• મંગળવાર, 24 જૂન, 2025

અમદાવાદમાં કોરોનાનો વધુ એક કેસ : 20 વર્ષીય યુવતી પોઝિટિવ

રાજકોટમાં કોરોનાની એન્ટ્રી : વિદેશથી આવેલા શખસને હોમ આઈસોલેશનમાં રખાયો

અમદાવાદ, તા. 22: રાજ્યમાં ફરી કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં20 વર્ષની યુવતી તેમજ રાજકોટમાં એક વ્યક્તિ કોરોના પોઝીટીવ આવ્યો છે.

ગુજરાતમાં કોરોનાએ ફરી દેખા દીધી છે પરિણામે આગોતરી તૈયારીના ભાગરૂપે સરકારી હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયાં છે. અમદાવાદમાં કોરોનાના કેસો કાચબાગતિએ વધી રહ્યાં છે જેમાં વધુ એક પોઝીટીવ કેસ સામે આવ્યો છે. શ્વાસ લેવામાં તકલીફ થતા તેને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 20 તારીખે જ એક જ દિવસમાં અમદાવાદમાં કોરોનાના 7 કેસ સામે આવ્યા હતા. વધતાં કેસોને પગલે કેન્દ્ર સરકારે ગુજરાત આરોગ્ય વિભાગને પણ સતર્ક રહેવા સૂચના આપી છે. અમદાવાદની સિવિલમાં 1200 બેડની હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથે આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે.  ઓક્સિજન ટેન્ક ઉપરાંત પીપીઇ કીટ, દવાઓ સાથે ડોક્ટરોની ટીમ તૈયાર કરાઇ છે. આ ઉપરાંત કોરોનાના વેરિએન્ટ પર પણ નિષ્ણાતો ધ્યાન રાખી રહ્યાં છે. નવો વેરિએન્ટ આવે તો શું કરવું તે માટે પણ આગોતરી તૈયારીઓ સાથે આયોજન કરાયુ છે. લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે. સરકારી હોસ્પિટલોને પણ સૂચના અપાઇ છે કે, શંકાસ્પદ દર્દી આવે તો કોરોના ટેસ્ટ ફરજિયાત કરાવવા નક્કી કરાયુ છે. આમ, કેન્દ્રીય આરોગ્ય વિભાગની સૂચનાને પગલે આરોગ્ય વિભાગ સતર્ક થયુ છે અને રાજ્યમાં કોરોનાના દર્દીઓ પર નજર રાખવામાં આવી રહી છે. દરમિયાન રાજકોટમા આજે કોરોનાનો પ્રથમ એક્ટીવ કેસ સામે આવ્યો છે જો કે, કોર્પોરેશનના ચોપડે તેની નોંધ થઈ નથી. મવડીના ઓમનગર વિસ્તારમાં વિદેશથી આવેલા એક વ્યક્તિને આ સંક્રમણ થયું છે. હાલ આ દર્દી હોમ આઈસોલેશનમાં હોવાનું ખુદ આરોગ્ય અધિકારી ડો.જયેશ વાંકાણીએ જણાવ્યું છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક