7 જિલ્લાની
24 બેઠકમાં 219 ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં કેદ : કિશ્તવાડમાં સૌથી વધુ, પુલવામામાં સૌથી
ઓછું મતદાન
શ્રીનગર,
તા.18 : આર્ટિકલ 370 હટાવાયાના લાંબા સમયગાળા બાદ ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં
7 જિલ્લાની ર4 વિધાનસભા બેઠક માટે બુધવારે યોજાયેલા પહેલા તબક્કામાં સાંજે 6 સુધીમાં
ઉત્સાહજનક પ8.8પ ટકા મતદાન નોંધાયું હતું. કિશ્તવાડમાં સૌથી વધુ 77.ર3 ટકા અને પુલવામામાં
સૌથી ઓછું 43.87 ટકા મતદાન થયું છે. 13 પાર્ટી વચ્ચે મુકાબલો છે અને પહેલા તબક્કામાં
ર19 ઉમેદવારનું ભાગ્ય ઈવીએમમાં કેદ થયું છે.
પહેલા
તબક્કામાં બિજબેહરા વિધાનસભા બેઠક પર પીડીપીના ઉમેદવાર ઇલ્તિઝા મુફતીએ મતદાન કર્યું
હતું, જેઓ પાર્ટી પ્રમુખ મહબૂબા મુફતીનાં પુત્રી છે. કિશ્તવાડથી ભાજપના ઉમેદવાર શગુન
પરિહારે પણ મતદાન કર્યું હતું. દેશના અલગ અલગ રાજ્યમાં રહેતા 3પ000થી વધુ વિસ્થાપિત
કાશ્મીરી પંડિતોએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમનાં માટે ર4 સ્પેશિયલ બૂથ બનાવવામાં
આવ્યા હતા જેમાં દિલ્હીમાં 4, જમ્મુમાં 19 અને ઉધમપુરમાં એક સામેલ છે. જમ્મુ-કાશ્મીરમાં3
તબક્કામાં મતદાન યોજાવાનું છે. રપ સપ્ટેમ્બરે બીજો અને 1 ઓક્ટોબરે ત્રીજા તબક્કાનું
મતદાન થશે.
ક્યાં
કેટલું મતદાન ?
અનંતનાગ પ4.17
ટકા
બનિહાલ 68.00 ટકા
ભદ્રવાહ 6પ.ર7 ટકા
દેવસર પ4.73 ટકા
ડોડા 70.ર1 ટકા
ડોડા
પશ્ચિમ 74.14 ટકા
નીચે પ7.90 ટકા
ઈદરવલ 80.06 ટકા
કિશ્તવાડ 77.ર3 ટકા
કોકરનાગ પ8.00 ટકા
કુલગામ પ9.66 ટકા
પહલગામ 67.86 ટકા
પંપોર 4ર.67 ટકા
પુલવામા 43.87 ટકા
રાજપોરા 4પ.78 ટકા
રામબન 67.34 ટકા
શોપિયાં પ4.7ર ટકા
ત્રાલ 40.પ8 ટકા
જૈનાપોરા પર.64 ટકા