• રવિવાર, 13 ઑક્ટોબર, 2024

અમેરિકામાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ

પીએમ મોદીની મુલાકાત અગાઉની ઘટના: વાણિજ્ય દૂતાવાસનો વિરોધ; અમેરિકી સાંસદોય મેદાને

ન્યૂયોર્ક, તા.17 : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત અગાઉ જ ન્યૂયોર્કના મેલવિલે સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની ઘટના સામે આવી હતી. તોડફોડ કરનારા તત્ત્વોએ મંદિરમાં ભારતવિરોધી નારા પણ લખ્યા હતા. ભારતના વાણિજ્ય દૂતાવાસે આકરો વાંધો લઈ આ ઘટનાના આરોપીઓ સામે ત્વરિત કાર્યવાહી અંગે અમેરિકી અધિકારીઓ સામે મુદ્દો ઉઠાવ્યોહતો. અમેરિકાના સાંસદોએ પણ પક્ષાપક્ષીથી ઉપર ઊઠીને એકસૂરમાં મંદિરમાં તોડફોડ સામે વિરોધ નોંધાવી આરોપીઓને કડક સજાની માંગ કરી હતી. ન્યૂયોર્ક સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે ‘એક્સ’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે  મેલવિલેમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નજીક સાંકેતિક બોર્ડમાં કરવામાં આવેલી છેડછાડ અસ્વીકાર્ય છે. દૂતાવાસ સમુદાયના સંપર્કમાં છે અને  આરોપીઓ સામે ત્વરિત કાર્યવાહી માટે કાયદાની એજન્સીઓના અધિકારીઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે મેલવિલે એ લોંગ આઈસલેન્ડના સફોલ્ક કાઉન્ટીમાં સ્થિત છે અને વડાપ્રધાન મોદી અહીં જ 22મી સપ્ટેમ્બરે સામુદાયિક કાર્યક્રમને સંબોધિત કરવાના છે.

સોશિયલ મીડિયામાં ફરતા ફૂટેજ મુજબ મંદિરની બહાર માર્ગ અને પ્રતીક ચિહ્નો પર સ્પ્રે કલર દ્વારા આપત્તિજનક શબ્દો લખવામાં આવ્યા હતા.

ઘટના અંગે બીએપીએસે પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે અમને દુ:ખ છે કે ફરી એક વખત નફરત અને અસહિષ્ણુતા વચ્ચે શાંતિનો અનુરોધ કરવો પડી રહ્યો છે.

અમેરિકાના સાંસદો ડેમોક્રેટિક પક્ષના રાજા ક્રિશ્નામૂર્તિ, રો ખન્ના અને મિશિગનના સાંસદ શ્રી થાનેદારે તોડફોડને સંપૂર્ણ?અસ્વીકાર્ય ગણાવી હતી અને બીએપીએસ સમુદાયને ન્યાય મળવો જોઈએ તેવી માંગ ઊઠાવી હતી.

----------------

અમેરિકામાં હનુમાનજીની પ્રતિમાનો વિરોધ

ટેક્સાસ, તા.17 : અમેરિકામાં હનુમાનજીની પ્રતિમા પાસે ધોળિયાઓએ વિરોધ પ્રદર્શન યોજીને જીસસ એક માત્ર ભગવાન હોવાનો દાવો કર્યો છે. ટેક્સાસના ફોર્ટ બેન્ડ કાઉન્ટીના સુગર લેન્ડ શહેર સ્થિત અષ્ટલક્ષ્મી મંદિરના વ્યવસ્થાપકોએ આવા વિરોધ પ્રદર્શનને પગલે સુરક્ષાલક્ષી પગલાં ઉઠાવ્યાં છે. હયુટનના મેટ્રોપોલિટન વિસ્તારમાં 16000ની વસતીવાળા નાના એવા હમ્બલ શહેરમાં હનુમાનજીની 90 ફૂટ ઊંચી પ્રતિમાનું સ્થાપન કરાયું છે જેનો અવેકનિંગ જનરેશન ચર્ચના સદસ્યોએ વિરોધ કર્યો છે અને કહ્યંy કે જીસસ (યીશુ) એક માત્ર ભગવાન છે. ચર્ચના રપ જેટલા સદસ્યેએ હનુમાનજીની પ્રતિમા પાસે ઉભા રહીને વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. મંદિરના વ્યવસ્થાપકોએ પરિસ્થિતિ વણસવાની આશંકાએ પોલીસ બોલાવવાની ચીમકી આપ્યા બાદ પ્રદર્શનકારીઓ વિખેરાયા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક