જૂનાગઢના ઐતિહાસિક મુક્તિ દિવસની ઉજવણી અને સરદાર પટેલની 150મી જન્મ જયંતી અવસરે વિશેષ કાર્યક્રમ
અમદાવાદ,તા.8
: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રવિવાર 9મી નવેમ્બરે યુનિટીમાર્ચના ભાગરૂપે યોજનારી
રાજ્યવ્યાપી પદયાત્રાનો જુનાગઢથી પ્રારંભ કરાવશે. આ કાર્યક્રમમાન સહભાગી થવા માટે મુખ્યમંત્રીનું
જૂનાગઢમાં આગમન થઇ ચૂકયું છે. કેશોદ એરપોર્ટ ઉપર મુખ્યમંત્રીનું જિલ્લાના પદાધિકારીઓ-
અધિકારીઓ દ્વારા ભાવભેર સ્વાગત કરાયું હતું.
વડાપ્રધાન
નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ઉજવાઈ રહેલી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી અવસરે આ યુનિટી માર્ચનું આયોજન રાજ્ય સરકારના રમતગમત,
યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જૂનાગઢ જિલ્લા વહીવટ તંત્રના ઉપક્રમે કરવામાં
આવ્યું છે.
ઉલ્લેખનીય
છે કે, 1947ની 9મી નવેમ્બરે જુનાગઢ નવાબી શાસનમાંથી આઝાદ થઈને ભારતમાં ભળ્યું હતું
તેને જૂનાગઢ મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલના મહત્વપૂર્ણ
યોગદાનથી જુનાગઢ ભારતમાં ભળવાના આ યાદગાર દિવસે આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી
જન્મજયંતી અવસરે યુનિટીમાર્ચના ભાગરૂપે પદયાત્રાનું આયોજન વિશેષ મહત્વનું છે.
મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલ આ પદયાત્રાનો રવિવારે સવારે 7 કલાકે પ્રારંભ કરાવશે તે વેળાએ જૂનાગઢ
જિલ્લા પ્રભારી, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા, જિલ્લા
સહ પ્રભારી, કાયદા રાજ્ય મંત્રી કૌશિક વેકરીયા
તથા જૂનાગઢના મેયર ધર્મેશ પોશિયા અને ધારાસભ્ય તથા પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.
આ પદયાત્રામાં
સમાજના તમામ વર્ગો, કોલેજના વિદ્યાર્થીઓ, એન.સી.સી., એન.એસ.એસ., માય ભારત વોલંટીયર્સ,
સહકારી સંસ્થાઓ, વિવિધ રાજકીય પક્ષો, ઔદ્યોગિક સંગઠનો, વાણિજ્ય સંગઠનો, ધાર્મિક સંસ્થાનો,
સ્થાનિક સાધુ-સંતો, ઇન્ફ્લુએન્સર્સ, પૂર્વ સૈનિકો અને પરિવાર, રમતવીરો, પ્રગતિશીલ કિસાનો,
પ્રબુદ્ધ નાગરિકો, કામદારો, સામાજિક સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાના પદાધિકારીઓ,
સેલ્ફ હેલ્પ ગ્રુપ તેમજ વિશાળ સંખ્યામાં નાગરિકો સહભાગી થશે અને આત્મનિર્ભર ભારતના
શપથ લેશે.
કેશોદ
એરપોર્ટ ઉપર મુખ્યમંત્રીના સ્વાગત અર્થે સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ
હરેશ ઠુંમર, ધારાસભ્યો દેવાભાઇ માલમ, ભગવાનજી કરગટીયા, અરવિંદ લાડાણી, કલેકટર અનિલ
રાણાવસિયા, કેશોદ પાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
વર્ષો
બાદ આરઝી હકુમતનું સ્મારક બન્યું નથી
જૂનાગઢને
તારીખ 9 નવેમ્બર 1947ના રોજ આઝાદી મળી હતી. જુનાગઢની આઝાદીમાં જેમનું મહત્વનું યોગદાન
છે એવા સેનાનીઓની સ્મૃતિ જાળવવા પુર્વ મુખ્યમંત્રીના હસ્તે આરઝી હકુમતના સ્મારકની શિલારોપણ
વિધિ કરાઈ હતી. જોકે તેના વર્ષો બાદ પણ હજુ ત્યાં સ્મારક બની શક્યું નથી. 9મી નવેમ્બરના
દિવસે બહાઉદ્દીન કોલેજના પટાંગણમાં આવેલા વિજય સ્તંભનું પૂજન કરી તથા રાત્રે આતશબાજી
કરી આઝાદી દિવસની ઉજવણી કર્યાનો સંતોષ માની લેવામાં આવે છે. જોકે આરઝી હકૂમતના સેનાનીઓ
તથા નાયકોની યાદગીરીમાં આરઝી હકૂમત સ્મારકની શિલારોપણ વિધિ થઇ હતી. પરંતુ તેને 21 વર્ષ
વિતી ગયા છતાં આ સ્થળે કોઇ સ્મારક બન્યું નથી.
આ અંગે સામાજિક અગ્રણી શશીકાન્તભાઇ દવેએ જણાવ્યું હતું કે 1997માં આરઝી હકુમત સ્મારકની શિલારોપણ તકતી લગાડવામાં આવી
હતી. પરંતુ તંત્ર અને સરકારના નિરૂત્સાહના કારણે પૂર્વ મુખ્યમંત્રીએ જેની શિલારોપણ
વિધી કરી હતી. આરઝી હકુમતનું સ્મારક વર્ષો બાદ પણ બન્યું નથી. હાલ શિલાન્યાસ જાણે કોઇ
પાળીયો હોય તેમ ત્યાં દર વર્ષે ફૂલ ચડાવી દેવામાં આવે છે.