• રવિવાર, 03 ડિસેમ્બર, 2023

31 ડિસેમ્બરથી કેટલાય ઞઙઈં ઈંઉ બંધ થઈ જશે

એક વર્ષથી નિક્રિય આઇડી બંધ કરવા ગૂગલ પે, ફોન પે, પેટીએમને નિર્દેશ

નવી દિલ્હી, તા.19: ઓનલાઇન પેમેન્ટ કરનારા અનેક યૂઝર્સને ટૂંક સમયમાં જોરનો ઝટકો લાગી શકે છે. ગૂગલ પે, ફોન પે અને પેટીએમ યૂઝર્સને આગામી સમયમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, કારણ કે અનેક યૂઝર્સના યૂપીઆઈ આઇડીને 31 ડિસેમ્બરથી બંધ કરવામાં આવી શકે છે.

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ) તરફથી ગૂગલ પે, ફોન પે અને પેટીએમને એક સર્ક્યુલર જારી કરવામાં આવ્યો છે. જેમાં એનપીસીઆઈ તરફથી થર્ડ પાર્ટી એપ્સ જેવી કે ગૂગલ પે, ફોન પે અને પેટીએમને એ યુપીઆઈ આઈને 31 ડિસેમ્બર ર0ર3થી બંધ કરવા નિર્દેશ આપ્યો છે જે એક વર્ષથી એક્ટિવ નથી. એટલે કે જે યૂઝરે છેલ્લાં એક વર્ષમાં પોતાના કોઈ યુપીઆઇ આઇડીથી લેણદેણ કરી નથી તેને 31 ડિસેમ્બરથી બંધ કરી દેવામાં આવશે.

એનપીસીઆઇ અનુસાર, 1 વર્ષમાં ઉપયોગ ન કરાયેલ યુપીઆઇ આઇડી બંધ કરવાનું કારણ યૂઝર સિકયુરિટી છે. એવું જોવા મળ્યું છે કે ઘણીવાર યૂઝર્સ પોતાના જૂના નંબરને ડિલિંક કર્યા વિના નવું આઇડી બનાવી લે છે જે ફ્રોડનું કારણ બની શકે છે. જેને ધ્યાને લઈ જૂના આઇડીને બંધ કરી દેવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

 

 

Crime

પોરબંદર: સોશિયલ મીડિયામાં ભાજપનાં મહિલા આગેવાનની બદનામી કરનાર શખસ સામે ગુનો એમએલએ લખાવી સીન જમાવતા ગ્રુપ એડમિનને પકડવા ચક્રો ગતિમાન December 03, Sun, 2023