આપની મહાપંચાયતમાં હિંસા : DySPના પગમાં ફ્રેકચર, PIને માથામાં ઇજા, પોલીસના વાહનોમાં તોડફોડ : પોલીસે ટીયર ગેસના સેલ છોડી ટોળાને વિખેર્યું : 20ની અટકાયત
બોટાદ,
તા.12: બોટાદના હડદડ ગામે ખેડૂત મહાપંચાયતને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચતા ખેડૂતો અને
પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ટોળાંએ
પોલીસ ઉપર પથ્થરમારો કરતા ત્રણથી વધુ પોલીસકર્મીઓને ઇજા થઇ હતી. વળતા જવાબમાં પોલીસ
દ્વારા પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો સાથોસાથ ખેડૂત ટોળાએ પોલીસનાં વાહનોની પણ તોડફોડ
કરતા ટોળાને વિખેરવા પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડયા હતા. પોલીસે ઘણા બધા ખેડૂત ટોળાના
લીડરોની પણ ધરપકડ કરી છે. પોલીસે કોમ્બિગ હાથ ધરી સતત કાર્યવાહીમાં જોતરાઈ ગઈ છે હડદડ ગામમાં મહાપંચાયતનું ભયાવહ સ્વરૂપ જોવા
મળ્યું હતું.
બોટાદ
જિલ્લામાં કોટન યાર્ડ ખાતે છેલ્લા ચાર પાંચ દિવસથી કપાસના કડદાનાં મુદ્દે ચાલી રહેલા
ખેડૂત આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે જેમાં ખેડૂતોના પ્રશ્નોને લઈ આમ આદમી પાર્ટીના
નેતા અને ખેડૂત આગેવાન રાજૂ કરપડા એક દિવસ પહેલા બોટાદ કોટન યાર્ડ ખાતે ખેડૂતો સાથે
મીટીંગ યોજી હતી જેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા જેમાં માર્કાટિંગ
યાર્ડના સત્તાધીશોને પણ બોલાવવામાં આવ્યા હતા જ્યાં માર્કાટિંગ યાર્ડના સત્તાધિશો દ્વારા
કડદા વિવાદને લઈ વેપારીઓની બેઠક પણ બોલાવી હતી અને ફરી બોટાદ કોટન યાર્ડમાં આવી ઘટના
ન ઘટે તે અંગેની ચેતવણી પણ આપવામાં આવી હતી પણ મામલો વધુ આક્રમક બનતા બોટાદ માર્કેટીંગ
યાર્ડના ચેરમેન રવાના થયા હતા અને ખેડૂત આગેવાન રાજુ કરપડાની આગેવાની હેઠળ ખેડૂત અને આગેવાનના નેજા હેઠળ
આંદોલન શરૂ રહ્યું હતું અને કડદા વિવાદનો અંત ન આવતા ખેડૂત આગેવાન રજુ કરપડા ધરણા ઉપર
બેસી ગયા હતા જેને લઇ બોટાદ પોલીસ દ્વારા મોડી રાત્રે ખેડૂત આગેવાનની ધરપકડ કરવામાં
આવી હતી અને આગેવાનને તેના નિવાસસ્થાને છોડી મૂકીને નજર કેદ રાખવામાં આવેલ હતા. જ્યારે
આજે ખેડૂત મહાપંચાયતની આયોજનની ચીમકી પણ અપાઈ હતી જેને લઇને બોટાદ જિલ્લા પોલીસ હરકતમાં
આવી હતી અને બોટાદ જિલ્લા ભાવનગર અમરેલીની પોલીસનો કાફલો મોટી સંખ્યામાં બોટાદ જિલ્લામાં
તૈનાત કરી દેવામાં આવ્યો હતો. જ્યારે આ ખેડૂત મહાપંચાયત રવિવારે સાંજે બોટાદ ખાતે યોજવાનું
હોવાથી કડક પોલીસ બંદોબસ્ત હોવાથી ખેડૂત મહાપંચાયત બોટાદના હડદડ ગામે અચાનક આમ આદમી
પાર્ટીના નેતા અને ખેડૂત આગેવાન રાજુ કરપડા અને પ્રવીણ રામની આગેવાની હેઠળ ખેડૂત મહાપંચાયતનું
આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસને જાણ થતા બોટાદ
જિલ્લા પોલીસ કાફલો તાત્કાલિક હડદડ ગામ ખાતે દોડી ગયો હતો અને આ ખેડૂત મહાપંચાયતની
મંજૂરી લીધેલ ન હોય જેને લઇ પોલીસે કાર્યવાહી હાથ ધરતા ખેડૂતો એકાએક ઉશ્કેરાયા હતા
અને પોલીસ ઉપર મોટા પ્રમાણમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો આ પથ્થરમારાને લઈ ઘણા બધા
પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. આ મામલો એટલો આક્રમક
તંગદીલી છવાઈ હતી. પોલીસ અને ખેડૂતોનું ટોળું સામસામે આવી જતા મામલો ગરમાયો હતો. પોલીસ
અને ખેડૂત ટોળા વચ્ચે ઘર્ષણ થતા ટોળાએ વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવતા પોલીસે ટોળુ
વીખેરવા માટે લાઠીચાર્જ અને ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા સાથોસાથ પોલીસ ઉપર હુમલાને
લઈ પોલીસે ઘણા બધા ખેડૂતોની પણ ધરપકડ કરી છે અને હાલ આ હડદડ ગામમાં કોમ્બિગની કામગીરી
પણ હાથ ધરવામાં આવી છે આ ખેડૂત મહાપંચાયત સંમેલનના નેતા રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ
રામ અચાનક ગાયબ થઈ ગયા હતા. પોલીસે આગેવાનોની પણ શોધખોળ કરવા કામગીરી હાથ ધરી છે હાલ
હડદડ ગામમાં પરિસ્થિતિ ભારે તંગ બની છે અને ભારેલા અગ્નિ જેવો માહોલ આ ગામમાં છવાયો
હતો. સમગ્ર હડદડ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું.
હડદડ
ગામે ખેડૂત મહા પંચાયતમાં પથ્થરમારામાં સંડોવાયેલા કેટલાક ખેડૂતોની ઓળખ કરીને પોલીસે
કસ્ટડીમાં લીધા છે. વીડિયો ફૂટેજ, મોબાઇલ રેકોર્ડિંગ અને લોકલ ઈઈઝટના આધારે વધુ ખેડૂતોએ
ભાગ લીધો હોવાની શક્યતા છે.
ખેડૂત
સંગઠનોના નેતાઓએ પોલીસની કાર્યવાહી પર આક્ષેપ કર્યો છે કે ખેડૂતોને ઉશ્કેરણી વગર જ
લાઠીચાર્જનો ભોગ બનવું પડયું. પોલીસના જણાવ્યા મુજબ, કોઈ પણ પ્રકારની હિંસા માટે સહનશીલતા
દાખવવામાં નહીં આવે.
આ
બનાવ પછી બોટાદ અઙખઈના ચેરમેન દ્વારા તાત્કાલિક પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી.
તેમણે સ્પષ્ટ કહ્યું કે, બોટાદ કોટન યાર્ડ માં હવે ‘કડદા’ વ્યવહાર સહન કરવામાં નહીં
આવે. જો કોઈ વેપારી કે ખરીદદારે કડદા કરશે તો તેની સામે કાયદેસર કાર્યવાહી થશે. એપીએમસીનો
હેતુ ખેડૂતોને યોગ્ય ભાવ આપવાનો છે, પરંતુ કોઈ વ્યક્તિ કાયદો હાથમાં લેશે તો તેની સામે
કાર્યવાહી અનિવાર્ય છે.
પરિસ્થિતિ
નિયંત્રણમાં છે કોમ્બીંગ કરી કડક કાર્યવાહી કરાશે : જિલ્લા પોલીસવડા
બોટાદ
જિલ્લાના પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે,પોલીસ
પર સીધો પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ જે કોઈએ કાયદો
હાથમાં લીધો છે તેની સામે કડક કાર્યવાહી થશે.તેમણે કહ્યું કે, હડદડ ગામ અને આસપાસના
વિસ્તારોમાં વધારાની ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે અને કોમ્બિગ ઓપરેશન હાથ ધરવામાં
આવ્યું છે. ગામમાં બહારથી આવનારી વાહન ચાકિંગ વ્યવસ્થા પણ કડક બનાવાઈ છે.