• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

avsan nondh

હાસ્યકાર સાંઈરામ દવેના માતુશ્રીનું અવસાન : આજે પ્રાર્થનાસભા

રાજકોટ : શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ વિષ્ણુપ્રસાદ કેશલલાલ દવે (પ્રસાદજી)ના પત્ની સરોજબેન તે પ્રશાંતભાઈ (સાંઈરામ દવે), કિશનભાઈ (એવીપીટીઆઈ રાજકોટ), અમિતભાઈ (નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમ)ના માતુશ્રી, જામનગર નિવાસી સ્વ.જશવંતભાઈ ઈ.શુકલના પુત્રીનું તા.26ને રવિવારે અવસાન થયું છે. પ્રાર્થનાસભા, પિયરપક્ષની સાદડી સાથે તા.27ને સોમવારે સાંજે 4થી 6 સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ, કોટેચા ચોક પાસે, કાલાવડ રોડ રાજકોટ ખાતે રાખેલ છે. મો.નં.97277 18950, 99250 18950, 99250 19950.

 

ચક્ષુદાન

રાજકોટ: જયશ્રીબેન દિનેશભાઈ રાઠોડનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન  જાગૃતિ અભિયાનમાં કુલ 412મું ચક્ષુદાન થયેલ છે. આ નવેમ્બર મહિનામાં નવમું ચક્ષુદાન થયેલ છે.

ચક્ષુદાન

ધોરાજી: ખેડૂત ડાયાભાઈ રૂપારેલિયાનું અવસાન થતા જે.જે.િવરાણીએ સ્વર્ગસ્થના ચક્ષુદાન કરવા અંગે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરિયા અને સાગર સોલંકીને જાણ કરતા સરકારી હોસ્પિટલના ચક્ષુદાન સેન્ટરના અધિકારી ડો.જયેશ વેસેટીયન અને મેડિકલ ટીમના દીપક ભાસ્કર અને રોહિત સોંદરવા વગેરેએ સેવાઓ બજાવી હતી. આ તકે શૈલેષભાઈ રૂપારેલિયા, કિશોરભાઈ રાબડિયા, રાજુભાઈ માથુકિયા, પૂર્વરાજ રૂપારેલિયા, વિક્રમભાઈ વઘાસિયા વગેરે ઉપસ્થિત હતા.

મોવિયા (ગોંડલ): પ્રાગજીભાઈ જેઠાભાઈ ચાંગેલા (ઉ.88) તે રાજેશભાઈ ચાંગેલા, જીવનભાઈ ચાંગેલાના બાપુજી, તે હર્ષભાઈ ચાંગેલા, ભગીરથભાઈ ચાંગેલાના દાદાનું તા.26ના અવસાન થયું છે. બેસણું ગુરૂવારે તા.30ના સવારે 8 થી 12, મોવિયા નિવાસ સ્થાને છે.

જામનગર: ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ વિલાસબેન જન્મશંકર ભટ્ટ (ઉ.86) તે સ્વ.જન્મશંકર હરિલાલ ભટ્ટના પત્ની, તે સુનીલભાઈ ભટ્ટ (િરલાયન્સ સ્કૂલ), સ્વ.હંસાબેન ભરત ભટ્ટ (જામનગર), ભાવનાબેન અશોક પંડયા (પોરબંદર), પલ્લવીબેન ચંદ્રકાંત રાવલ (પુના), જાગૃતિબેન જયંત રાવલ (જૂનાગઢ)ના માતુશ્રી, તે નિધીબેન સુનીલ ભટ્ટના સાસુ, તે ઋષિરાજ ભટ્ટ, પ્રયાગરાજ ભટ્ટના દાદીનું તા.24ના અવસાન થયું છે. પ્રાર્થના સભા, બેસણું તા.27ના સાંજે 4 થી 4-30, પાબારી હોલ, તળાવની પાળ, જામનગર છે. મો.નં.99989 59328, 70161 13308

જૂનાગઢ: હરિદાસ જોબનપુત્રા (ઉં.54)(જેડીસીસી બેન્ક) તે સ્વ.પોપટલાલ જમનાદાસ જોબનપુત્રાના પુત્ર, તે રીટાબેનના પતિ, તે ગોપીબેન રાજેશકુમાર પુજારા (નંદબાર), હિતેશભાઈ, અતુલભાઈના ભાઈ, તે નવીનચંદ્ર ચોલેરા (જીઈબી)ના જમાઈનું તા.26ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.27ના સાંજે 4થી 5, ભૂતનાથ મંદિર, સત્સંગ હોલ ખાતે છે.

ઉપલેટા: બિન્દુબેન જીતેન્દ્રભાઈ દવેનું તા.25ના અવસાન થયું છે. બેસણું તા.27ના બપોરે 4થી 5, રામજી મંદિર, નવાપરા ચોરા ખાતે છે.

રાજકોટ: મનહરલાલ લક્ષ્મણદાસ મંગલાણીના પુત્ર નિલેશકુમાર (ઉં.32) તે કિશોરભાઈ (પીડબલ્યુડી), વિજયભાઈ (એસબીઆઈ), રાજકુમાર (િસન્ડિકેટ બેન્ક)ના ભત્રીજાનું તા.26ના અવસાન થયું છે. બેસણું તા.28ના સાંજે 5થી 6 અને ઉઠમણું સાંજે 6 કલાકે નિરંજની સો.કોમ્યુનિટી હોલ, રામેશ્વર ચોક, સુભાષનગરની પાછળ, રાજકોટ છે.

રાજકોટ: વર્ષાબેન સતીષભાઈ રાઠોડ (ઉં.60) તે સતીશભાઈ મોતીલાલ રાઠોડના પત્ની, તે ગ્રીષ્મા કપિલકુમાર ચંદારાણા, તે નીવા શુભમકુમાર પાઠકના માતુશ્રીનું તા.25ના અવસાન થયું છે. બેસણું તા.27ના સાંજે 4-30થી 5-30, ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, અજંતા, જનકપુરી સોસાયટી, સાધુવાસવાણી રોડ, ગંગોત્રી ડેરી વાળી શેરી, રાજકોટ છે.

પોરબંદર: મયુરભાઈ ભગવાનલાલ ઠાકર (ઉં.63) તે યોગેશભાઈના ભાઈનું તા.25ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું રાખેલ છે.

જામખંભાળિયા: કાન્યકુબ્જ બ્રાહ્મણ નવીનચંદ્ર દવે (ઉં.78)  તે સ્વ.નટવરલાલ વેણીલાલ દવેના પુત્ર, તે સ્વ.રમાકાંતના નાનાભાઈ, તે રંજનબેન નરેશભાઈ જોષી (જામનગર)ના મોટા ભાઈ, તે સંદીપ દવે, હિરેન દવે અને તૃપ્તિ અશોકકુમાર જોષી (કલોલ)ના કાકાનું તા.25ના અવસાન થયું છે. બેસણું તા.27ના બપોરે 4-30 થી 5, શરણેશ્વર મહાદેવ મંદિર, જવેરી બજાર, જામખંભાળિયા છે.

તાલાલા: રમળેચી ગિરના ગફારભાઈ મામદભાઈ કુરેશી (કુરેશી બાગવાળા)ના પુત્ર આદીલભાઈ (ઉં.38) તે પરવેઝભાઈના ભાઈનું તા.26મીએ અવસાન થયું છે. બેસણું તા.30ને ગુરુવારે બપોરે 3થી 6, કુરેશી બાગ ખાતે છે.

રાજકોટ: સ્વ.લક્ષ્મીદાસ ગોરધનદાસ કેશરિયાના પુત્ર ભરતભાઈના પત્ની, તે સ્વ.મણિલાલ ગંગારામ સોમૈયા (મોરબી)ના પુત્રી મીનાબેન કેશરિયા તે વિરલ, વિધિ, અક્ષયના માતુશ્રી, તે નીતિનભાઈ, હિતેશભાઈના ભાભીનું તા.26ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.27ના સાંજે 4થી 5, ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટ છે.

 

Budget 2024 LIVE