• બુધવાર, 10 જૂન, 2026

વડાપ્રધાનના રોડ-શો માટે સંસ્કારીનગરી વડોદરા સજ્જ

            પીએમ મોદી આજે સરદારધામ-3નું લોકાર્પણ કરશે, ગદા સર્કલથી એરપોર્ટ સુધી રોડ શો 

વડોદરા તા.10: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની કર્મભૂમિ વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે સમગ્ર શહેરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતીકાલે સાંજે વડાપ્રધાન મોદી વડોદરામાં સરદાર ધામ-3 ના લોકાર્પણ અર્થે પધારવાના છે. આ કાર્યક્રમ બાદ વડાપ્રધાનનો એક ભવ્ય રોડ-શો યોજાશે. અંદાજે દોઢ કિમીના આ રોડ શોમાં વડાપ્રધાનનું ભવ્ય અભિવાદન કરવામાં આવશે. પશ્ચિમ બંગાળની જીત બાદ તેઓ ગુજરાત આવી રહ્યા છે ત્યારે અભિવાદનની થીમ પણ બંગાળ પર આધારિત હશે. આ સાથે રોડ શોના રૂટ પર વિવિધ પોસ્ટર બેનર સાથે અદભૂત લાઇટિંગ કરવામાં આવ્યું છે. સાથે રોડની બંને બાજુ થ્રી લેયરમાં બેરિકાડિંગ જોવા મળી રહ્યું છે. સંસ્કારી નગરી વડોદરા જ્યારે વડાપ્રધાનને આવકારવા થનગની રહ્યું છે ત્યારે વહીવટી તંત્ર કોઈ પણ પ્રકારની કમી ન રહે તે પ્રકારની વ્યવસ્થામાં વ્યસ્ત છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે તા.11ના રોજ વડોદરા પધારી રહ્યા છે. તેઓ બપોર પછી 5.30 વાગ્યાની આસપાસ એરપોર્ટ આવશે અને ત્યાંથી સીધા નેશનલ હાઇવે-48 પર વાઘોડિયા ક્રોસિંગ પાસે સરદાર ધામ-3 ખાતે પહોંચશે. જ્યાં સરદારધામ સંકુલની વિઝિટ કરશે. જેમાં તેઓ છાત્રાવાસ, પુસ્તકાલય સહિતની સુવિધાઓનું નિરીક્ષણ કરશે. એ પછી સભાને સંબોઘશે. વડાપ્રધાન સભાને સંબોધવાના છે ત્યાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ડોમમાં ગરમી વચ્ચે કૂલર, પ્રિંકલર અને પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મધ્ય ડોમમાં વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે. લોકો બેસી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે પાછળ સુધી લોકો વડાપ્રધાનના સંબોધનને જોઈ અને સાંભળી શકે તે માટે એલઇડી ક્રીન લગાવવામાં આવી છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગદા સર્કલથી એરપોર્ટ સુધીનો દોઢ કિ.મી લાંબા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. હજારોની સંખ્યામાં લોકો વડાપ્રધાનનું અભિવાદન ઝીલશે. સાથે સાથે તમામ રૂટ પર સુરક્ષા બંદોબસ્ત અને વહીવટી તંત્ર આખરી ઓપ આપવા માટે કામે લાગેલ જોવા મળી રહ્યું છે.

સમગ્ર રૂટ ઉપર રાષ્ટ્રધ્વજ, થીમ બેઝ લાઇટિંગ અને શણગાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભામાં સંબોધન બાદ પરત એરપોર્ટ આવતા ગોલ્ડન ચોકડીથી ગદા સર્કલ પહોચી એરપોર્ટ સુધી રોડ શો કરી લોકોનું અભિવાદન ઝીલશે ત્યારે આ સમગ્ર રૂટ ઉપર રાષ્ટ્રધ્વજ લગાવવા આવ્યા છે. આ ઉપરાંત રોડની બંને બાજુ બેરીકાડિંગ કરી દેવામાં આવ્યા છે. રોડ શો સાંજના સમયે હોવાથી રૂટ પર અદભૂત થીમ બેઝ લાઇટિંગ અને શણગાર કરવામાં આવ્યો છે. જેમાં ઠેર ઠેર પોસ્ટર બેનર્સ, વીજ પોલ પર લાઇટિંગ, કઊઉ ક્રીન્સ, થીમ બેઝ લાઇટિંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરદાર વલ્લભભાઇ પટેલની લાઇટિંગ આધારિત પ્રતિકૃતિ સહિતના આકર્ષણો જોવા મળી રહ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક