 11-30 વાગે ઈઝી મસ્જીદ સાવરકુંડલા ખાતે છે.

સાવરકુંડલા: કૃષ્ણલાલ મગનલાલ વ્યાસ (ઉ.23) તે જીતેન્દ્રભાઈ તથા ગોપાલભાઈના પિતાનું તા.23ના અવસાન થયું છે.

સાવરકુંડલા: ડોક્ટર હીરાબેન વોરા (ઉ.94) તે ડોક્ટર ઉષાકાન્તભાઈ વોરાના પત્ની તથા ધિલેનભાઈના માતૃશ્રીનું તા.27ના અવસાન થયું છે.

મેંદરડા: અરણીયાળા નિવાસી જયંતિલાલ ગોપાલદાસ ગોંડલીયા (ઉ.56)(આચાર્ય, નોંજણવાવ પ્રા.શાળા) તે હિતેન્દ્રભાઈના ભાઈ, તે ઉત્સવના પિતાશ્રીનું તા.26ના અવસાન થયું છે. બેસણું મેંદરડા મુકામે તા.30ના ગુરૂવારે પંચનાથ મહાદેવ મંદિર, સરદારનગર ખાતે સાંજે 4 થી 5 છે.

મોરબી: વિનુભાઈ ગોવિંદભાઈ વિંધાણી તે રાજેશભાઈ તથા ધર્મેશભાઈના પિતાનું અવસાન થયું છે. બેસણું તા.30ને ગુરૂવારે બપોરે 3 થી 5, વાણંદની વાડી, વાંકાનેર દરવાજા, જવેરી શેરીના નાકે, મોરબી ખાતે છે.

ઉપલેટા: નીતાબેન (ઉ.74) તે સ્વ.નારણભાઈ વશરામભાઈ ચૌહાણના પત્ની, તે હિતેશભાઈ, ભાવેશભાઈના માતૃશ્રી અને જૈમીન, દેવલ, ફોરમ તથા દિપેનના દાદીનું તા.27ને સેમવારે અવસાન થયું છે. બેસણું તા.30ને ગુરૂવારે 4 થી 6, શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ, કોર્ટ પાછળ, બાપુના બાવલા ચોક, ઉપલેટા મુકામે છે.

રાજકોટ: કિશોરપરી મનસુખપરી ગોસ્વામી તે ધીરજપરીના નાનાભાઈ, તે મહેશપરી તથા મુકેશપરીના મોટાભાઈ તેમજ મયંકપરીના કાકાનું તા.25ના અવસાન થયું છે. બેસણું તા.30ને ગુરૂવારે સાંજે 4 થી 6, આનંદનગર કોલોની, બે માળના ક્વાર્ટર, ખોડીયાર ચોક, બ્લોક નં.333, રાજકોટ ખાતે છે.

રાજકોટ: વસુમતિબેન અનિલભાઈ વૈદ્ય (ઉ.84) તે સંજયભાઈ અનિલભાઈ વૈદ્યના માતુશ્રીનું તા.26ને રવિવારે અવસાન થયું છે.

કોડીનાર: સરલાબેન મોહનલાલ રૂપારેલ (ઉ.60) તે સ્વ.મોહનલાલ દેવચંદભાઈ રૂપારેલના પુત્રી તેમજ નવલભાઈ, મહેન્દ્રભાઈ, નિલેશભાઈ તથા પ્રમોદભાઈના બહેનનું તા.27ના અવસાન થયું છે. ઉઠમણું તેમજ પ્રાર્થનાસભા તા.28ને મંગળવારે સાંજે 4 થી 5-30, જંગલેશ્વર મંદિર, કોડીનાર ખાતે છે.

રાજકોટ: રાજકોટ નિવાસી લલીતાબેન (ઉ.96) તે સ્વ.બાબુલાલ જમનાદાસ શિંગાળાના પત્ની, તે વસંતલાલ, અશ્વિનભાઈ અને રાકેશભાઈ  શિંગાળાના માતુશ્રી, તે સચીનભાઈ, યોગેશભાઈ, રીતેશભાઈ, દીપેશભાઈ, રાહુલભાઈ અને ગૌરવભાઈ શિંગાળાના દાદીમાનું તા.26ના અવસાન થયું છે. ઉઠમણું પિયર પક્ષનું સાથે તા.30ને ગુરૂવારે સાંજે 4 થી 6, જંક્શન કો.ઓ.હાઉસીંગ સોસાયટી મેઈન રોડ, ગૌરેશ્વર મહાદેવ મંદિર, હંસરાજનગર, રાજકોટ ખાતે રાખેલ છે.

વેરાવળ: દર્શિત તે સ્વ.નલીનભાઈ જોષીપુરા તથા ગં.સ્વ.ઉમાબેનના પુત્ર, તે ખેવના હેમાંગભાઈ માંકડ તેમજ તેજસના મોટાભાઈ, તે મહેશભાઈના ભત્રીજાનું તા.26ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.30ને ગુરૂવારે સાંજે 4 થી 5, બિલેશ્વર મંદિર, ડાભોર રોડ, શિક્ષક કોલોની, વેરાવળ મુકામે છે.

મોરબી: કિશોરભાઈ કાંતિલાલ રાવલ (ઉ.83) તે બલદેવભાઈ, અશોકભાઈના ભાઈ, તે સુનિલ, અર્પણના પિતાનું તા.27ના અવસાન થયું છે. બેસણું તા.30ને ગુરૂવારે સાંજે 4 થી 6, તેમના નિવાસ સ્થાન નિર્મલ નિવાસ, મંગલ ભુવન ચોક, નાગર પ્લોટ, મોરબી ખાતે છે.

 

Budget 2024 LIVE