અવસાન નોંધ
જાણીતા નવલકથાકાર રજનીકાંત સોનીનું નિધન
બે દાયકા કચ્છમિત્રમાં સમાચારતંત્રી રહ્યા, 10થી વધુ નવલકથા આપી
ભુજ, તા. 5 : અશ્વમેઘ, રેતમહેલ, છઠ્ઠીબારી, બહારવટિયા ખાનજી ખાંડાના ખેલ જેવી લોકપ્રિય નવલકથા ગુજરાતી સાહિત્યને આપનારા લેખક અને કચ્છમિત્રમાં બે દાયકા સુધી સમાચારતંત્રી રહેલા રજનીકાંત સોનીનું આજે 76 વર્ષની વયે નિધન થયું છે.
પોતાની 18-19 વર્ષની વયે જિલ્લા તિજોરી ઓફિસમાં જોડાયેલા શ્રી સોની 1980ના વર્ષમાં કચ્છમિત્રમાં આવ્યા તે સમયે કચ્છમિત્ર કેમ્પ એરિયામાં કાર્યરત હતું. બાદમાં થોડા જ વર્ષોમાં સમાચારતંત્રી તરીકે જવાબદારી સંભાળી અને કીર્તિભાઇ ખત્રીના તંત્રીપદ હેઠળ બે દાયકા સુધીની આ ફરજ દરમ્યાન તેઓ વ્યાપક શબ્દભંડોળ પર ભાર મૂકતા અને જોડણી શુદ્ધિના આગ્રહી રહેતા.
રજનીકાંતભાઇ?થોડા સમય પહેલાં ઘરમાં પડી ગયા બાદ પગની શત્રક્રિયા થઇ હતી. એમાંથી બહાર આવી ગયા હતા પરંતુ નબળાઇને લીધે આજે સવારે અંતિમશ્વાસ લીધા હતા. તેમના પુત્ર મુંજાલ સોની કચ્છમિત્રમાં પત્રકાર તરીકે ફરજ બજાવે છે.
ગુજરાતના જાણીતા નવલકથાકાર તરીકે ખ્યાતિ પામેલા રજનીકાંતભાઇએ ગુજરાતી સાહિત્યને દસથી વધુ નવલકથા આપી છે. તેમની નવલકથાઓ અશ્વમેઘ, અંતરાય, તપસ્યા, ખેલ, છઠ્ઠીબારી, એકાંકી, આર્યકા, કારાગૃહ, રેતશિલ્પ ઘણી જાણીતી બની હતી. તેમની અન્ય એક નવલ રેતમહેલને ગુજરાતી સાહિત્ય પરિષદે 2005ના વર્ષ દરમ્યાન પુરસ્કૃત કરી હતી.
રજનીકાંતભાઇએ આ નવલકથા લેખન ઉપરાંત અઢી દાયકા સુધી પહેલાં રવિવાર સાપ્તાહિક અને બાદમાં 2019થી બુધવારે પરાગ અર્ધ સાપ્તાહિકમાં પગેરું કટાર રજૂ કરી હતી. વિવેકગ્રામ પ્રકાશન દ્વારા બે વર્ષ પહેલાં આ કટારનો સંચય ‘પગેરું’ નામે પ્રસિદ્ધ થયો હતો. આ ઉપરાંત 2007થી પહેલાં ગુરુવારે અને પછી રવિવારની સાપ્તાહિક મધુવન પૂર્તિમાં ગ્રંથ સમીપે દોઢ દાયકા સુધી ચલાવી હતી, જેમાં કચ્છ અને ગુજરાતના ઘણા સાહિત્યકારોના સર્જનને બિરદાવ્યું હતું.
ચક્ષુદાન
રાજકોટ: ખખ્ખર હિંમતલાલ પાનાચંદભાઈનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 275મું ચક્ષુદાન થયેલ છે.
રાજકોટ: રામજીભાઈ નારણભાઈ રાઠોડ તે અશ્વિનભાઈ, અજયભાઈ, દિનેશભાઈ તથા ગીતાબેન, નયનાબેન, ઈલાબેન, અરૂણાબેન તથા શિલાબેનના પિતાનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.6ના સાંજે 4થી 6, કુવાડવા રોડ, ડિમાર્ટ મોલ પાછળ, ચિત્રકુટ પાર્ક, શેરી નં.2, બ્લોક નં.70, રાજકોટ છે.
રાજકોટ: મૂળુજી વિરાજી પઢિયાર તે પ્રતાપસિંહ, ધર્મેન્દ્રસિંહ, મંજુલાબા તથા સુધાબાના પિતાશ્રીનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.7ના સાંજે 4થી 6, વસંત મારવેલ ફ્લેટનો હોલ, વિમલનગર મેઈન રોડ, શિવધામ સોસાયટીની સામે, રાજકોટ છે.
રાજકોટ: સોની મુક્તાબેન (ઉં.86) તે સ્વ.સોની મનહરલાલ હરિલાલ વાગડિયા (મોરબીવાળા)ના પત્ની, તે દિનેશભાઈ, ચંદ્રિકાબેન, ગીતાબેન, હર્ષાબેન, અરૂણાબેન, રાજશ્રીબેનના માતુશ્રી, તે હિરલ તથા જયના દાદી, તે ચુનીભાઈ ખુશાલદાસ ઝીંઝુવાડિયા (આમરણવાળા)ના દીકરીનું તા.4ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું તા.6ના 3-30થી 5, વાઘેશ્વરી વાડી, યુનિટ નં.4, રાજકોટ ખાતે છે.
રાજકોટ: કુલીનભાઈ ડોલરરાય ધોળકિયા (ઉં.86) તે વીણાબેનના પતિ, સ્વ.નરેન્દ્રભાઈ, સ્વ.દેવેન્દ્રભાઈ, સ્વ.મધુભાઈના નાના ભાઈ, સ્વ.મૂળવંતરાય હાથીના જમાઈ, સ્વ.જહાનવી ઉદય માંકડ, તે દિપાલી ધોળકિયાના પિતાશ્રી, તે વિશ્રુત ઉદય માંકડના નાના બાપુનું તા.4ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.6ના સાંજે 5થી 6, બી વિંગ, ગુંજન એવન્યુ, રૈયા રોડ, રાજકોટ છે.
રાજકોટ: સણોસરાવાળા હાલ રાજકોટ સ્વ.પરસોત્તમભાઈ મંગળજીભાઈના પુત્ર હસમુખભાઈ (ઉં.70) તે સ્વ.મયુરભાઈ, શૈલેષભાઈ, નીશાબેન, જીજ્ઞાસાબેનના પિતાશ્રી, હેમંતભાઈના મોટાભાઈ, સ્વ.દુર્લભજીભાઈ માંડલિયાના જમાઈ, ઈશા, અશ્વીના દાદાનું તા.5ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું તા.6ના સવારે 10થી 12, સોની સમાજની વાડી, યુનિટ નં.2, ખીજડા શેરી, રાજકોટ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ગઢડા(સ્વામીના): રસીકલાલ જાદવજીભાઈ સંધાડિયા (ઉં.78) તે ધર્મેન્દ્રભાઈ, અશ્વિનભાઈ (સુરત)ના પિતાશ્રી, તે ગોવિંદભાઈ મથુરભાઈ રાઠોડ, ઘનશ્યામભાઈ (ગઢડા)ના બનેવીનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.6ના બપોરે 4થી 6, વિમલા પાર્ક, બોટાદ ખાતે છે.
ગઢડા(સ્વામીના): સ્વ.મનુભાઈ મેરામભાઈ છૈયાના પુત્ર સંજયભાઈ છૈયા (ઉં.37) તે સ્વ.ભરતભાઈ, ભગવાનભાઈ, હમીરભાઈ, ભાનુભાઈ, વજુભાઈ, ભગવાનભાઈ, દેવાયતભાઈ, છનાભાઈના ભત્રીજા, તે સુભાષભાઈ છૈયા તથા આહિર સમાજ અગ્રણી પ્રતાપભાઈ છૈયાના મોટાભાઈ, તે જયવીર અને હિરવાના પિતાનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.6ના આહિર સમાજની વાડી, ચોરા પાસે ગઢડા છે.
જૂનાગઢ: ધોબી કાંતિભાઈ અમરશીભાઈ વાજા (ઉ.65)(તાલાળાવાળા) તે નિલેશભાઈ, મેહુલભાઈ, હિતેશભાઈ અને વનિતાબેનના પિતાનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.6ના સાંજે 4થી 6, યમુનાનગર, કેમ્બ્રિજ સ્કૂલની બાજુમાં, શિવ મંદિર, જોષીપરા, જૂનાગઢ છે.
મોરબી: વાગડિયા દલસુખભાઈ મૂળજીભાઈની દીકરી અને રાણપરા હેમલ મનહરલાલ (બરાર)નાં માતુશ્રી નિર્મળાબેનનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.6ના બપોરે 4થી 6, સોની જ્ઞાતિની વાડી, પારેખ શેરી, મોરબી છે.
રાજકોટ: ખરેડી નિવાસી સ્વ.જયંતીલાલ શિશાંગિયા (નાનુભાઈ)નાં પત્ની ચંદ્રિકાબેન (ઉ.80) તે કિરીટભાઈ, સ્વ.પરેશભાઈનાં માતુશ્રી, સ્વ.િવનોદભાઈનાં ભાભી, પ્રવિણભાઈ ગાલોરિયાનાં સાસુનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.7ના સવારે 9થી સાંજે 5 ખરેડી મુકામે છે.
રાજકોટ: વિમળાબેન મનહરલાલ અઢિયા (ઉ.68) તે સ્વ.મનહરલાલ તુલસીદાસ અઢિયા (મનુભાઈ છાપાવાળા)નાં પત્ની, તે દેવેન્દ્રભાઈ, ઉર્મિબેન, બિનાબેન, દક્ષાબેનનાં માતુશ્રીનું તા.5ના અવસાન થયું છે. પિયર પક્ષ, સસરા પક્ષનું ઉઠમણું તા.6ના સાંજે 5 કલાકે ગૌરેશ્વર મહાદેવ મંદિર, જંક્શન કો.ઓપ.સોસાયટી સામે, રાજકોટ છે.
રાજકોટ: દ.શો.વૈ.વણિક સ્વ.મનસુખલાલ રણછોડદાસ ઝવેરીનાં પત્ની કુસુમબહેન તે વિજય, રક્ષાબેનના માતુશ્રી, તે તૃપ્તિબેનનાં સાસુ, ખુશીનાં દાદી, ચંદ્રેશભાઈ હરજીવનદાસ કોઠારીનાં સાસુ, તે વસંતકુમાર બળવંતરાય લોટીયાનાં બહેનનું તા.4ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.6ના સાંજે 4-30થી 6, આયર્લેન્ડ રેસિડેન્સી, બેન્કવેટ હોલ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે, જીવરાજ પાર્ક સામે, શ્યામલ સ્કાયલાઇફ એપાર્ટમેન્ટ સામે, નાનામોવા, રાજકોટ છે.
રાજકોટ: નીતિનભાઈ ઈશ્વરભાઈ વારા તે બિપીનભાઈ, આશાબેન અરવિંદભાઈ મકવાણાના નાનાભાઈ, તે પ્રિન્સીના પિતાશ્રીનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.6ના સાંજે 4થી 6, “બાપાસીતારામ”, શિવ વિહાર સોસાયટી, રઘુવીર પાનવાળી શેરી, જૂનો મોરબી રોડ, રાજકોટ છે.
જેતપુર: સંજયભાઈ કનૈયાલાલ વાઘેલાનાં પત્ની સુનીતાબેન (ઉ.45) તે રાજુભાઈ, બિપીનભાઈના નાનાભાઈનાં પત્નીનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.7ના સાંજે 4થી 6, ખોડપરા, પંડયા સ્કૂલ પાસે, જેતપુર છે.