જાપાનના
સંગઠનને શાંતિનો નોબેલ
સ્ટોકહોમ,
તા.11 : જાપાની સંગઠન નિહોન હિદાનક્યોને ર0ર4નો નોબલ શાંતિ પુરસ્કાર એનાયત કરાયો છે.
આ એનજીઓ પરમાણુ હથિયારોથી મુક્ત દુનિયા પર કામ કરી રહયું છે. નોર્વેજિયન નોબલ સમિતિ
અનુસાર, આ સંગઠન પરમાણુ હથિયારોથી મુક્ત દુનિયા બનાવવા પ્રયાસ કરી રહયું છે અને સાક્ષીઓના
માધ્યમથી તે દેખાય રહ્યું છે કે પરમાણું હથિયારોનો ફરી કયારેય ઉપયોગ થવો જોઈએ નહીં.
નિહોન હિદાનક્યો પરમાણું બોમ્બ હુમલામાં જીવીત બચી ગયેલા લોકો (હિબાકુશા)નું સંગઠન
છે. જે દાયકાઓથી દુનિયાને પરમાણુ હથિયારોના ખતરાથી અવગત કરાવે છે. સંગઠન પરમાણું બોમ્બ
હુમલાની ખતરનાક અસરો અંગે અનુભવો શેર કરે છે જયારે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનના
હિરોશિમા અને નાગાસાકી ઉપર અમેરિકાએ પરમાણુ બોમ્બ ઝીંક્યા હતા.