મુંબઈ, તા.17: મુંબઈના એક સેલિબ્રિટીના ઘરમાં ઘૂસવાનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. થોડા દિવસો પહેલા અભિનેતા શાહરૂખ ખાનના ઘરમાં પણ ઘૂસવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ર-3 દિવસ પહેલા એક અજાણ્યા વ્યક્તિએ શાહરૂખના મન્નત બંગલામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, દીવાલ ચઢવા છતાં, જાળીના કારણે તે બંગલામાં પ્રવેશવામાં નિષ્ફળ ગયો. શાહરૂખના ઘરમાં પ્રવેશવાનું કારણ હજુ સ્પષ્ટ નથી. પોલીસને શંકા છે કે સૈફ અલી ખાન પર હુમલો કરનાર અને શાહરૂખ ખાનના ઘરમાં ઘૂસનાર વ્યક્તિ એક જ વ્યક્તિ હોઈ શકે છે.
14
જાન્યુઆરીએ કોઈ અજાણ્યા વ્યક્તિએ શાહરૂખ ખાનના ઘરની રેકી કરી હતી. રીટ્રીટ હાઉસના પાછળના
ભાગમાં 6થી 8 ફૂટ લાંબી લોખંડની સીડી મૂકીને શાહરૂખ ખાનના ઘર મન્નતની અંદર જોવાનો પ્રયાસ
કરવામાં આવી રહ્યો હતો.
પોલીસને
શંકા છે કે શાહરૂખ ખાનના ઘરે રેકી કરનાર વ્યક્તિ એ જ વ્યક્તિ છે જેણે સૈફ અલી ખાન પર
હુમલો કર્યો હતો કારણ કે પોલીસે શાહરૂખ ખાનના ઘરની નજીક સીસીટીવી ફૂટેજ ચેક કરી લીધા
છે. આ ફૂટેજમાં દેખાતી વ્યક્તિની ઉંચાઈ અને શરીરની રચના સીસીટીવી ફૂટેજમાં દેખાતી વ્યક્તિ
સાથે મેળ ખાય છે, જે પોલીસે સૈફ અલી ખાનના મકાનની સીડી પર જોવા મળ્યો હતો.
એટલું
જ નહીં, સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, પોલીસને શંકા છે કે તે વ્યક્તિ એકલો ન હોઈ
શકે કારણ કે રેકી કરવા માટે વપરાતી લોખંડની સીડી એકલા વ્યક્તિ માટે ઉપાડવી શક્ય નહોતી.
તેને ઉપાડવા માટે ઓછામાં ઓછા બેથી ત્રણ લોકોની જરૂર પડશે. 1પ જાન્યુઆરીએ મોડી રાત્રે
સૈફ અલીખાન પર થયેલા હુમલા બાદ, પોલીસની એક ટીમ ફરીથી શાહરૂખ ખાનના ઘરે ગઈ. આ ટીમ આ
મામલાની તપાસ કરી રહી હતી.
જો
કે, શાહરૂખ ખાન દ્વારા આ અંગે કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી પરંતુ પોલીસ આ મામલાને
ગંભીરતાથી લઈ રહી છે. ઉપયોગમાં લેવાયેલી સીડીની ચોરીનો કોઈ રિપોર્ટ ક્યાંય દાખલ થયો
છે કે નહીં તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સૈફની
હાલતમાં સુધારો : હુમલાનો સંદિગ્ધ હિરાસતમાં
ગૃહ
રાજ્યમંત્રીએ કહ્યુ,ં હુમલામાં અંડરવર્લ્ડનો હાથ નથી
નવી
દિલ્હી, તા. 17 : ચાકુથી હુમલામાં ઘાયલ સૈફ અલી ખાનનો મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં
ઈલાજ ચાલી રહ્યો છે અને તબીબોએ કહ્યું છે કે અભિનેતાની તબિયતમાં સુધાર આવી રહ્યો છે.
બે ત્રણ દિવસમાં સૈફને હોસ્પિટલમાંથી રજા આપી દેવાશે. બીજી તરફ પોલીસે કહ્યું છે કે
હુમલાના બનાવમાં એક સંદિગ્ધને હિરાસતમાં લેવામાં આવ્યો છે. સંદિગ્ધ આરોપીનું શાહિદ
બતાવવામાં આવી રહ્યું છે. સૈફ ઉપર હુમલા અંગે મહારાષ્ટ્રના ગૃહ રાજ્ય મંત્રી યોગેશ
કદમે કહ્યું હતું કે ઘટના પાછળ કોઈ અંડરવર્લ્ડ ગેંગનો હાથ નથી. પોલીસ સૂત્રો અનુસાર
હિરાસતમાં લેવામાં આવેલા શાહિદ ઉપર પહેલા પણ 4-5 ઘરફોડીના કેસ નોંધાયેલા છે. જો કે
હજી સુધી પુષ્ટી થઈ શકી નથી કે શાહિદે જ સૈફના ઘરમાં ધાડ પાડી હતી.પોલીસે પુછપરછ શરૂ
કરી હતી. બીજી તરફ લીલાવતી હોસ્પીટલના ન્યુરોસર્જન ડો. નિતિન ડાંગેએ કહ્યું હતું કે,
સૈફ અલી ખાનની તબિયત ઉપર નજર રાખવામાં આવી રહી છે. આશા અનુસાર તબિયતમાં નોંધપાત્ર સુધાર
થઈ રહ્યો છે. સૈફને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. જો સુધારો યથાવત રહેશે તો બેથી
ત્રણ દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.
ડોક્ટરે
આગળ કહ્યું હતું કે ચિકિત્સકોએ ધારદાર વસ્તુને શરીરમાંથી કાઢી લલીધી છે અને ઈજાનો ઈલાજ
કરવામાં આવ્યો છે. સૈફ અલી ખાન સર્જરી બાદ યોગ્ય રીતે ચાલી શકતો હતો, નિયમિત આહાર લઈ શકતો હતો અને તમામ બાબતો સામાન્ય હોવાથી આઈસીયુમાંથી સામાન્ય રૂમમાં
ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો હતો.