• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

ઈઝરાયલનો ખોફ : ઈરાનની બદલાની આગ ઠંડી પડી ? જવાબી કાર્યવાહીના ભયે હુમલો ન કરવા રાષ્ટ્રપતિની સુપ્રિમ લીડરને સલાહ

તેહરાન, તા.9 : બદલાની આગમાં ધગી રહેલું ઈરાન ઈઝરાયલ પર હુમલાનું દુસાહસ કરવા ઈચ્છતું નથી. હુમલો કર્યો તો ઈઝરાયલની જવાબી કાર્યવાહીના ખોફથી ઈરાનની નેતાગીરી ધ્રુજી ઉઠી છે. ઈરાન હુમલો કરશે તેની ઘડીઓ ગણાવવા લાગી હતી પરંતુ ઈઝરાયલ પર હુમલો ધમકી આપવા જેટલો સરળ ન હોવાનું ઈરાનને હવે સમજાયું છે.

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાને કથિત રૂપે ઈરાનના સુપ્રિમ લીડરને ઈઝરાયલ પર સંભવિત હુમલાના ખતરા અંગે માહિતગાર કરી હાલ યુદ્ધમાં ન સપડાવવા સલાહ આપી છે. પેજેશકિયાને ઈરાનના સુપ્રીમ લીડર  અલી ખુમૈનીને અનુરોધ કર્યો છે કે ઈઝરાયલ પર હુમલો કરવાનું ટાળવું જોઈએ. ઈઝરાયલ સાથે યુદ્ધથી સમગ્ર ક્ષેત્ર સાથે તેમના પદ પર પણ અસર થઈ શકે છે. યુદ્ધથી દૂર રહેવું એ જ સારું રહેશે. ઈરાન ઈન્ટરનેશનલે સત્તાના નજીકના સૂત્રોને ટાંકી ઉપરોક્ત દાવો કર્યો છે. આ રિપોર્ટ એવા સમયે સામે આવ્યો છે જયારે ઈઝરાયલે તેહરાનમાં હુમલો કરીને  હમાસ નેતા હાનિયાની હત્યાકર્યા બાદ ઈરાને ઈઝરાયલ પર સીધો હુમલો કરવાની ધમકી આપી હતી.

ઈરાન ઈન્ટરનેશનલ અનુસાર ખુમૈની સાથે તાજેતરમાં યોજાયેલી એક બેઠકમાં રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાને આગ્રહ કર્યો કે ઈઝરાયલ પર કોઈ પણ પ્રકારના હુમલાની બચવામાં આવે. ઈઝરાયલ સાથેનો સંઘર્ષ તેમના રાષ્ટ્રપતિ પદને ગંભીરરીતે અસર કરી શકે છે. હુમલાની સ્થિતિમાં ઈઝરાયલની જવાબી કાર્યવાહી ઈરાનના અર્થતંત્રને પાયમાલ કરી શકે છે. જે આગળ જતાં દેશના પરતનું કારણ બની શકે છે. સુપ્રિમ લીડરે રાષ્ટ્રપતિની આવી દરખાસ્તને સાંભળી છે પરંતુ કોઈ પ્રતિક્રિયા આપી નથી એટલે ખુમૈની શું તેમની આવી સલાહ માનશે કે બદલાની પ્રતિજ્ઞા પૂરી કરશે ? તે સવાલ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક