યુવતી ઉપર ત્રણ શખસ દ્વારા સામૂહિક દુષ્કર્મ:
700 સીસીટીવીની તપાસ અને 150થી વધારે ઓટો ચાલકની પૂછપરછ બાદ આરોપીઓ પકડાયા
નવી
દિલ્હી, તા. 7 : દિલ્હીમાં વધુ એક નિર્ભયા કાંડ થયો છે. દિલ્હી પોલીસે બનાવનો ખુલાસો
કરતા ત્રણ શખસની ધરપકડ કરી છે. આ ત્રણેય શખસે યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું હતું.
700 સીસીટીવી કેમેરા અને 150થી વધારે ઓટો રિક્ષા ચાલકોની પૂછપરછ બાદ ત્રણેય શખસ પોલીસના
સકંજામાં આવ્યા હતા. ત્રણેય શખસે યુવતી ઉપર સામૂહિક દુષ્કર્મ કર્યું હતું અને બાદમાં
ઓટો ચાલકે પણ યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું. વારંવાર હેવાનીયત આચરવામાં આવતા યુવતીનું
માનસિક સંતુલન બગડી ગયું હતું.
ઓરિસ્સાની
રહેવાસી યુવતી અર્ધનગ્ન અવસ્થામાં રાજઘાટથી પગપાળા ચાલીને કાલેખા પહોંચી હતી. આ દરમિયાન
યુવતીનું લોહી સતત વહી રહ્યું હતું પણ આસપાસ પસાર થતા કોઈપણ વાહનચાલકોએ દયા બતાવી નહોતી.
બાદમાં એક નૌસેના અધિકારીએ પોલીસને જાણકારી હતી હતી. અધિકારીએ જ પોલીસને કહ્યું હતું
કે યુવતીના શરીરમાંથી સતત લોહી વહી રહ્યું છે. બાદમાં પોલીસે તાકીદે પહોંચીને કાર્યવાહી
શરૂ કરી હતી.
હવે દિલ્હી પોલીસે આ મામલાનો ખુલાસો કર્યો છે. જેમાં
ત્રણની ધરપકડ કરી છે. પોલીસે કહ્યું છે કે પીડિતાની સારવાર થઈ રહી છે. તેમજ પકડાયેલા
આરોપીઓની ઓળખ થઈ ચુકી છે. જેના નામ પ્રમોદ બાબૂ, પ્રભુ મહતો અને મોહમ્મદ શમ્સુલ છે.
આરોપીઓને પકડવા પોલીસે 10 ટીમ બનાવી હતી. તમામ ટીમ દ્વારા સતત તપાસ કરવામાં આવી હતી.
અંદાજીત 700 સીસીટીવી ફૂટેજ જોવામાં આવ્યા હતા અને ઓટો ચાલકોની પણ પૂછપરછ થઈ હતી.