• ગુરુવાર, 27 માર્ચ, 2025

કેન્દ્ર-ખેડૂતો વચ્ચે મંત્રણા અનિર્ણિત

28 ખેડૂત નેતાઓ વાતચીત માટે પહોંચ્યા, ઉકેલ નહીં તો દિલ્હી કૂચની ચીમકી : 22મીએ ફરી વાતચીત

ચંડીગઢ, તા.14 : કેન્દ્ર સરકાર અને આંદોલનકારી ખેડૂતો વચ્ચે શુક્રવારે પાંચમા તબક્કાની મંત્રણા યોજાઈ હતી. વાતચીત માટે જગજીત સિંહ ડલ્લેવાલ સહિત ર8 ખેડૂત નેતાઓ બેઠકમાં પહોંચ્યા હતા. આ બેઠક પણ અનિર્ણિત રહી હતી અને રરમી ફેબ્રુઆરીએ ફરી વાતચીત કરાશે તેવો નિર્ણય લેવાયો હતો. હરિયાણા-પંજાબની શંભૂ અને ખનૌરી સરહદે એમએસપી સહિત પડતર માગો પુરી કરાવવા 13 ફેબ્રુઆરી ર0ર4થી ખેડૂતો આંદોલન ચલાવી રહયા છે. કેન્દ્ર સાથે વાતચીત પહેલા આગેવાનોએ ચીમકી આપી કે જો હજૂય કોઈ સમાધાન નહીં નિકળે તો દિલ્હી કૂચ કરીશું. ડલ્લેવાલને સ્ટ્રેચરમાં બેઠક સ્થળ લઈ જવાયા હતા. કિસાન મજદૂર મોરચાના સરવન પંધેરે ખેડૂતોના પ્રતિનિધિ મંડળની આગેવાની કરી હતી. કેન્દ્ર તરફથી ખાદ્ય મંત્રી પ્રહલાદ જોશી, પંજાબ સરકાર તરફથી કૃષિ મંત્રી ગુરમીત ખુડિયાં અને મંત્રી લાલચંદ કટારુચક્ક સામેલ થયા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક