• રવિવાર, 09 નવેમ્બર, 2025

યુવતીઓને રાત્રે બહાર જવા દેવી જોઈએ નહીં : મમતા બેનર્જી તબીબી છાત્રા પર ગેંગરેપના બનાવ અંગે મુખ્યમંત્રીનું વિવાદાસ્પદ નિવેદન

કોલકત્તા, તા.1ર : પશ્ચિમ બંગાળમાં તબીબી વિદ્યાર્થિની પર સામૂહિક બળાત્કાર બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે યુવતીઓને રાત્રે બહાર જવા દેવી જોઈએ નહીં.

મુખ્યમંત્રીએ કહ્યું કે આ એક ખાનગી કોલેજ છે. ત્રણ અઠવાડિયા પહેલા ઓડિશાના એક બીચ પર ત્રણ છોકરીઓ પર બળાત્કાર થયો હતો. ઓડિશા સરકાર શું કાર્યવાહી કરી રહી છે ? છોકરી એક ખાનગી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી હતી. તે રાત્રે 12:30 વાગ્યે કેવી રીતે બહાર આવી ? જ્યાં સુધી મને ખબર છે આ ઘટના જંગલ વિસ્તારમાં બની હતી. મને ખબર નથી કે શું થયું. તપાસ ચાલુ છે. હું આ ઘટનાથી આઘાત પામી છું પરંતુ ખાનગી મેડિકલ કોલેજોએ પણ તેમના વિદ્યાર્થીઓ ખાસ કરીને છોકરીઓનું ધ્યાન રાખવું જોઈએ.

તેમણે વધુમાં કહ્યું કે રાત્રે છોકરીઓને બહાર (કોલેજમાંથી) જવા દેવી જોઈએ નહીં. તેમણે પોતાનું રક્ષણ કરવું જોઈએ. આ જંગલ વિસ્તાર છે. પોલીસ દરેકની શોધ કરી રહી છે. કોઈને પણ છોડવામાં આવશે નહીં. જે કોઈ દોષિત સાબિત થશે તેને કડક સજા કરવામાં આવશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક