નવી
દિલ્હી, તા.9 : વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા એકસ પર પોતાની પ્રોફાઈલ તસવીર બદલાવી
છે. હવે તેના પર ભારતનો તિરંગો લહેરાઈ રહ્યો છે.
પોસ્ટમાં
પીએમ મોદીએ હર ઘર તિરંગા...અભિયાન સાથે જોડાવા દેશવાસીઓને અપીલ કરી છે. તેમણે લખ્યું
કે આ વર્ષે સ્વતંત્રતા દિવસ નજીક આવતાં જ આવો આપણે સૌ મળીને હર ઘર તિરંગા અભિયાનને
એક યાદગાર જનઆંદોલન બનાવીએ. હું મારી પ્રોફાઈલ તસવીર બદલી રહ્યો છું એ હું તમને સૌને
પણ એ જ આગ્રહ કરુ છું કે તમે પણ મારી સાથે મળીને આપણાં તિરંગાનો જશ્ન મનાવો અને હા,
તમારી સેલ્ફી હરઘરતિરંગા ડોટ કોમ પર જરુર શેર કરો.