ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટે તમામ ફલાઈટ રોકી દેવી પડી
કાઠમંડુ,
તા.8 : દિલ્હી પછી હવે કાઠમંડુ એરપોર્ટે શનિવારે ટેકનિકલ ખામી સર્જાતા તમામ ફ્લાઇટ
કામગીરી રોકી દેવી પડી હતી. નેપાળની રાજધાનીનું ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ દેશનું
મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. રનવે પર ટેકનિકલ સમસ્યાઓના કારણે એરપોર્ટ પર આવતી
અને જતી બધી ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. એરપોર્ટ અધિકારીઓનું કહેવું છે કે રનવે લાઇટ્સમાં
ટેકનિકલ ખામીના કારણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ખોરવાઈ ગઈ છે. એરપોર્ટના પ્રવક્તા રેન્જી શેરપાએ જણાવ્યું હતું
કે સમસ્યા રનવેની એરફિલ્ડ લાઇટિંગ સિસ્ટમમાં છે. ઓછામાં ઓછી પાંચ ફ્લાઇટ્સ હોલ્ડ પર
રાખવામાં આવી છે. એરપોર્ટ પરથી આવતી અને જતી બધી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ
મોડી પડી છે. સ્થાનિક સમય મુજબ સાંજે 5:30 વાગ્યે આ સમસ્યા મળી આવી હતી.