જઈંછનાં વિવાદમાં સુપ્રીમ કોર્ટનો ચૂંટણીપંચને આદેશ : જો કે આધાર નાગરિકતાનો પુરાવો નથી
નવી
દિલ્હી, તા.8: બિહારનાં વિધાનસભાની ચૂંટણી નજીક આવવા સાથે વિશેષ મતદાર યાદી સુધારણા
(એસઆઈઆર)નો મુદ્દો સળગી ગયો છે અને તેનાં મુદ્દે રાજકારણ પણ આક્રમક બની ગયું છે ત્યારે
સુપ્રીમ કોર્ટે આજે એક મહત્ત્વનાં આદેશમાં સ્પષ્ટ કરી દીધું હતું કે, મતદાર યાદીમાં
નામ જોડવા માટે ઓળખનાં પ્રમાણપત્ર તરીકે આધાર કાર્ડને 12મા દસ્તાવેજ તરીકે સ્વીકારવામાં
આવશે. જો કે સાથોસાથ એવી સ્પષ્ટતા પણ અદાલતે કરી હતી કે, આધારકાર્ડ નાગરિકતાનો પુરાવો
નથી.
સુપ્રીમ
કોર્ટનાં જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની પીઠે આ મામલે આજે સુનાવણી
કરી હતી અને ચૂંટણી પંચને આદેશ આપ્યો હતો કે, તે પોતાનાં અધિકારીઓને નિર્દેશ જારી કરે
કે આધાર કાર્ડને પણ ઓળખનાં પ્રમાણ તરીકે સ્વીકારે. અધિકારીઓને આધારકાર્ડની પ્રમાણિકતા
અને ખરાઈ કરવાની સત્તા રહેશે. સુપ્રીમનાં આદેશ બાદ પંચે પણ આશ્વાસન આપ્યું હતું કે,
આધારને ઓળખપત્ર તરીકે સ્વીકાર કરવામાં આવશે.
ચૂંટણી પંચે એસઆઈઆર માટે બિહારમાં તમામ નાગરિકોને નાગરિકતાનું પ્રમાણપત્ર રજૂ
કરવાની માગણી કરી હતી. તેનાં માટે પંચે 11 દસ્તાવેજોની યાદી પણ જારી કરી હતી. જો કે
હવે સુપ્રીમ કોર્ટે આમાં 12મા પુરાવા તરીકે આધારકાર્ડને પણ માન્યતા આપવાનો આદેશ આપી
દીધો છે.