• શનિવાર, 24 મે, 2025

રાજકોટ 43.9 ડિગ્રી સાથે અગનભઠ્ઠીમાં શેકાયું રાજકોટ

રાજ્યમાં બે દિવસ બાદ ફરી 2-3 ડિગ્રી તાપમાન વધશે

 

અમમદાવાદ, તા. 26: હવામાન વિભાગ દ્વારા વર્તમાન મહિનાના અંતમાં એટલે બે દિવસ પછી તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. અલબત્ત હાલમાં જે તાપમાન નોંધાઇ રહ્યંy છે તેમાં પણ બે ડિગ્રીનો વધારો થશે. જોકે આ તાપમાન 40થી 44 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાન 40થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. ત્યારે આજે પણ રાજકોટમાં મહત્તમ તાપમાન 43.9 ડિગ્રીએ પહોંચી જતા શહેરીજનોએ અગનભઠ્ઠીમાં શેકાયા લાગણી અનુભવી હતી. આ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. 

રાજ્યમાં અન્ય શહેરોમાં જોઇએ તો 40 કે 40થી ઉપર નોંધાયેલા શહેરો જેમ કે અમદાવાદમાં 41.3, અમેરેલીમાં 43.1, ભાવનગરમાં 40.4, ભુજમાં 42, ડીસામાં 40.8, ગાંધીનગરમાં 40.5 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન રહ્યું હતું. દરમિયાનમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે આજે નવસારી-વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદનાં ઝાપટાં પડતાં કાળઝાળ ગરમીમાં તો લોકોને ઠંડક મળી હતી, પરંતુ આંબા-ચીકુ જેવા પાકને લઇને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

 

ગોંડલમાં માવઠું

ગોંડલ, તા.26: ગોંડલ પંથકમાં અસહ્ય ગરમી વચ્ચે હવામાનમાં પલટો આવ્યો હતો અને તાલુકાના દેવચડી, બાંદરા સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો ગ્રામ્ય વિસ્તારમાં ભર ઉનાળે છાંટા ખરતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. કમોસમી વરસાદને લઈને તલી, ડુંગળી સહિતના પાકોમાં નુકસાની ભીતિ વ્યક્ત કરી હતી

ઇ-પેપરના નવા શુલ્ક