અમરેલીના સાહિત્યકાર, છાલકના તંત્રી ગણપતભાઈ ઉપાધ્યાયનું અવસાન, સોમવારે બેસણું
અમરેલી: ગુજરાતી સાહિત્યના ત્રૈમાસિક ‘છાલક’ના તંત્રી, ગદ્ય સભા અમરેલીના પ્રમુખ, શારદા નિકેતન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ, ગણપતભાઈ રાઘવજી ઉપાધ્યાય (ઉં.90) તે સ્વ.જગદીપભાઈ ઉપાધ્યાય (અમરસિંહ હાઈસ્કૂલ, વાંકાનેર), આશાકાંતભાઈ ઉપાધ્યાય (નૂતન હાઈસ્કૂલ, અમરેલી), ભરતભાઈ ઉપાધ્યાય (જીવન તીર્થ વિદ્યાલય, અમરેલી), પ્રા.નીલાબેન કેતનભાઈ પંડયા (કણસાગરા કોલેજ, રાજકોટ)ના પિતાશ્રી અને અમૃતલાલ ગોપાળજી ત્રિવેદી, ક્રાંકચના જમાઈનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.27ના સાંજે 4થી 6, જીવન તીર્થ વિદ્યાલય, મારૂતિનગર, હનુમાનપરા રોડ, અમરેલી ખાતે છે.
ગણપતભાઈ ઉપાધ્યાય પ્રસિદ્ધ ગુજરાતી ત્રિમાસિક “છાલક”ના તંત્રી તેમજ ગદ્ય સાહિત્ય સભા અમરેલીના પ્રમુખ તરીકે જીવનપર્યત સેવાઓ આપી હતી. નવલકથા-ટૂંકી વાર્તા-િચંતન લેખોમાં એમનું સત્વશીલ સર્જન રહ્યું હતું. શિક્ષણ ચિંતનના હિમાયતી હતા. “છાલક” સામાયિક દ્વારા કસાયેલી કલમ અને પ્રતિભાશાળી નવા લેખકોને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. જીવન તીર્થ વિદ્યાલય અમરેલીથી અનેક વિદ્યાર્થીઓએ જીવન દૃષ્ટિ કેળવી હતી. સાહિત્ય સર્જન, શિક્ષણ ચિંતન, સમાજ સેવામાં સતત ઉમદા કાર્ય કરી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. સદગતની અંતિમ યાત્રા અમરેલીમાં સાહિત્ય જગતમાંથી રવજીભાઈ કાચા, વાસુદેવભાઈ સોઢા, પરેશ મહેતા, મહેન્દ્રભાઈ જોષી વગેરેએ હાજર રહી ભાવપૂર્ણ અંજલિ આપી હતી. ઉપરાંત જ્ઞાતિજનો, નગરજનો સહિત સહુ બહોળી સંખ્યામાં જોડાયા હતા.
અમરેલી: સ્વ.બાબુલાલ કેશવલાલ ઝીંઝુવાડીયાના પત્ની ક્રિષ્નાબેન (ઉ.76) તે સ્વ.શશિકાન્તભાઈ, રાજુભાઈ, સ્વ.નીતિનભાઈ, હિરેનભાઈના માતુશ્રીનું તા.23ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.25ના સાંજે 4 થી 6, સોની જ્ઞાતિની વાડી, ઈન્કમટેક્સ ઓફિસ સામે, અમરેલી છે.
પોરબંદર: મંજુલાબેન જેઠાલાલ કોટેચા (રાવલવાળા) તે કિશનભાઈ, નવનીતભાઈ, શારદાબેન, રંજનબેન, સરોજબેન, હર્ષાબેન અને જ્યોતિબેનના માતુશ્રીનું તા.24ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.25ના 5 થી 5-30 દરમિયાન લોહાણા મહાજન વાડીના પ્રાર્થના સભા હોલમાં ભાઈ-બહેનોની સંયુક્ત છે.
રાજકોટ: મુળ ઘંટેશ્વર નિવાસી હાલ રાજકોટ ભૂપતભાઈ અમરસિંહભાઈ ભાડેશીયા (ઉ.72) તે ઈલાબેનના પતિ, તે અંકુરભાઈ તથા જલ્પા ધ્રાંગધરિયાના પિતાશ્રી, તે નીરવ ધ્રાંગધરિયાના સસરા, તે સ્વ.જેન્તીભાઈ, સ્વ.જયસુખભાઈ, પ્રવીણભાઈ, નિમુબેન ઈ.ખંભાયતા, કુંદનબેન પી.ગજ્જર, સરોજબેન ડી.ગજ્જરના ભાઈ, તે વજુભાઈ ભગવાનજીભાઈ વડગામાના બનેવીનું તા.24ના અવસાન થયું છે. બેસણું તા.25ના સાંજે 4-30 થી 5-30, શિવમંદિર, શેરી નં.4, એચ.જે.દોશી હોસ્પિટલની બાજુમાં, ગોંડલ રોડ, રાજકોટ છે.
રાજકોટ : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ રાજકોટ નિવાસી નર્મદાબેન શાંતિલાલ જોષી (ઉ.101) તે સ્વ.શાંતિલાલ ગોવિંદજી જોષીના પત્ની, હરકાંતભાઈ જોષી (એડવોકેટ), મહેશભાઈ જોષી (સ્ટેમ્પ વેન્ડર), સ્વ.ભાનુમતીબેન હેમશંકર ઠાકર તથા અંજુબેન ધીરેનભાઈ પંડયાના માતુશ્રી, મીહીર જોષી (એડવોકેટ), નિશાંત જોષી (એડવોકેટ), કોમલ ચિંતનભાઈ દવે, વિધી પાર્થભાઈ પંડયાના દાદીનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.25નાં 4 થી 5.30 નંદવાણા બ્રાહ્મણ બોર્ડિંગ, 5-જાગનાથ પ્લોટ, રાજકોટ ખાતે છે.
પોરબંદર : બગવદરના કાંતિલાલ પરસોતમ ઠકરાર (ઉ.81) તે સંજયભાઈના પિતાશ્રીનું તા.23ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.25ના 4.15 થી 4.45 લોહાણા મહાજન વંડીના પ્રાર્થનાસભા હોલમાં ભાઈ બહેનોંની સંયુકત છે.
રાજકોટ : હિતેશ ગુણવંતરાય પંડયા તે, મહેશભાઈ પંડયા (કલેકટર ઓફિસ રાજકોટ)ના ભાઈ, સ્વ.િકરીટભાઈ જોષી (એડવોકેટ) અને પ્રશાંતભાઈ જોષી (એડવોકેટ)ના જમાઈ, ભારિત કિરીટભાઈ જોષીનાં બનેવીનું અવસાન થયું છે. બેસણું તા.25ના સાંજે 4 થી 6 બ્રહ્મ સમાજની વાડી બ્રહ્મ સમાજ સોસાયટી, બ્રહ્મ સમાજ ચોક, કનૈયા ચોક પાસે, રૈયા રોડ, રાજકોટ છે.
રાજકોટ : જવાહરલાલ મણીલાલ દેસાઈનાં પતાની નલીનીબેન (ઉ.85) તે છબીલદાસ નંદલાલ સંઘવીના પુત્રી, આરતી શૈલેષકુમાર શેઠ, કેતન દેસાઈ, હેમાલી વિજયભાઈ પંડિતના માતુશ્રી, અલ્પાબેનના સાસુ, મિહીરના દાદીનું તા.24નાં અવસાન થયું છે. ઉઠમણું તા.25નાં સાંજે 4 વાગ્યે વર્ધમાન નગર દેરાસર ઉપાશ્રયે છે.
ઉપલેટા : ગણોદ નિવાસી જયેશભાઈ ભાનુંશંકર ભટ્ટના પત્ની, યશભાઈના માતુશ્રી, જેન્તીભાઈ જાની અમરેલીના દિકરી, મીનાબેન જયેશકુમાર ભટ્ટનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.27નાં 3 થી 5 પટેલ સમાજ, ગણોદ રાખેલ છે.
રાજકોટ : ખાંટ સ્વ.બાબુભાઈ નાથાભાઈ ચાવડા (ઉ.71) તે શિલ્પાબેન ઉમેશભાઈ મકવાણા, કાજલબેન કલ્પેશભાઈ લખતરીયાના પિતાશ્રી, ભીખાભાઈ કાળુભાઈ સરવૈયાના બનેવીનું તા.23નાં અવસાન થયું છે. બેસણું તા.25ના સાંજે 4 થી 6 રેલનગર-2 શેરી નં.11, રાધિકા ડેરીની સામેની શેરી, રાજકોટ છે.
ભાટીયા : ગોવિંદભાઈ રામજીભાઈ કોટેચા (સુકાભાઈ રિક્ષાવાળા) (ઉ.66) તે અક્ષયભાઈના પિતાશ્રી, કેશવલાલ પરસોતમભાઈ કારીયાના જમાઈનું તા.24નાં અવસાન થયું છે.
રાજકોટ : શ્રીગોડ મેડતવાળ બ્રાહ્મણ બોરવાવ નિવાસી જયંતિલાલ મોહનલાલ ભટ્ટના પુત્રી મનીષા જયંતિલાલ ભટ્ટ તે ઉમેશભાઈ, નિલેશભાઈ, મુનેશભાઈના નાના બહેન, ગીતાબેન, નીતાબેન, અસ્મિતાબેનનાં બહેનનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.25ના સાંજે 4 થી 6 મુનેશ જે.ભટ્ટ કેવલમ પાર્ક-2, બ્લોક નં.31, અંબીકા ટાઉનશીપ, નાના મહુવા રોડ પાછળ રાજકોટ છે.
વિસાવદર : સોની પ્રભુદાસ હમીરભાઈ ધકાણ (ઉ.84) તે લખુભાઈ, સ્વ.કનુભાઈ, દિનુભાઈ, સ્વ.િદલીપભાઈ, અશોકભાઈ અને સુરેશભાઈના વડીલબંધુ, સ્વ.િબપીનભાઈ, હરેશભાઈ, જયેશભાઈ અને પ્રફુલાબેન અમૃતલાલ ચલ્લા (તોરીવાળા)ના પિતા, દર્શિકાબેન, પ્રિયાંકકુમાર ઘઘડા (જામખંભાળીયા), નિકીતાબેન જેનીશકુમાર ધાનક (સુરત), ચિંતન અને ભાર્ગવના દાદા, રતિલાલ ચત્રભુજ સાગર (માધવપુર ઘેડ)ના જમાઇનુંતા.24ના અવસાન થયું છે. સાદડી તા.27ના સાંજે 4 થી 6, ગૌશાળા પાંજરાપોળ ગ્રાઉન્ડ, વિસાવદર છે.
રાજકોટ : કનકભાઈ ચતુરભાઈ ચૌહાણ તે ગિરીશભાઈ અને પ્રવિણભાઈ (મુન્નાભાઈ)ના પિતાશ્રીનું તા.24ના અવસાન થયું છે. બેસણું તા.25ના બપોરે 4 થી 4.50 ગ્રેસ સિલ્વર પાર્ક-1, અમીન માર્ગ રાજકોટ છે.
રાજકોટ : ઠા.સ્વ.અમરશીભાઇ કોટેચાના પુત્ર, સ્વ.ત્રંબકભાઈ, સ્વ.મનહરભાઈ, હસમુખભાઈ, વિનુભાઈ, હંસાબેન, કંચનબેનના ભાઈ, પ્રતાપભાઈ વાઘજીભાઈ કોટકના જમાઈ, પ્રતિભાબેન (િપ્રયાબેન)ના પતિ, રમેશચંદ્ર કોટેચા (આરકે) (આરટીઓ એજન્ટ)નું તા.23ના અવસાન થયું છે. ઉઠમણું તા.25ના સાંજે 4 થી 5 જાગનાથ મંદિર રાજકોટ, પિયરપક્ષની સાદડી સાથે છે.
રાજકોટ : ઉના નિવાસી પિયુષભાઈ નવિનચંદ્રભાઈ ત્રિવેદીના ધર્મપત્ની ભાવનાબેન (ઉ.42)તે સ્વ.ભરતભાઈ બચુભાઈ પંડયા (ભોલાભાઈ ગેરેજવાળા)ના દિકરી, હર્ષદભાઈ પંડયા, અલ્પેશભાઈ પંડયાના બહેનનું તા.24ના અવસાન થયું છે. પિયરપક્ષની સાદડી તા.30ના સાંજે 4 થી 6 લક્ષ્મીનગર શેરી નં.4, ત્રિશુલ હોટલ પાછળ, રાજકોટ છે.
રાજકોટ: મૂળ ગામ સોનવડિયા હાલ રાજકોટ વિજયાબેન મહેમદાવાદીયા (ઉં.95) તે સ્વ.અરજણભાઈ હંસરાજભાઈ મહેમદાવાદિયાના પત્ની, તે વિનુભાઈ, રાજુભાઈ, અશ્વિભાઈ, જયેશભાઈ, સરલાબેન મગનલાલ કલોલીયા દારેસલામ (આફ્રિકા), ઉષાબેન વિનોદકુમાર મેસવાણિયા (ઉપલેટા), જયશ્રીબેન ધીરેનકુમાર ભારદીયા (જામનગર)ના માતુશ્રી, તે સ્વ.મોહનભાઈ કડેચા (જબલપુર)(એમપી)ના દીકરી, તે સ્વ.જાદવજીભાઈ, સ્વ.મનસુખભાઈના બેનનું તા.24ના અવસાન થયું છે. બેસણું તા.27નાઅ સાંજે 4થી 5-30 વાગ્યે, પંચશીલ હોલમાં, પંચશીલ સોસાયટી, દોશી હોસ્પિટલ પાસે, ગોંડલ રોડ, રાજકોટ છે. પિયર પક્ષનું બેસણું સાથે છે.