• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

70 પાક.કેદીઓને છોડી મુકાશે

ઓપરેશન સિંદૂર પછી ભારતની પહેલ : પાકિસ્તાન ભારતીય કેદીઓને છોડશે ?

નવી દિલ્હી, તા.9 : પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે આતંકવાદીઓ સામે છેડેલા ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર ભારત સરકાર 70 પાકિસ્તાની કેદીઓને છોડવા જઈ રહી છે. પાકિસ્તાની કેદીઓને અટારી સરહદે  મુક્ત કરીને પાકિસ્તાન મોકલી દેવાશે. સામે પક્ષે પાકિસ્તાન પણ ભારતીય કેદીઓને શું છોડશે ? તેવો સવાલ ઉઠયો છે. ભારત સરકારે જે પાકિસ્તાની કેદીઓને છોડી મૂકવાનો નિર્ણય લીધો છે તેઓ ભારતની વિવિધ જેલોમાં કેદ છે અને તેમાં મહિલાઓ અને વૃદ્ધો પણ છે. પાક.કેદીઓમાં મોટાભાગના ગેરકાયદે સરહદ ઓળંગીને આવેલા છે. કેટલાક પર વિઝા ભંગનો આરોપ છે. કેટલાક માછીમારી કરતાં ભારતીય જળસીમામાં આવી ગયા હતા. અટારી સરહદે વિવિધ એજન્સીઓની હાજરીમાં ભારત પાકિસ્તાની કેદીઓની સોંપણી કરશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક