શ્રીનગર તા.ર6 : દક્ષિણ કાશ્મીરના મિની સ્વીત્ઝર્લેન્ડ પહલગામમાં ગત મંગળવારે થયેલા ભયાનક આતંકી હુમલા બાદ આતંકવાદીઓ અને તેને પોષનારાઓ પર ભારતીય સેનાની ગાજ વરસી છે. કાશ્મીરમાં મોટાપાયે ઘેરાવ-સર્ચ ઓપરેશન, એન્કાઉન્ટર ચાલુ છે. ઠેર ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે, દરમિયાન 7 આતંકવાદીના ઘર વિસ્ફોટથી ફૂંકી મારવામાં આવ્યા છે. આતંકવાદી હુમલામાં સ્થાનિક મદદગારોના નેટવર્કને ખતમ કરવા અનંતનાગમાં 17પ જેટલા સંદિગ્ધોને પકડવામાં આવ્યા છે. કુલગામના કૈમોહ વિસ્તારમાં થોકરપોરામાં બે શખસની ધરપકડ કરવામાં આવી છે. પહલગામ હુમલાના ગુનેગારોની શોધખોળ વચ્ચે ઘાટીમાં સક્રિય સ્થાનિક આતંકીઓની સેના દ્વારા એક યાદી જાહેર કરવામાં આવી છે. જે અનુસાર કુલ 14 સ્થાનિક આતંકી સક્રિય છે. સોપોરમાં લશ્કરે તોઈબાનો એક, અવંતીપુરામાં જૈશ-એ-મોહમ્મદનો એક, પુલવામામાં તોઈબા અને જૈશના બે-બે, સોપિયાનમાં હિઝબુલનો એક અને તોઈબાના ચાર આતંકી સક્રિય છે. કુલગામમાં તોઈબાનો એક આતંકી હોવાનું જાહેર કરાયુ છે. સેનાએ હિટ લિસ્ટમાં રહેલા 14 આતંકીના નામ જાહેર કર્યા છે જેમાં આદિલ રહમાન ડેન્ટૂ (ર1), આસિફ અહમદ શેખ (ર8), અહસાન અહમદ શેખ (ર3), હારિસ નઝીર (ર0), યાવર અહમદ ભટ, આસિફ અહમદ ખાંડે (ર4), નસીર અહમદ વાની (ર1), શાહિદ અહમદ કૂટે (ર7), આમિર અહમદ ડાર, અદનાન સફી ડાર, જુબૈર અહમદ વાની (39), હારુન રશીદ ગનઈ (3ર) અને જાકિર અહમદ ગની (ર9) સામેલ છે. હુમલાખોરોના મદદગારોમાં આસિફ અને આદિલનું નામ ઉછળ્યું છે. આદિલ ર018માં વાઘા સરહદેથી પાકિસ્તાન ભાગી ગયો હતો અને તાલીમ લીધા બાદ ગત વર્ષે કાશ્મીર પરત ફર્યાનું સામે આવ્યું છે. આસિફની બહેન યાસમીના સામે આવી છે તેણે કહયું કે તેનો ભાઈ મુઝાહિદીન છે અને ર0ર1થી પરિવાર સાથે તેનો કોઈ સંપર્ક નથી.
કાશ્મીરમાં
પોલિસ, સૈન્ય, સીઆરપીએફ અને બીએસએફનું આતંકવાદીઓ વિરુદ્ધ સંયુક્ત અભિયાન ચાલી રહયું
છે. આતંકવાદને નાબૂદ કરવાના ઈરાદે તેના મદદગારો સામે આક્રમક કાર્યવાહી શરુ કરાઈ છે.
દક્ષિણ કાશ્મીર ખાસ કરીને અનંતનાગ અને પુલવામા જિલ્લામાં ઘેર ઘેર તલાશી સાથે પૂછપરછ
કરવામાં આવી રહી છે. કથિતરુપે બૈસરન ઘાટીમાં હુમલો કરનારા પાંચ આતંકવાદીઓ સાથે સ્થાનિક
આતંકીઓના નેટવર્ક અંગે તપાસ હાથ ધરાઈ છે.