• રવિવાર, 20 જુલાઈ, 2025

ઓનલાઈન સટ્ટો : ગૂગલ, મેટાને ઈડીની નોટિસ

નામી હસ્તીઓ બાદ તપાસનો ગાળિયો ટેક કંપનીઓ સુધી પહોંચ્યો

નવી દિલ્હી, તા.19 : ઓનલાઈન સટ્ટાબાજી પર ધોંસ બોલાવતાં ઈડીએ મોટી કાર્યવાહી કરતાં ગૂગલ અને મેટાને નોટિસ ફટકારી છે. દેશમાં ઓનલાઈન સટ્ટાબાજી એપ્સનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યંy છે. જેને પગલે પ્રવર્તન નિર્દેશાલય (ઈડી) એ ટેક કંપનીઓ પર સકંજો કસ્યો છે.

ઈડીએ શનિવારે ગૂગલ અને મેટાને નોટિસ જારી કરીને તેમના પ્રતિનિધિઓને ર1 જૂલાઈએ પૂછપરછ માટે હાજર થવા ફરમાન કર્યું છે. ઓનલાઈન જુગાર અને મની લોન્ડ્રિંગની તપાઈમાં ઈડીની તપાસ હવે વ્યાપક બની છે. ઓનલાઈન સટ્ટાનો પ્રચાર કરનારા અનેક નામી લોકો સુધી તપાસનો ગાળિયો પહોંચ્યો છે. ઈડીએ આરોપ લગાવયો છે કે ગૂગલ અને મેટાએ તેમના પ્લેટફોર્મ પર ઓનલાઈન સટ્ટાની જાહેર ખબરો અને તેના પ્રચારને પ્રોત્સાહન આપ્યુ છે. જે ગેરકાયદે ગતિવિધિઓમાં સંલગ્ન છે. આ પ્લેટફોર્મોએ પ્રીમિયમ જાહેરાત સ્લોટ ફાળવ્યો જેથી તેની પહોંચ અને લોકપ્રિયતા ઝડપથી વધી છે. જેથી બન્ને કંપનીઓને હવે તપાસમાં આવરી લેવાઈ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક