બાલાસિનોર-અમદાવાદ હાઇવે પર અકસ્માત
અમદાવાદ,
તા.17: બાલા સિનોર-અમદાવાદ હાઇવે પર કાર પલટી જતાં ચાલક અને ત્રણ મુસાફરના મૃત્યુ થયા
હતાં. હાઇવે પર ગાય આડી ઉતરતા અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તારણ છે.
બાલા
સિનોર હાઇવે પર લાડવેલ ચોકડી પાસે આ ઘટના બની હતી, ગત રોજ મોડીરાત્રે અહીંયાથી પસાર
થઇ રહી હતી. આ દરમિયાન રોડ વચ્ચે એકાએક ગાય આવી ગઇ હતી. જેથી કાર ચાલકે કારના સ્ટીયરીંગ
પરથી કાબૂ ગુમાવતા આ કાર હાઇવેના ડિવાઇડર પર ચઢી ગઇ હતી. ત્યાર બાદ લાઇટના લોખંડના
પોલ સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં કારનો આગળના ભાગનો કૂચો વળી ગયો હતો. તો બીજી તરફ
કારમાં સવાર કાર ચાલક સહિત 4 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા.
આસપાસના
લોકો અકસ્માત સમયે દોડી આવ્યા હતા અને 4 લોકોના મૃતદેહોને બહાર કાઢયા હતા. તો વળી કારમાં સવાર એક વ્યક્તિને ઇજા થતા તેને સારવાર અર્થે નજીકની
હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવ બાદ કઠલાલ પોલીસ બનાવ સ્થળે દોડી આવી હતી.
મૃતકોમાં
વિનોદભાઇ ગબાભાઇ સોલંકી (ઇકો કાર ચાલક), પુજાભાઇ ઉર્ફે પુજેસિંહ અરજનભાઇ સોલંકી (ઉં.વ.45),
સંજયભાઇ જશવંતભાઇ ઠાકોર (ઉં.વ.32), રાજેશકુમાર સાલમસિંહ ઠાકોર (સોલંકી) (ઉં.વ.31) નો
સમાવેશ થાય છે.