ઈન્ડિયા ગઠબંધનની રણનીતિક બેઠક વર્ચ્યુઅલ મળી
નવી
દિલ્હી તા.19 : ર1 જુલાઈ ને સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસું સત્ર પહેલા વિપક્ષોના
ઈન્ડિયા ગઠબંધને શનિવારે રણનીતિક બેઠક વર્ચ્યુઅલ બોલાવી હતી જેનાથી આમ આદમી પાર્ટી
સિવાય અનેક દળોના નેતા સામેલ થયા હતા. બેઠકમાં દેશની પ્રવર્તમાન રાજકીય સ્થિતિ અંગે
ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં નક્કી થયું હતું કે પહલગામ ટ્રમ્પ સહિતના આઠ
મુદ્દે સરકારને ઘેરવામાં આવશે. બેઠકમાં સામેલ થવા ઈનકાર કર્યા બાદ મમતા બેનર્જીના તૃણમૂલ
કોંગ્રેસે એલાન કર્યુ કે પાર્ટીના નેશનલ જનરલ સેક્રેટરી અભિષેક બેનર્જી તેમાં સામેલ
થશે. બેઠક પહેલા રાહુલ ગાંધીના નિવેદન મુદે કોંગ્રેસ અને માકપા વચ્ચે વાકયુદ્ધ છેડાયુ
હતુ. રાહુલ ગાંધીએ કેરળની એક જનસભામાં કહયુ હતુ કે હું આરએસએસ અને માકપા સાથે વૈચારિક
રીતે લડું છું. સંસદમાં વિવિધ મુદ્દા એક અવાજે ઉઠાવી કેન્દ્ર સરકારને ભીંસમા લેવા વિપક્ષી
દળો શનિવારે રણનીતિ ઘડી હતી. આપ ના સાંસદ સંજય સિંહે આ બેઠક અંગે કહયુ કે અમે હવે ઈન્ડિયા
બ્લોકમાં નથી. શિવસેના-યુબીટીના સાંસદ કે કોઈ
નેતા બેઠકમાં હાજરી આપશે કે કેમ ? તે છેલ્લે
સુધી સ્પષ્ટ કર્યુ ન હતુ. કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે.સી.વેણુગોપાલે કહયુ કે દેશમાં
પ્રવર્તમાન રાજકીય સ્થિતીની ચર્ચા કરવા ઈન્ડિયા ગઠબંધનના દળોના નેતાઓની બેઠક 19 જુલાઈને
સાંજે 7 વાગ્યે ઓનલાઈન યોજવામાં આવશે. પહેલા બેઠક ખડગેના નિવાસ સ્થાને યોજાવાની હતી
પરંતુ વિવિધ દળના કેટલાક નેતાઓ ઉપસિથત રહી શકે તેમ ન હોવાથી વર્ચ્યુઅલ આયોજન કરાયું
છે.