• શનિવાર, 15 ફેબ્રુઆરી, 2025

ગુજરાત મેડિકલ ટૂરિઝમ ક્ષેત્રે પણ ‘ગતિશીલ’

 મેડિકલ ટૂરિઝમ ઉદ્યોગનો ગુજરાતમાં 30 ટકા વિકાસ દર : દેશમાં 25થી 31 ટકા યોગદાન : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

 

અમદાવાદ તા.17: ભારત દેશની તુલનાએ આજદિન સુધી પશ્વિમી દેશોમાં મેડિકલ ટ્રીટમેન્ટને વધુ સારી થતી હોવાની માન્યતા પ્રચલિત હતી પરંતુ હવે ભારત મેડીકલ ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે એમાયે ગુજરાત તો સમગ્ર ભારતનું શ્રેષ્ઠ આરોગ્ય પ્રવાસન ક્ષેત્ર બનવા જઈ રહ્યું છે. ગુજરાતમાં  મેડિકલ ટૂરિઝમ ઉદ્યોગનો વાર્ષિક 30 ટકાના દરે વિકાસ થઈ રહ્યો છે. દેશમાં ગુજરાતનું યોગદાન 25થી 31 ટકા હોવાનું આજરોજ અમદાવાદ સિવિલ મેડિસીટીની યુ.એન.મહેતા ઈન્સ્ટિટયૂટ ખાતે આયોજિત ‘ગ્લોબલ હેલ્થ ટ્રાન્સફોર્મિંગ લાઈવ્સ બિયોન્ડ હોરાઈઝન્સ’ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

આરોગ્ય મંત્રીએ ઉમેર્યું હતું કે, ભારતમાં દર વર્ષે 78 દેશોમાંથી આશરે 20 લાખ દર્દીઓ તબીબી, સુખાકારી અને IVF સારવાર માટે ભારતમાં આવ્યા છે. ભારતમાં મોટાભાગના તબીબી પ્રવાસીઓ દક્ષિણપૂર્વ એશિયા, મધ્ય પૂર્વ, આફ્રિકા અને સાર્ક પ્રદેશમાંથી આવે છે. આ ઉપરાંત અમેરિકા, આફ્રિકા અને યુકેના દર્દીઓ તબીબી સારવાર માટે ભારત આવે છે, જેમાં હૃદય રોગ, ઓર્થોપેડિક રોગો અને જઠરાંત્રિય રોગોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાત અને એમાંય ખાસ કરીને અમદાવાદ મેડિકલ ટુરિઝમ માટે એક કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે, જે સસ્તા દરે ગુણવત્તાયુક્ત તબીબી સારવાર પ્રદાન કરે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતનો મેડિકલ ટૂરિઝમ ઉદ્યોગનો વાર્ષિક 30 ટકાના દરે વિકાસ થઈ રહ્યો છે. જ્યારે દેશના મેડિકલ ટૂરિઝમ ક્ષેત્રમાં ગુજરાતનો યોગદાન 25-31 ટકા જેટલો છે. અત્યાધુનિક હોસ્પિટલો, અદ્યતન ટેકનોલોજી અને હાઈલી સ્કીલ  મેડિકલ પ્રોફેશનલ્સને કારણે ગુણવત્તાયુક્ત તબીબી સારવાર મેળવવા માંગતા લોકો માટે ગુજરાત એક એટ્રેક્ટિવ ડેસ્ટિનેશન બન્યુ છે. ગુજરાતની ઘણી હોસ્પિટલો નોન-રેસીડેન્ટ ગુજરાતીઓ (ગછઋ) અને આંતરરાષ્ટ્રીય દર્દીઓને સેવા આપવાનો વ્યાપક અનુભવ ધરાવે છે. આમ, રાજયની ઘણી હોસ્પિટલોએ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને વૈશ્વિક માન્યતાઓ મેળવી છે. કાર્યક્રમમાં 16 દેશો અને ભારતના 14 રાજ્યોના પ્રતિનિધિઓ અને એમ્બેસેડર ઉપસ્થિત રહ્યા હતાં.

 

ભવિષ્યના કોર્સિસ-કિડની ઇન્સ્ટિટયૂટના ભાવી આયોજનનો ચિતાર રજૂ કરાયો

 

ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિસના વાઇસ ચાન્સેલર પ્રાંજલ મોદીએ, ઋઞઝજ(ગુજરાત યુનિવર્સિટીઝ ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાઇન્સીઝ) દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અને ભવિષ્યમાં અમલી બનનારા કોર્સિસ અને કિડની ઇન્સ્ટિટયૂટના ભવિષ્યના આયોજન વિશેનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતુ કે, વર્ષ-2024માં 443 કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનારી કિડની ઇન્સ્ટિટયૂટ સરકારી સંસ્થાઓમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે રહી છે અને ગુજરાતભરમાં ડાયાલિસિસ સંદર્ભે આ સંસ્થાએ 270 હોસ્પિટલોમાં 325 મશીન વિકસાવી ઉમદા કાર્ય કરવાની કામગીરી કરી રહી છે.

 

રોબો-કાર્ડિયાક સર્જરીને વિકસાવવામાં આવી રહી છે : ડો. ચિરાગ દોશી

 

યુ.એન.મહેતા ઇન્સ્ટિટયૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર ચિરાગ દોશીએ જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં રોબોટિક્સ ટેકનોલોજીમાં વધારો થઈ રહ્યો છે અને રોબો-કાર્ડિયાક સર્જરીને વિકસાવવામાં આવી રહી છે. આજે યુ.એન.મહેતા હોસ્પિટલ દેશમાં સૌથી વધુ કાર્ડીયાક ઈંઈઞ બેડ ધરાવતી હોસ્પિટલ બની છે. યુ.એન મહેતા હોસ્પિટલ પશ્ચિમી દેશોમાં આજે ટોચનું સ્થાન ધરાવે છે અને ભારતમાં ટોપ દસ હોસ્પિટલો પૈકી એક હોસ્પિટલ બની છે. 

 

ઇ-પેપરના નવા શુલ્ક

National

ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઈલ ઈમ્પોર્ટ પર નજર February 15, Sat, 2025

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ઓસ્ટ્રેલિયાના 2-0થી સૂપડા સાફ કરતું શ્રીલંકા બીજા વન ડેમાં 174 રને મહાવિજય : કાંગારૂ ટીમનો 107 રનમાં ધબડકો February 15, Sat, 2025

Crime

જસદણમાં બહેન સાથે દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈની ધરપકડ ફોટા બતાવી બ્લેક મેઈલીંગ કરી કૃત્ય આચરતો’તો February 15, Sat, 2025