રાપરમાં સર્વાધિક આઠ ઇંચ : બન્ની-પચ્છમ પણ તરબતર : 24 કલાકમાં લખપતમાં સાત, ગાંધીધામમાં છ, ભુજમાં સાડા પાંચ, ભચાઉમાં પોણા છ, અંજાર-નખત્રાણામાં પાંચ, મુંદરામાં બે ઇંચ
મોરબી જળ હોનારત પછી સાડાચાર દાયકે રેકર્ડ બ્રેક
વરસાદ : એક જાટકે તાલુકાના જળાસયો ઓવર ફલો
(ફૂલછાબ
ન્યુઝ)
ભુજ,
તા. 8 : ડીપ ડિપ્રેશનની અસર તળે કચ્છમાં ભાદરવે આષાઢને ભૂલાવી દે તેવી મેઘમહેરે સર્વત્ર
લીલાલહેર કરાવી દીધી છે. ખાસ કરીને રાપર તાલુકામાં રૌદ્ર સ્વરૂપે વરસેલા મેઘરાજાએ સ્થળ
ત્યાં જળની સ્થિતિ સર્જી હતી. રાપરમાં બે દિવસમાં 17 ઇંચ સાથે જિલ્લાના દસેય તાલુકામાં
વરસાદે રીતસરની ધબધબાટી બોલાવી હતી.
સતત
સાતમા વર્ષે જિલ્લામાં 100 ટકા વરસાદ નોંધાયો છે. ભુજનું હૃદય હમીરસર તળાવ મોડીસાંજે
ઓગનતાં શહેરીજનોનો ઉમંગ હિલોળે ચડયો હતો. આ તરફ સાર્વત્રિક મેઘકૃપાથી મધ્યમ સિંચાઇના
11 અને નાની સિંચાઇના 93 ડેમ છલકાયા છે. બન્ની-પચ્છમ ભારે વરસાદથી તરબતર થવા સાથે ભુજમાં
સાડા પાંચ, લખપતમાં સાત, ગાંધીધામમાં છ, ભચાઉમાં પોણા છ, અંજાર-નખત્રાણામાં પાંચ, અબડાસામાં
ત્રણ અને માંડવી-મુંદરામાં બે ઇંચ સાથે વરસાદે ફરી એકવાર હેત કચ્છ પર વરસાવ્યું છે.
રાપર તાલુકામાં 15થી વધુ માર્ગ બાધિત થવા સાથે કેટલાક એસ.ટી.ના રૂટ પણ બંધ કરાયા હતા.
ટપ્પર
ડેમ 94 ટકા ભરાતાં ડેમના સાત દરવાજા ખોલવામાં આવ્યા છે. કચ્છ પર સર્જાયેલું ડીપ ડિપ્રેશન
હવે નબળું પડી પાકિસ્તાન તરફ આગળ ધસ્યું છે. જેથી અતિભારે વરસાદનું સંકટ ટળી ગયું છે,
પણ હજુ બે દિવસ મધ્યમથી ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
આગાહી
મુજબ રવિવારે બપોરથી વાગડમાં વરસતા વરસાદે મધરાત્રીથી રોદ્રસ્વરૂપ ધારણ કરતા શહેર અને તાલુકાના ગ્રામ્ય
વિસ્તારોમાં નજર કરો ત્યા જળ ત્યા સ્થળ અને સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાઈ હતી. વાગડમાં બારે મેઘ ખાંગા થતા એક જ રાતમાં તમામ જળાસયો ઓવર ફલો થઈ ગયા હતાં. જળાસયોની ક્ષમતાથી વધુ જોખમી સ્તરે વહેતા થતા ખડીર અને અનેક ગ્રામ્ય વિસ્તારો
તાલુકા મથકથી વિખુટા પડયા હોવાની સ્થિતિ સર્જાઈ હતી. જો કે વરસાદથી સ્થિતિ વચ્ચે હાઈવે
પટ્ટીના ગામમાં નદીના પાણી ભરાતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં
આવી હતી. મોરબી જળ હોનારત પછી એટલેકે સાડાચાર
દાયકા બાદ વાગડમાં 20 ઈંચથી વધુ વરસાદ ખાબકયો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.
ભારે પવનના કારણે ખેતીના પાકને નુકશાનનીની
દહેશત વ્યકત કરાઈ રહી છે. વરસાદથી સ્થિતિ વિકટ બની હતી જો કે બપોર બાદ વરસાદ હળવો થતા વધુ નુકસાની અટકી હતી.
સુવઈ
અને ફતેહગઢ ડેમના ઓગન ઉપર ત્રણ ફુટ પાણી વહ્યું
બન્ને
ડેમ ઓગની ગયા બાદ પણ સતત ચાલુ રહેલા વરસાદના કારણે બન્ને ડેમમાં પાણીનું સ્તર જોખમી
રીતે વધ્યું હતું. સેવઈ ડેમનું ઓગન પહેલા અઢી ફુટે અને બાદમાં ત્રણ ફુટે વહ્યું હતું.
તેમજ ફતેહગઢ ડેમનું ઓગન ઉપર પણ ત્રણ ફુટે પાણી વહ્યું હતુ. જેના કારણે રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતાં. ડેમના પાણી ફરી વળતા ફતેહગઢ રાપર માર્ગ અવરોધાયો હતો.
પ્રાંથળ
વિખુટું પડયું
ખેતી
ઉપર માત્ર વરસાદી પાણીનો જ આધાર છે તેવા પ્રાંથળના વડામથક સમા બાલાસર, લોદ્રાણી, બેલા,
શિવગઢ , મૌવાણા, વ્રજવાણી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસેલા ભરપુર વરસાદથી તમામ જળાસયો
ઓવરફલો થઈ ગયા હતા. તમામ ખેતરો તળાવમાં ફેરવાઈ
ગયા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના
કારણે ખારી નદીના પુલ ઉપરથી પાણીનો પ્રવાહ સવારથી જ ધસમસતો રહ્યો હતો જેના કારણે બાલાસરથી
ઘોળાવીરાનો માર્ગ બંધ થઈ ગયો હતો.
----------------------
15
લોકો, 20 છાત્ર બચાવાયા
રાપર
તાલુકાના હાઈવે પટ્ટીમાં આવેલા માનગઢ ગામમાં
નદીના પાણી ઘૂસી જતા અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. જેના કારણે આ વિસ્તારના 15 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં
આવ્યા હતાં. રાપરમાં ખોડીયાર નગર ખાતે આવેલી રબારી સમાજની બોર્ડિંગમાં પાણીનું સ્તર
વધતા 20 જેટલા વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં. ચિત્રોડ રાપર માર્ગ ઉપર આઈ.ટી.આઈ પાસે પોલીસ દ્વારા દબાણ તોડી નાલા સાફ કરાતા ખેતરમાં પાણી વહ્યું હતું.