Bિઍંછ નોંધવાના આદેશ: કહ્યું, પાવતીઓ મોકપોલ વખતની, ચૂંટણી પર અસર નહીં
નવી
દિલ્હી/સમસ્તીપુર, તા.8 : બિહારના સમસ્તીપુર જિલ્લામાં આજે સરાયરંજન વિધાનસભા ક્ષેત્રના
કેએસઆર કોલેજ પાસે રસ્તાના કિનારે ઈવીએમથી નીકળનારી વીવીપીએટ પાવતી રઝળતી સ્થિતિમાં
મળી આવતાં રાજકારણ ગરમ થયું છે. રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)એ ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા
અને ચૂંટણીપંચની શાખ સામે સવાલ ઉઠાવ્યા હતા. દરમ્યાન, પંચે સંબંધિત સહાયક રિટર્નિંગ
અધિકારીને ફરજમોકૂફ કરીને એફઆઈઆર નોંધવાના આદેશ આપ્યા હતા.
રાજદએ
‘એક્સ’ પર પોસ્ટ કરતાં જણાવ્યું કે ક્યારે, કઈ રીતે, શા માટે અને કોના ઈશારે આ પાવતીઓને
ફેંકવામાં આવી હતી? શું ‘ચોર પંચ’ તેનો જવાબ આપશે? મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે
આ સંબંધમાં સંબંધિત સહાયક રિટર્નિંગ અધિકારીને બેદરકારીના આરોપસર ફરજમોકૂફ કર્યા હતા અને તેમના વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. પંચે આ સિવાય સમસ્તીપુરના
જિલ્લા ચૂંટણી અધિકારીને ઘટનાસ્થળે જઈને તપાસ
કરી અહેવાલ આપવાનો આદેશ આપ્યો હતો.
પંચે
સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે વીવીપીએટી પાવતીઓ મોક પોલ દરમ્યાન ઉપયોગમાં લેવાઈ
હતી જેનો નિકાલ કરવામાં એઆરઓએ બેદરકારી બતાવી હતી. આ ઘટનાથી વાસ્તવિક મતદાન પ્રક્રિયાની
અખંડતા પર કોઈ અસર પડશે નહીં.