વડાપ્રધાનનું વર્ચ્યુઅલ સંબોધન : યુએનએ હક્કની વાત કહી, મોદીના હસ્તે 65 લાખ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ
નવી
દિલ્હી, તા.18 : વડાપ્રધાન મોદીએ શનિવારે સ્વામિત્વ સ્કિમ હેઠળ 6પ લાખથી વધુ પ્રોપર્ટી
કાર્ડ (જમીનનો કાયદેસર માલિકી હક્ક)નું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું
કે યુએનએ ગરીબી હટાવવા પ્રોપર્ટી રાઇટ્સની વાત કહી હતી અમે સવા ર કરોડ દસ્તાવેજ સોંપ્યા
છે.
વડાપ્રધાન
મોદીએ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી 10 રાજ્ય અને ર કેન્દ્ર શાસિત પ્રદેશમાં
6પ લાખથી વધુ સ્વામિત્વ સંપત્તિ કાર્ડ અર્પણ કર્યા હતા. સંબોધનમાં તેમણે કહ્યું કે
આજનો દિવસ ગામડાઓનાં અર્થતંત્ર માટે મહત્ત્વનો છે. પ વર્ષ પહેલા આ યોજના શરૂ કરવામાં
આવી હતી જેથી ગામડાંમાં રહેનારાઓનો તેમનાં ઘરનું કાનૂની પ્રમાણ આપી શકાય. ર1મી સદીમાં
પ્રોપર્ટી રાઇટ્સનો પડકાર રહ્યો છે. કાનૂની દસ્તાવેજ મળી જતાં હવે 100 લાખ કરોડ રૂપિયાથી
વધુની આર્થિક ગતિવિધિઓનો રસ્તો ખૂલ્યો છે.
સ્વામિત્વ
સંપત્તિ કાર્ડ વિતરણના કાર્યક્રમમાં 13 કેન્દ્રીય મંત્રી ફિલ્ડ પર ઉતર્યા હતા. અનેક
રાજ્યના મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ, સંબંધિત રાજ્યોના મંત્રીઓ, પંચાયતના પ્રતિનિધિઓએ
ક્યાંક રૂબરૂ તો ક્યાંક વર્ચ્યુઅલ હાજરી આપી હતી.