• મંગળવાર, 18 જૂન, 2024

avsan nondh

વેરાવળ: દિનેશકુમાર બબલદાસ ઠક્કર (ઉં.80) તે સ્વ.કરશનદાસ વૃજદાસ કારિયા (દાત્રાણા)ના જમાઈ, તે રોહિતભાઈ કારિયા, કાંતિભાઈ, ભરતભાઈ (દાત્રાણા)ના બનેવીનું તા.24ના અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી તા.27ના સાંજે 4થી 5, ગાયત્રી મંદિર, સત્સંગ હોલ, ડાભોર રોડ, વેરાવળ છે.

અમરેલી: વાલજીભાઈ હીરજીભાઈ ટાંક (ઉં.88) તે ગોરધનભાઈ, પંકજભાઈ, કૌશિકભાઈ, સરોજબેનના પિતાશ્રી, તે સ્વ.કરશનભાઈ, પ્રેમજીભાઈ, સ્વ.મગનભાઈના ભાઈનું તા.24ના અવસાન થયું છે. બેસણું તા.27ના બપોરના 3થી 6, માવતર કૃપા, માણેકપરા શેરી નં.4-અ, કાઠી બોર્ડિંગની સામે, અમરેલી છે.

કોડિનાર: મૂળ રાણસીકી હાલ રાજકોટ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મંગળાબેન બાલકૃષ્ણભાઈ દવે (ઉં.96) તે રોહિતભાઈ (વડોદરા), બીપીનભાઈ (રાજકોટ), હરેશભાઈ (કેનેડા), ઘનશ્યામભાઈ (કોડિનાર)ના માતૃશ્રીનું તા.25ના અવસાન થયું છે. બેસણું તા.27ના સાંજે 4થી 6, સિદ્ધનાથ મહાદેવ મંદિર, શારદાનગર સોસાયટી, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

બગસરા: વેરિયા વંશ પ્રજાપતિ ધોળીબેન જીવરાજભાઈ ચરોલિયા (ઉં.85) તે સ્વ.છગનભાઈ, દિનેશભાઈ, શારદાબેન જેન્તીભાઈ (મોણપરી), જશુબેન ધરમશિભાઈ (િવસાવદર) તથા ભાવનાબેન મનસુખલાલ (ગીગાસણ)ના માતા, તે ધવલભાઈ, કૌશિકભાઈ, આશિષભાઈ તેમજ મયુરભાઈના દાદીનું તા.25ના અવસાન થયું છે. બેસણું તા.27ના સાંજે 4 થી 6, તેમના નિવાસ સ્થાને, નટવરનગર, બગસરા છે.

રાજકોટ: વર્ષાબેન રાઠોડ (ઉં.60) તે સતીશભાઈ મોતીલાલ રાઠોડના પત્ની, તે ગ્રીષ્મા કપિલકુમાર ચંદાણા, નીવા શુભમકુમાર પાઠકના માતુશ્રીનું તા.25ના અવસાન થયું છે. બેસણું તા.27ના સાંજે 5થી 6, ઓમકારેશ્વર મહાદેવ મંદિર, સરકારી કર્મચારી સોસાયટી મેઈન રોડ, કિડવાઈનગર, રૈયા રોડ,

રાજકોટ છે.

વાંકાનેર: સ્વ.રમણીકલાલ ત્રિભોવનદાસ ખીરૈયાના પત્ની રમીલાબેન (ઉં.79) તે રાજેશભાઈ, સ્વ.કમલેશભાઈ, અશોકભાઈ, જયેશભાઈ, નીતિનભાઈ, અંજનાબેન જયેન્દ્રભાઈ બુદ્ધદેવના માતુશ્રી, તે ગોવિંદજી કાલીદાસ ખખ્ખરની દીકરીનું તા.24ના અવસાન થયું છે. ઉઠમણું, પિયરપક્ષની સાદડી તા.27ના સાંજે 5 (પાંચ) કલાકે, ફળેશ્વર મહાદેવ મંદિર, જડેશ્વર રોડ, વાંકાનેર છે.

પોરબંદર: હંસાબેન (ઉષાબેન) (ઉં.62) તે મહેન્દ્રભાઈ (મેનાકાકા) રૂપારેલના પત્ની, તે કિરીટભાઈ, કિરણભાઈ, દિલીપભાઈના ભાભી, તે પરાગભાઈ, રવિભાઈ, મીતુબેન (પ્રીયંકાબેન)ના માતૃશ્રી, તે પ્રિયાબેન, ધર્મિષ્ઠાબેન અને યોગેશભાઈના સાસુનું તા.24ના અવસાન થયું છે.

બગસરા: વિપુલભાઈ શામજીભાઈ કાછડીયાના પત્ની આરતીબેન (ઉં.33) તે હેત, કુંજના માતાનું તા.25ના અવસાન થયું છે. બેસણું તા.27ના સાંજે 4થી 6, તિરૂપતિનગરની બાજુમાં, બગસરા છે.

રાજકોટ: સ્વ.ચંદ્રિકાબેન હસમુખરાય કોઠારી (ઉં.76) તે સ્વ.હસમુખરાય કપુરચંદ કોઠારીના પત્ની, તે રાકેશભાઈ, જીજ્ઞેશભાઈ, મનોરથભાઈ, મનીષાબેન અશ્વિનભાઈ મેહતાના માતૃશ્રીનું તા.25ના અવસાન થયું છે. બેસણું તા.27ના સવારે 10 થી 11, શ્રમજીવી ઉપાશ્રય, શ્રમજીવી સોસાયટી, ઢેબર રોડ, ગુરુકુળની સામે, રાજકોટ છે.

જૂનાગઢ: વિશાશ્રીમાળી જૈન વણિક મનોજ રતિભાઈ દોશી (સંઘ કાર્યકર) તે સ્વ.રતિલાલ ઠાકરશીભાઈ દોશીના પુત્ર, તે હેમલભાઈના પિતા, તે પ્રફુલ્લભાઈ, લલિતભાઈ, દિલીપભાઈ અને અતુલભાઈના ભાઈનું તા.22ના અવસાન

થયું છે.

રાજકોટ: કાન્તાબેન બાબુભાઈ પરસાણિયા (ઉં.69) તે બાબુભાઈનાં પત્ની, તે દિવ્યેશભાઈનાં માતુશ્રીનું તા.24ના અવસાન થયું છે. બેસણું તા.27ના સવારે 8થી સાંજે 5, કડવા પટેલ સેવા સમાજ, કોડવાવ, તા.

માણાવદર છે.

રાજકોટ: રાજેન્દ્રભાઈ જયંતીલાલ ભટ્ટ (ઉં.67) તે અનિલાબેનના પતિ, તે વિશાલ, ધરતી ચિરાગભાઈ જોષી, પૂજા રવિકુમાર મહેતાના પિતાશ્રી, તે કનકરાય જયંતીલાલ ભટ્ટ, જ્યોતિબેન વિનોદરાય જોષી, સુધાબેન કનકરાય ભટ્ટના ભાઈ, તે કાવ્યા, પ્રાંશુના દાદાનું તા.24ના અવસાન થયું છે. બેસણું તા.26ના સાંજે 4થી 5-30, શિલ્પન ઓનેક્સ ક્લબ હાઉસ, ગંગોત્રી પાર્ક મેઇન રોડ, પાટીદાર ચોક પાસે, રાજકોટ છે.

રાજકોટ:  ટંકારા નિવાસી હાલ પડધરી વિનોદરાય છગનલાલ ગાંધી (ઉં.73) તે છગનલાલ ચત્રભુજના પુત્ર, તે સ્વ.શીલાબેનના પતિ, તે લોચનના પિતા, તે સ્વ.ચીમનલાલ, સ્વ.લીલીબેન, સ્વ.સવિતાબેન, સ્વ.ઈંદુબેન, ભાનુબેનના લઘુબંધુ, તે રંજનબેનના દિયર, સ્વ.િદલીપભાઈ, નિલેશભાઈ, દિપેશ, ઋષભ તેમજ કૃતિના કાકા, તે જયંતીલાલ મૂળજીભાઈ વારિયાના જમાઈનું તા.25ના અવસાન થયું છે. બેસણું તા.27ના સવારે 10 કલાકે, પ્રાર્થનાસભા સવારે 11 કલાકે, ધારશક્તિ પાર્ટી પ્લોટ, વાણિયા શેરી, પડધરી છે.

ગોંડલ: મૂળ બાબરા હાલ ગોંડલ નિવાસી મોહનભાઈ જેઠાભાઈ તેરૈયા (ઉં.77) તે જયંતીભાઈના ભાઈ, તે સ્વ.પરેશભાઈ, સચિનભાઈના પિતાશ્રીનું તા.25ના અવસાન થયું છે. બેસણું તા.27ના સાંજે 4થી 6, રઘુવીર સોસાયટી, કોટડાસાંગાણી રોડ, ગોંડલ છે.

જૂનાગઢ: જેતપુર નિવાસી સૈફુદ્દીન અકબરઅલી સીંગાપુરવાળા (ઉં.82) તે જૈનુદ્દીનના ભાઈ, તે સૈફુદ્દીન વખારિયા (મહેતાજી)ના મામા, તે મુફદલના દાદાનું તા.25ના અવસાન થયું છે. જિયારતના સીપારા તા.27ના બપોરે 12 કલાકે હુસેની મસ્જીદ, વહોરાવાડી, જેતપુર છે.

જૂનાગઢ: બ્રહ્મક્ષત્રિય સ્વ.બસંતકુમાર શાંતિલાલ સિંધવડનાં પત્ની ભારતીબેન (ઉં.74) તે વિશાલ, ધર્મિષ્ઠા દિનકર દુબલ (રાજકોટ), અર્ચના મિતેષ મર્થક (રાજકોટ)નાં માતુશ્રી, તે અક્ષીતના દાદી, તે વાલજીભાઈ જીણાભાઈ માણિયાર (ગોંડલ)નાં પુત્રીનું અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.27ના સાંજે 5થી 6, ચાણક્ય ‘બી’ એપાર્ટમેન્ટ, નહેરૂપાર્ક સોસાયટી, જૂનાગઢ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક