• સોમવાર, 08 ડિસેમ્બર, 2025

ડાયાબિટીસ, કેન્સર હોય તો USમાં પ્રવેશ નહીં

ટ્રમ્પ પ્રશાસનનો નવો પેંતરો: વિદેશીઓમાં બીમારીઓના ખર્ચથી બચવા વિઝા મંજૂર નહીં કરવા નિર્દેશ

વોશિંગ્ટન, તા. 8 : ડાયાબિટીસ, મેદસ્વિતા, કેન્સર જેવી બીમારીઓથી પીડિત લોકો માટે હવેથી અમેરિકામાં પ્રવેશ મુશ્કેલ બની શકે છે.

અમેરિકી વિદેશ વિભાગે દુનિયાભરના અમેરિકી દૂતાવાસોને તેમજ વાણિજ્ય દૂતાવાસોને નિર્દેશ આપતાં કહ્યું હતું કે, ગંભીર બીમારીવાળા લોકોને અમેરિકામાં રોકવા કે આવવાની અનુમતિ આપવાની નથી.

આ નિયમ જાહેર બોજ પર નિર્ભર છે, જેનો હેતુ એવા વિદેશી નાગરિક પ્રવાસીઓને રોકવાનો છે, જે અમેરિકી સરકારી સંસાધનો પર નિર્ભર છે.

વિઝા અધિકારીઓને પણ અરજદારોના આરોગ્ય, ઉંમર અને આર્થિક સ્થિતિની તપાસ કરીને જ આગળ વધવાની સલાહ અપાઇ છે.

જો કોઇ વિદેશી ભવિષ્યમાં મોંઘી સારવાર અને સરકારી સહાય પર નિર્ભર રહેવાની શકયતા છે, તો તેના વિઝા રદ કરી દેવાશે.

મતલબ કે, અરજદાર સંપૂર્ણપણે સ્વસ્થ જણાશે તો જ તેની વિઝા અરજીને મંજૂરી મળી શકે છે.

હૃદયરોગ, શ્વાસની તકલીફ, ડાયાબિટીસ, કેન્સર, ચેતાતંત્રના દર્દો, માનસિક સ્વાસ્થ્યની બીમારીઓ પાછળ લાખો ડોલરના ખર્ચ થઇ શકે છે, એ જોતાં આ નિર્ણય લેવાયો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક