બાયપાસ
રોડ ઉપર ભાજપ કાર્યાલયના નિર્માણમાં ખેડૂતો પાસેથી ફંડ મેળવાયું : ભરતી કૌભાંડમાં બેફામ
ભ્રષ્ટાચાર : પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ વડાપ્રધાનને લખ્યો પત્ર
જૂનાગ
અમદાવાદ, તા.17 : ભારતીય જનતા પાર્ટીથી નારાજ ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા ફરીવાર
ચર્ચામાં આવ્યાં છે. જવાહર ચાવડા લોકસભાની ચૂંટણીથી લઈને મનસુખ માંડવિયા સુધી વિવાદમાં
રહ્યાં છે ત્યારે ભાજપ પાર્ટીમાં જે ચાલી રહ્યું છે તેની વિગતો સાથે જિલ્લા ભાજપ પ્રમુખની કાર્યશૈલી ઉપર અનેક આક્ષેપો
કરતો એક પત્ર તેમણે વડાપ્રધાન મોદીને લખ્યો છે.
ચાવડાએ
ધોકો શિર ધરાય, ચીજું તો નજરે ચડે, દીવે નો દેખાય કુંડાની હેઠળ કાગડા..કવિતાથી પત્રની
શરૂઆત કરી છે. કવિ કાગની આ પંક્તિનો અર્થ થાય છે કે જે માથે ચોટેલુ હોય છે તે બધાને
નજરે દેખાય છે પણ જો કુંડાની નીચે કોઈ વસ્તુ રાખવામાં આવે તો તે દિવો લઈને શોધશો તો
પણ નહીં દેખાય..એટલે તેમને જેની રહેમનજર હેઠળ વધારે પદ ભોગવી રહ્યાં છે તેમની ઉપર કટાક્ષ
કર્યો છે.
પત્રમાં
વધુમાં તેમણે લખ્યું છે કે, ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દાનો નિયમ બનાવ્યો છે પરંતુ
જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ વર્ષોથી બે-બે હોદ્દાઓ સાચવ્યાં છે તેમાં જિલ્લા ભાજપની
સાથે યાર્ડના ચેરમેન બાદ જિલ્લા સહકારી બેન્કના ચેરમેન છે. આ સત્તાનો બેફામ દુરુઉપયોગ
કરાયાનો આક્ષેપ કર્યો છે. બાયપાસ રોડ ઉપર ભાજપ કાર્યાલયના નિર્માણમા ખેડૂતો પાસેથી
ફંડ મેળવાયું છે. માર્કેટ યાર્ડ તથા જિલ્લા સહકારી બેન્કમાં પોતાના શાસનકાળ દરમિયાન
અધિકારીઓ અને કર્મચારીઓની ભરતીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.
વધુમાં
તેમણે ઉમેર્યુ છે કે, આ અંગે તેઓએ અને અન્ય આગેવાનો કનુભાઈ ભાલાળા, ઠાકરશીભાઈ જાવિયા,
માધાભાઈ બોરીચા વગેરેએ વખતોવખત ફરિયાદ કરવા છતાં પણ આપના પક્ષ સમક્ષ આ વાત પહોંચી નથી,
ક્યાંક કોઈ રહેમ નજર હેઠળ દબાઈ જાય છે. આ પત્ર એટલે કરવો પડે છે કે, આપ સુધી વાત પહોંચે.સિદ્ધાંત અને શિસ્તને વરેલા પક્ષમાં
પક્ષપ્રમુખને જ કારનાખા કરતા અટકાવવા અને પક્ષની પ્રતિષ્ઠાને વધુ હાનિ ન પહોંચે તે
ઉદ્દેશથી વડાપ્રધાનને સીધી રજૂઆત કરવી પડી છે.