• શનિવાર, 15 ફેબ્રુઆરી, 2025

કોલકત્તા રેપ - મર્ડર કેસ : સંજય રોય દોષિત, કાલે સજા

દિવંગત મહિલા ડોક્ટરને 162 દિવસે ન્યાય : આઇપીએસની સંડોવણીનો દોષિતનો દાવો

 

કોલકત્તા, તા.18 : દેશભરમાં ભારે ચકચાર મચાવનાર કોલકત્તાની આરજી કર સરકારી હોસ્પિટલમાં મહિલા તાલીમાર્થી ડોક્ટરના રેપ-હત્યા કેસમાં મુખ્ય આરોપી સંજય રોય દોષિત જાહેર થયો છે. તા.ર0ને સોમવારે તેને આ કેસમાં સજા ફટકારવામાં આવશે. ચુકાદાનો આધાર ફોરેન્સિક રિપોર્ટને બતાવાયો છે. આ કેસમાં દોષિતને વધુમાં વધુ સજા થશે.

સિયાલદહ કોર્ટના જસ્ટિસ અનિર્બાન દાસે શનિવારે બપોરે ર:30 કલાકે આરોપી સંજય રોયને દોષિત જાહેર કરતો ચુકાદો આપ્યો અને કહ્યું કે સજાનું એલાન સોમવારે કરાશે. કોર્ટે આ કેસમાં 16ર દિવસ બાદ ચુકાદો આપ્યો છે જે સાંભળી પીડિતાના પિતા કોર્ટમાં રડી પડયા હતા. સીબીઆઇએ આ કેસમાં આરોપી સંજય રોય માટે ફાંસીની સજાની માગ કરી છે. દરમિયાન દોષિત જાહેર થયા બાદ સંજયે કહ્યું કે તેણે આવું કર્યું નથી. તેને ફસાવવામાં આવ્યો છે. જેમણે આવું કામ કર્યું છે તેમને જવા દેવાયા છે. એક આઇપીએસ તેમાં સામેલ છે.

કોલકત્તાની આરજી કર મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં 8-9 ઓગસ્ટની રાત્રે તાલીમાર્થી મહિલા ડોક્ટરની રેપ બાદ હત્યા કરાઈ હતી. તેની લાશ હોસ્પિટલના સેમિનાર હોલમાં મળી હતી. સીસીટીવી ફૂટેજના આધારે સંજય રોય નામનો સિવિક વોલેન્ટિયર ઝડપાયો હતો. આ કેસમાં 81 સાક્ષીમાં 43ની પૂછપરછ કરવામાં આવી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક

National

ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઈલ ઈમ્પોર્ટ પર નજર February 15, Sat, 2025

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ઓસ્ટ્રેલિયાના 2-0થી સૂપડા સાફ કરતું શ્રીલંકા બીજા વન ડેમાં 174 રને મહાવિજય : કાંગારૂ ટીમનો 107 રનમાં ધબડકો February 15, Sat, 2025

Crime

જસદણમાં બહેન સાથે દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈની ધરપકડ ફોટા બતાવી બ્લેક મેઈલીંગ કરી કૃત્ય આચરતો’તો February 15, Sat, 2025